________________
૧૫૬.
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
ઉપનય :
भूयश्च भावयति-ततोऽहमवजितसमस्तपृथिवीभाविराजवृन्दत्वाल्लप्स्ये चक्रवर्तिराज्यमहाभिषेकम्, ततो नास्ति वस्तु तत्रिभुवने यन्मे न सम्पत्स्यत इति। एवमेष जीवो राजपुत्राद्यवस्थायां वर्तमानो बहुशो निष्प्रयोजनविकल्पपरम्परयाऽऽत्मानमाकुलयति, ततश्च रौद्रध्यानमापूरयति, ततो बध्नाति निबिडं कर्म, ततः पतति महानरकेषु, न चेह तथाऽपि खिद्यमानोऽपि पूर्वोपार्जितपुण्यविकलः स्वहृदयतापं विमुच्यापरं कञ्चनार्थमासादयति। तदनेनैतल्लक्षणीयं-यदा खल्वेष जीवो नरपतिसुताद्यवस्थायामतिविशालचित्ततया किलापकर्णिततुच्छवस्तुगोचरमनोरथो बृहदर्थप्रार्थकतया स्वबुद्ध्यैव महाभिप्रायस्तदापि विदितप्रशमामृतास्वादनसुखरसानां विज्ञातविषयविषविपाकदारुणभावानां सिद्धिवधूसम्बन्धबद्धाध्यवसायानां भगवतां सत्साधूनां क्षुद्रद्रमकप्रायः प्रतिभासते, किं पुनः शेषास्ववस्थास्विति?। ઉપનયાર્થ
વળી, ફરીથી તે ભાવન કરે છે – ત્યારપછી હું સમસ્ત પૃથ્વી ઉપર રહેલા રાજાના સમૂહને જીતેલો હોવાથી ચક્રવર્તી રાજ્યના મહાઅભિષેકને પ્રાપ્ત કરીશ. તેથી ત્રણ ભુવનમાં તે વસ્તુ નથી જે મને પ્રાપ્ત થઈ ન હોય આ રીતે=અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, આ જીવ=ભગવાનના શાસનને નહીં પામેલો જીવ, રાજપુત્રાદિ અવસ્થામાં વર્તતો ઘણી વખત નિપ્રયોજન વિકલ્પોની પરંપરાથી આત્માને આકુળ કરે છે અને તેનાથી વિકલ્પોની આકુળતાથી, રૌદ્રધ્યાનને પૂરે છે. તેનાથી-રૌદ્રધ્યાન પ્રગટ થવાથી, નિબિડ કર્મ બાંધે છે. તેનાથી=બંધાયેલાં એવાં તે કર્મોથી, મહાતરકોમાં પડે છે અને અહીં મનુષ્યભવમાં, તે પ્રકારે ખેદ કરતો પણ મોટા રાજવી થવાના મનોરથોને કરીને ક્લેશ કરતો પણ, પૂર્વઉપાર્જિત પુણ્યથી રહિત=કરાયેલા મનોરથો અનુસાર તે સર્વને પ્રાપ્ત કરી શકે તેવા પૂર્વોપાર્જિત પુણ્યથી રહિત, પોતાના હદયતાપને છોડીને તે પ્રકારની કલ્પના દ્વારા રૌદ્રધ્યાનજડિત હદયતાપને છોડીને, બીજા કોઈ અર્થને પ્રાપ્ત કરતો નથી. તે કારણથી પૂર્વમાં કહ્યું આ જીવ હદયતાપને છોડીને બીજું કાંઈ પ્રાપ્ત કરતો નથી તે કારણથી, આના દ્વારા આઆગળમાં કહેવાય છે એ, જાણવું જ્યારે ખરેખર આ જીવ રાજપુત્રાદિ અવસ્થામાં અતિવિશાલ ચિત્તપણું હોવાને કારણે ખરેખર છોડી દીધા છે તુચ્છ વસ્તુગોચર મનોરથો જેણે એવો મોટા અર્થતા પ્રાર્થકપણારૂપ સ્વબુદ્ધિથી જ મહાઅભિપ્રાયવાળો એવો જીવ ત્યારે પણ જાણેલા પ્રશમ અમૃતતા આસ્વાદન સુખના રસવાળા, વિષયના દારુણવિપાક રૂપ વિષભાવને જાણનારા, મોક્ષ સાથે સંબંધ થયેલા બદ્ધ અધ્યવસાયવાળા, ભગવાન, સત્ સાધુઓને ક્ષકદ્રમક જેવો મોટા અભિપ્રાયવાળો રાજપુત્ર પણ મુદ્ર ક્રમક જેવો, પ્રતિભાસે છે. તો વળી, શેષ અવસ્થાવાળા જીવો વિશે શું કહેવું?
જે મહાત્માઓને શાસ્ત્રવચનના ભાવોથી પ્રશમસુખ દેખાય છે. વિષયો દારુણવિપાકવાળા વિષ જેવા જણાય છે. મોક્ષ સાથે જેઓનું ચિત્ત સદાય બદ્ધ અધ્યવસાયવાળું છે. તેથી સતત મોક્ષના એક ઉપાયરૂપ