________________
૧૫૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ આદિના નિમિત્તને લઈને બધી ઇન્દ્રિયોના આનંદ લેવાના મનોરથો કરે છે. ક્યારેક અતિસુંદર કપૂરથી અનુવિદ્ધ ચંદન, કેસર, કસ્તુરી આદિના વિલેપત દ્વારા અને પાંચ પ્રકારના સુગંધી તાંબૂલના આસ્વાદતના નિમિતથી હું ધ્રાણેન્દ્રિયને તૃપ્ત કરીશ, ક્યારેક સતત વગાડાયેલા તબલાવા ધ્વનિથી યુક્ત દેવોની દેવાંગનાઓ સદશ સુંદર સ્ત્રીઓના અવલોકનથી સમ્પાદિત અનેક પ્રકારના આકારવાળાં મનોહર નાટકોને જોતો ચહ્યુઇન્દ્રિયના આનંદને પ્રાપ્ત કરીશ, ક્વચિત્ સુંદર કંઠવાળા તેના પ્રયોગમાં વિશારદ લોકોથી=પંડિત લોકોથી, પ્રયુક્ત, વેણુ, વીણા, ઢોલ, કાકલીગીત આદિના=મનોહરગીત આદિના, ધ્વતિને સાંભળતો એવો હું શ્રોત્રેક્રિયતા આલાદને કરીશ. ક્યારેક વળી, બધી કલાઓના સમૂહમાં કુશલપણાથી યુક્ત સમાન વયવાળા સમર્પિત હદયસર્વસ્વ શૌર્ય, ઔદાર્ય, વીર્યના અતિશયથી હસી કાઢ્યો છે કામદેવના સૌંદર્યને એવા મિત્રવર્ગની સાથે અનેક પ્રકારના ક્રીડાના વિલાસોથી રમતો આલ્લાદના અતિરેકવાળી એવી બધી ઈન્દ્રિયોના સમૂહને હું પ્રાપ્ત કરીશ. તે આ=અત્યાર સુધી વર્ણન કર્યું તે આ, એકાંતમાં ભિક્ષાભક્ષણ આકાંક્ષા સદશ=કથામાં કહેવાયેલા ભિખારીએ એકાંતમાં ભિક્ષા ખાવાની ઈચ્છા કરેલી તેવી ભિક્ષાના ભક્ષણની ઈચ્છા સદશ, જાણવું.
સર્વજ્ઞના શાસનની પ્રાપ્તિના પૂર્વેના સંસારી જીવના મનોરથો છે. આથી જે જીવોને ભગવાનના શાસનની પ્રાપ્તિ થઈ છે તેઓને પુણ્યના સહકારથી ભોગસામગ્રી મળેલી હોય અને વિપુલ ભોગસામગ્રી હોવાને કારણે વિપુલ પ્રમાણમાં ભોગાદિ કરતા હોય તોપણ ભગવાનના શાસનની પ્રાપ્તિના કારણે પૂર્વભવમાં બાંધેલા પુણ્યના બળથી તે ભોગસામગ્રીકાળમાં પણ વિવેકદૃષ્ટિ પ્રગટ થાય છે. તેથી આત્માની સંક્લેશ વગરની અવસ્થા શ્રેયકારી છે. તેમ ભાવન કરીને ભોગાદિમાં પણ સંશ્લેષ અલ્પ, અલ્પતર કરવા યત્ન કરે છે. જેથી તેઓના ભોગો પણ વિવેકથી યુક્ત હોવાને કારણે અનર્થના કારણ બનતા નથી અને ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે અવિવેક જ પ્રચુર હોવાથી માત્ર બાહ્ય સામગ્રીમાં જ સુખબુદ્ધિ વર્તે છે. તેથી તેને અધિક અધિક પ્રાપ્ત કરવાના મનોરથો કરે છે. તેથી ભિખારીની જેમ કદન્ન ખાવાના તે મનોરથો છે. ઉપનય :
चिन्तयति च-ततो ममैवं निरतिशयसुखानुभवद्वारेण तिष्ठतो भूयांसं कालं समुत्पत्स्यन्ते सुरकुमाराकारधारकाणि रिपुसुन्दरीहदयदाहदायकानि च समाह्लादितसमस्तबन्धुवर्गप्रणयिजननानाप्रकृतीनि मत्प्रतिबिम्बकसंकाशानि सुतशतानि, ततोऽहं सम्पूर्णाशेषमनोरथविस्तारः प्रत्यस्तमितप्रत्यूहसमूहोऽनन्तकालं यथेष्टचेष्टया विचरिष्यामि। सोऽयं भूरिदिनार्थं स्थापनमनोरथ इव वर्त्तते।
यत् पुनरालोचयति यदुत-अथ कदाचित्तं तथाभूतं मामकीनं संपत्प्रकर्ष शेषनृपतयः श्रोष्यन्ति, ततस्ते मत्सराध्मातचेतसः सर्वेऽपि संभूय मद्विषयेषूपप्लवं विधास्यन्ति, ततोऽहं तेषामुपरि चतुरङ्गसेनयाऽविक्षेपेण यास्यामि, ततस्ते स्वबलावलेपवशेन मया सह सङ्ग्रामं करिष्यन्ति, ततो भविष्यति