________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૧૪૫ અનાદર દૃષ્ટિ છે. મિથ્યાત્વથી વ્યાપ્ત ચિત્તવાળા, તેવા પ્રકારના લોકો, કંઈક વિષયસુખના લેશને પામેલા એવા બાળ જીવોને આ પાપિષ્ઠ જીવ ક્રીડાનો વાસ થાય છે.
વિષયમાં અવિચારક હોવાથી બાલ અને પોતાની મળેલી સંપત્તિમાં અવિચારક એવા મિથ્યાત્વથી અધ્યાત ચિત્તવાળા કોઈક રીતે પ્રાપ્ત થયેલા વિષયસુખ લવવાળા તત્ત્વદૃષ્ટિથી બાલ એવા તેવા પ્રકારના લોકોને=જે જીવો ભગવાનના શાસનને પામ્યા નથી તેવા પ્રકારના જીવો મિથ્યાત્વથી અતિશય આકાંતચિત્તવાળા છે. તેથી આત્મહિત માટે બાલ જેવા છે અને કોઈક રીતે ભૂતકાળમાં પુણ્ય કરીને કંઈક ભૌતિક સામગ્રી પ્રાપ્ત કરી છે તેવા બાળ જીવોને આ પાપી જીવ કીડાનો આવાસ થાય છે.
દિક કારણથી, ધનના ગર્વથી ઉદ્ધત ચિત્તવાળા જીવો વડે તેવા પ્રકારનાં સામાન્ય કાર્યો કરનારા જીવો નાના પ્રકારે વિડંબના કરતા દેખાય છે અને પાપકર્મોના ફળની પ્રરૂપણાના અવસરમાં આવા પ્રકારનો જીવ મહાત્માઓ વડે દષ્ટાંતરૂપે કહેવાય છે તે આ પ્રમાણે – ભગવાન એવા સુસાધુ પાપકર્મને બતાવતા ભવ્યજીવોને સંવેગ ઉત્પન્ન કરાવવા અર્થે આવા પ્રકારના જીવોને જ દૃષ્ટાંતરૂપે બતાવે છે.
ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે ધર્મરૂપી ધન વગરનો એવો જીવ ક્વચિત્ બાહ્ય સમૃદ્ધિવાળો હોવા છતાં ભાવથી દરિદ્ર હોવાને કારણે અત્યંત પ્રશમરસવાળા મહાત્માઓને કૃપાનું સ્થાન બને છે અર્થાત્ તેઓને જોઈને તેઓને તેવા જીવ પ્રત્યે કરુણા જ થાય છે; કેમ કે ધર્મરૂપી ધન વગરનો આ જીવ સંસારમાં સર્વ કદર્થના પામે તેવી સ્થિતિવાળો છે. વળી, જેઓ મોક્ષને અનુકૂળ પરાક્રમ ફોરવનારા સરાગ સંયમવાળા સુસાધુઓ છે તેઓને પોતાનો મનુષ્યભવ સફળ છે, શુદ્ર જીવો જેવો પોતાનો મનુષ્યભવ નથી તે પ્રકારે પ્રશસ્તમાન વર્તે છે, તેથી ધર્મથી પરામુખ આરંભ-સમારંભ કરનારા જીવને જોઈને તે જીવ તેઓને માટે હાસ્યનું સ્થાન બને છે. અર્થાત્ તેઓ વિચારે છે કે ધર્મ માટે લેશ પણ પુરુષાર્થ નથી કરતા તેવા જીવોનું પુરુષપણું ક્યાં છે અર્થાત્ સર્વથા સત્ત્વહીન છે. આ પ્રકારે તેઓના નિષ્ફળ જીવનને જોઈને સુસાધુને જે અનાદર થાય છે તે જ તે લોકોનો ઉપહાસ છે. વળી, સંસારમાં ધનાઢ્ય લોકો સામાન્ય જીવો પ્રત્યે ઉપહાસ કરતા હોય છે તેની ઠેકડી ઉડાડતા હોય છે તેવી રીતે ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે આ ભિખારી જે ભવમાં અત્યંત સામાન્ય ભોગસામગ્રીવાળો છે તેને જોઈને ધનાઢ્ય લોકો તેની વિડંબના કરે છે. વળી, મહાત્માઓ જ્યારે પાપકર્મોનું વર્ણન કરવા બેસે ત્યારે ભગવાનના શાસનને નહીં પામેલા અને અતિપાપકર્મના ઉદયવાળા જીવોના જ દૃષ્ટાંતને બતાવે છે. જેથી પાપકર્મનું સાક્ષાત્ ફળ જોઈને યોગ્ય જીવોને સંવેગ થાય છે. ઉપનય :यत्पुनरवाचि यदुतअन्येऽपि बहवः सन्ति, रोरास्तत्र महापुरे। વત્ત તાદૃશ: પ્રાયો, નાતિ નિર્માવશેઘરારા રૂત્તિા