________________
૧૪૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ मानोऽत्यन्तसात्मीभूतप्रशमसुखरसानां भगवतां सत्साधूनां भवत्येव कृपास्थानं, क्लिश्यमानेषु सकलकालं करुणाभावनाभावितचित्तत्वात्तेषां, तथा मानिनामिव वीररसवशेन तपश्चरणकरणोद्यतमतीनां सरागसंयतानां भवत्येवायं जीवो हास्यस्थानं, धर्माख्यपुरुषार्थसाधनविकलस्य कीदृशी खल्वस्य पुरुषतेति तेषामनादरदृष्टेः । तथा बालानां मिथ्यात्वामातमनसां तथाविधलोकानां कथञ्चिदवाप्तविषयसुखलवानां भवत्येवायं पापिष्ठजीवः क्रीडनावासः, दृश्यन्ते हि धनगर्वोद्धरचित्तैस्तथाविधकर्मकरादयो नानाप्रकारं विडम्ब्यमानाः। तथा पापकर्मणां फलप्ररूपणावसरे भवत्ये(वै)वंविधो जीवो दृष्टान्तः, तथाहिभगवन्तः पापकार्याणि दर्शयन्तो भव्यजन्तूनां संवेगजननार्थमीदृशजीवानेव दृष्टान्तयन्तीति। ઉપનયાર્થ :
આ પ્રકારે સ્થિત હોતે છત=સર્વજ્ઞના શાસનની પ્રાપ્તિ પૂર્વે પ્રમક એવો ગ્રંથકારનો આત્મા ચારગતિઓમાં અસંતી વખતે અનેક પ્રકારની કદર્થનાઓ અનુભવ દ્વારા પરાવર્તન કરે છે એ પ્રમાણે સ્થિત હોતે છતે, તે દ્રમકતા વર્ણનમાં પૂર્વમાં કથા કહી તે કથાના દ્રમકતા વર્ણનમાં, જે કહેવાયું, શું કહેવાયું ? તે યદુતથી બતાવે છે –
શીત-ઉષ્ણ વેદના, મચ્છરોના સો, સુધા, પિપાસા આદિ ઉપદ્રવોથી બાધા પામતો તે ભિખારી મહાઘોર તરકની વેદનાની ઉપમાવાળો છે. એ પ્રમાણે કહેવાયું તે આ જીવરૂપ ભિખારીમાં સમાન રીતે જાણવું. ૧૨ા
તે નગરમાં અત્યંત દરિદ્ર એવો તે ભિખારી ઠંડી, ગરમી આદિ ઉપદ્રવોથી અત્યંત બાધા પામતો હતો તેથી નરકની વેદના જેવી પીડાના અનુભવવાળો છે તેમ કહ્યું તે સંસારી જીવમાં સમાન ઘટે છે; કેમ કે ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે ચાર ગતિઓમાં તે જીવ સતત અનેક બાધાઓથી દુઃખી દુઃખી થાય છે, પછી તુચ્છ બાહ્ય પુણ્ય હોય તો પણ અંતરંગ કષાયોથી સતત પીડાય છે, જેના ફળરૂપે સાક્ષાત્ નરકાદિની વેદનાઓ પણ અનેક વખત અનુભવે છે.
અને આથી જ જે કહેવાયું કે આ ભિખારી સંત પુરુષોને કૃપાનું સ્થાન જોવાયો, તેeતે ભિખારી, માની જીવોને હાસ્યનું સ્થાન જોવાયો અને બાળ જીવોને ક્રીડાનો આવાસ છે અને પાપકર્મનું દષ્ટાંત છે. I૧૨૮
તે આ પણ જીવમાં=સર્વજ્ઞની પ્રાપ્તિ પૂર્વેના સંસારી જીવમાં, સકલ પણ યોજન કરવું. તે આ પ્રમાણે – સતત અસાતાની દુ:ખની સંતતિના સમૂહથી ગ્રસ્ત દેખાતો આ જીવ અત્યંત સાત્મીભૂત પ્રશમસુખના રસવાળા ભગવાન સદ્ભાધુઓની કૃપાનું સ્થાન થાય છે, કેમ કે તેઓનું સદ્ભાધુઓનું, ક્લિષ્યમાન જીવોમાં સકળકાળ કરુણાભાવનાથી ભાવિત ચિતપણું છે અને મારીઓના જેવા વીરરસથી તપ, ચરણ, કરણમાં ઉધત મતિવાળા સરાગ સંયમવાળા સાધુઓને આ જીવ હાસ્યનું સ્થાન થાય જ છે. કેમ હાસ્યનું સ્થાન થાય છે ? તેથી હેતુ કહે છે – ધર્મ નામના પુરુષાર્થના સાધનથી વિકલ આની દ્રમકની, પુરુષતા કેવા પ્રકારની છે ? એ પ્રમાણે તેઓને=સરાગ સંયમવાળા મહાત્માઓને,