________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૧૪૩ કરીને પરલોકના હિતની ઉપેક્ષા કરે છે. કષાયોની વિડંબના વર્તમાનમાં થાય છે તે પણ દેખાતી નથી. માત્ર તુચ્છ વિષયોના સુખમાં વૃદ્ધિ કરીને અનર્થોની પરંપરાને જ પ્રાપ્ત કરે છે. અને તેને આ પ્રકારના કુવિકલ્પ મુખ્યરૂપે અંદરમાં વર્તતા કષાયોથી જ થાય છે. તોપણ કુશાસ્ત્રોનું શ્રવણ વગેરે પણ ક્યારેક તે પ્રકારના કુવિકલ્પો પ્રત્યે નિમિત્તભાવરૂપ બને છે. છતાં તે કુશાસ્ત્રો વગેરે રાગાદિની વૃદ્ધિ કરીને જ અનર્થોની પ્રાપ્તિ કરાવે છે. માટે વિવેકીએ તત્ત્વના વિષયમાં ગાઢ અજ્ઞાનરૂપ મોહનો નાશ કરવા જ યત્ન કરવો જોઈએ, છતાં ભગવાનના શાસનની પારમાર્થિક પ્રાપ્તિ પૂર્વે આ જીવમાં ગાઢ અંધકાર વર્તતો હોવાથી અનેક કુવિકલ્પો કરીને આરંભ-સમારંભની પ્રવૃત્તિઓ કરે છે. અને ઘણા કર્મના ભારથી ભારે થઈને ચારગતિઓમાં ભટકે છે તેમાં ક્યારેક તીર્થકરો આદિ પાસે દેવતા વગેરેને આવતા જોઈને તેવા સુખના અભિલાષવાળો થઈને બાહ્ય ધર્માનુષ્ઠાન કરે છે. તોપણ ગાઢ અજ્ઞાનતાને કારણે સંસારના બીજરૂપ અવીતરાગભાવની અનર્થકારિતાને તે જીવ લેશ પણ જાણી શકતો નથી. તેથી કંઈક ધર્માનુષ્ઠાન કરીને વિપર્યાસથી યુક્ત તે દેવભવમાં જાય છે અને ભોગમાં ગાઢ લિપ્સા કરીને ચારગતિઓમાં ફરે છે. ક્યારેક મનુષ્યભવને પામે છે ત્યારે પણ ગાઢ વિપર્યાસથી યુક્ત કોઈક રીતે પ્રાપ્ત થયેલા તે મનુષ્યભવને આરંભ-સમારંભમાં પ્રવર્તાવીને ચારગતિઓનાં પરિભ્રમણને પામે છે. વળી, વિપર્યાસથી યુક્ત પાપ કરીને ક્યારેક પભવને પામે છે. અને ક્યારેક અત્યંત ક્લિષ્ટભાવો કરીને મહાનરકોમાં અર્થાત્ ઘોર કદર્થના રૂપ નરકોમાં પડે છે.
આ રીતે ભગવાનના શાસનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવ દરેક ભવમાં તે તે ગતિમાં સંભવે એવી અનર્થોની પરંપરાને અનુભવ દ્વારા અનંતી વખત પરાવર્તન કરે છે. પરંતુ તે કદર્થનાનો અંત ક્યારેય પ્રાપ્ત કરી શકતો નથી. માટે વિવેકી પુરુષે સંસારના પરિભ્રમણના બીજરૂપ અને સર્વ અનર્થની પરંપરાના કારણભૂત રાગ-દ્વેષ અને વિપર્યાસરૂપ મિથ્યાત્વના પારમાર્થિક સ્વરૂપનું જ્ઞાન કરીને તેને ક્ષીણ કરવા યત્ન કરવો જોઈએ. આથી જ વિવેકસંપન્ન જીવો સતત ભગવાનના વચનના પરમાર્થને જાણવા યત્ન કરે છે. ભગવાનના વચનના પરમાર્થને જાણનારા સુસાધુઓની ઉપાસના કરે છે. અને રાગ-દ્વેષ, મોહથી પર એવા તીર્થકરોની પ્રતિમાની ભક્તિ કરીને તેમના તુલ્ય થવા માટે સદા યત્ન કરે છે.
ઉપનય :
एवञ्च स्थिते-यत्तद्रमकवर्णने प्रत्यपादि यदुत'शीतोष्णदंशमशकक्षुत्पिपासाधुपद्रवैः। बाध्यमानो महाघोरनारकोपमवेदनः।।१२७ ।। इति, तदत्र जीवरोरे समर्गलतरं मन्तव्यमिति अत एव च यदुक्तं- यदुत, असौ द्रमकः कृपास्पदं सतां दृष्टो, हास्यस्थानं स मानिनाम्। बालानां क्रीडनावासो, दृष्टान्तः पापकर्मणाम्।।१२८ ।। तदत्रापि जीवे सकलं योजनीयम्, तथाहि-सततमसातसंततिजम्बालग्रस्तोऽयं जीवो दृश्य