________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૧૪૧
ઉપનયાર્થ :
તેથી=સર્વજ્ઞની પ્રાપ્તિ પૂર્વે સંસારમાં ભટકતા દ્રમુકને ઉન્માદ આદિ અનેક રોગો હતા તેથી, આ જીવ=સંસારી જીવ, મિથ્યાત્વાદિ આ ભાવરોગો વડે વિહ્વળ કરાયેલો કંઈ જાણતો નથી.
શરીર સાથે અત્યંત અભેદ બુદ્ધિ હોવાથી માત્ર શરીરજન્ય અને માનાદિ કષાયજન્ય સુખોમાં જ સુખબુદ્ધિવાળો હોવાથી આત્માના પારમાર્થિક સુખોને સમજી શકે તેવી તેની ચેતના નષ્ટ થઈ ગઈ છે.
અને તેથી=સંસારી જીવ ભાવરોગોથી વિહ્વળ થયેલો છે. તેથી, જે આ હમણાં જ “ભક્ષ્યાભસ્ય વિશેષને જાણતો નથી' ઇત્યાદિ અનધ્યવસાયરૂપ મહાતમ પ્રતિપાદન કરાયું અને પરલોક નથી' ઈત્યાદિ જે વિપર્યાય વિકલ્પો પ્રતિપાદન કરાયા તે આ બંનેની પણ ઉત્પત્તિમાં કુતર્કગ્રંથ આદિ સહકારીકારણપણાથી ઉત્પાદકો છે. વળી, આ અંતરંગ રાગદ્વેષ, મોહાદિ ઉપાદાન કારણપણાથી જતકો છેઃબંનેના જનકો છે, તે કારણથી પૂર્વમાં કહેવાયેલી ચારગતિઓની પરિભ્રમણરૂપ પૂર્વમાં કહેવાયેલી, સર્વ અનર્થ પરંપરા પરમાર્થથી ગાઢતર આનાથી જન્ય પણ જાણવી=અંતરંગભાવરોગોથી જવ્ય પણ જાણવી.
જીવમાં મિથ્યાત્વાદિ મોહના પરિણામો અત્યંત વર્તે છે. ત્યારે ભક્ષ્ય શું છે ? અભક્ષ્ય શું છે ? કર્તવ્ય શું છે ? અકર્તવ્ય શું છે? તેના વિષયમાં કોઈ અધ્યવસાય થતો નથી. પરંતુ ઇન્દ્રિયજન્ય સુખ, શાતાજન્ય સુખ અને માનસન્માનઆદિ જન્ય રતિનું સુખ તેને સર્વસ્વ જણાય છે, તે મહાતમ સ્વરૂપ છે અર્થાત્ પોતાના નિરાકુલ સ્વરૂપને જોવામાં બાધક એવા મહાતમ સ્વરૂપ છે. વળી, ક્યારેક ‘પરલોક નથી' ઇત્યાદિ કુવિકલ્પો ઉત્પન્ન થાય ત્યારે કોઈક રીતે જીવનો તત્ત્વને અભિમુખ પરિણામ થયો હોય તો તે આ કુવિકલ્પોથી નાશ પામે છે અને હિતાહિતમાં અનધ્યવસાય રૂપ મહાતમ અને પરલોક નથી ઇત્યાદિ કુવિકલ્પો તે બંનેમાં કુતર્કગ્રંથો સહકારી કારણથી ઉત્પાદક છે; કેમ કે કુતર્કગ્રંથો વિપરીત બોધ કરાવીને તેવા કુવિકલ્પ કરાવે છે. વળી, આત્મામાં વર્તતા રાગ-દ્વેષ કે મોહના પરિણામો ઉપાદાન કારણપણાથી જ મહાતમ રૂપ કુવિકલ્પના જનક છે; કેમ કે ભોગમાં ગાઢ રાગ ભક્ષ્યાભઢ્ય આદિના અંધકારને ઉત્પન્ન કરે છે. અને તત્ત્વને જોવામાં મિથ્યાત્વમોહનીય કર્મોનો ક્ષયોપશમ નહીં થયો હોવાથી કુવિકલ્પો ઊઠે છે, માટે જીવને જે સંસારની અનર્થની પરંપરાની પ્રાપ્તિ થાય છે તે બધાનું કારણ આત્મામાં વર્તતા રાગ-દ્વેષ અને મિથ્યાત્વરૂપ મહામોહ જ કારણ છે, માટે સંસારની વિડંબનાથી પર થવાના અર્થી જીવે સતત તત્ત્વને જોવામાં બાધક એવા વિપર્યાસને અને તુચ્છ પદાર્થોમાં થતા રાગાદિભાવોની આકુળતાને જાણવા યત્ન કરવો જોઈએ અને આત્માના નિરાકુલ સ્વભાવ માટે સદા પ્રયત્ન કરવો જોઈએ.
વળી, કુશાસ્ત્રના સંસ્કારો ક્યારેક હોય છે. અર્થાત્ મનુષ્ય આદિ ભવોને પામીને કુશાસ્ત્ર આદિ સાંભળવાના પ્રસંગમાં પ્રાપ્ત થાય છે. વળી, મહાતમની અને કુવિકલ્પોની ઉત્પત્તિમાં આ રાગાદિ સકલ કાલ રહેલા છે.
આથી જ પશુઆદિ ભવોમાં, એકેન્દ્રિયાદિના ભવોમાં કુશાસ્ત્રનું શ્રવણ નહિ હોવા છતાં રાગાદિને