________________
૧૪૦.
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ કરવામાં ઉત્સાહિત થતા નથી. તેમ આત્માને માટે જલોદર જેવો પ્રમાદ દોષ છે. તેથી આત્માના હિતને કરવા માટે ઉચિત શાસ્ત્રઅધ્યયનાદિ ક્રિયામાં સંસારી જીવો ઉત્સાહિત થતા નથી. ભાવાર્થ :
સંસારરૂપી નગરમાં ભટકતા સર્વજ્ઞની પ્રાપ્તિની પૂર્વના પોતાના આત્માનું ભિખારી સ્વરૂપ બતાવ્યા પછી કહ્યું કે તે ભિખારીને નાના છોકરાઓ અનેક રીતે કદર્થના કરતા હતા તેમ સંસારી જીવોને આત્મામાં વર્તતા કવિકલ્પો અને કુવિકલ્પના નિષ્પાદક નિમિત્તો જીવને સતત હેરાન કરે છે. તેથી સંસારી જીવના આત્માને તે કુવિકલ્પો સતત જર્જરિત કરે છે અને તેના કારણે જ જીવ પોતાના હિતની વિચારણા કર્યા વગર મૂઢની જેમ ચારગતિઓમાં પરિભ્રમણ કરે છે અને તે ચારગતિઓમાં અનેક પ્રકારની કદર્થનાઓ પામે છે. તે સર્વ કદર્થનાઓનું કારણ આત્મામાં ઉત્પન્ન થતા કુવિકલ્પો છે અને સર્વજ્ઞના શાસનની પ્રાપ્તિ પૂર્વે તે કુવિકલ્પની કદર્થનાના બળથી સંસારી જીવો ચારગતિની વિડંબના ફરી-ફરી પ્રાપ્ત કરે છે અને દુઃખી દુઃખી થાય છે. વળી, કથાનકમાં કહેલ કે તે ભિખારીના શરીરમાં ઉન્માદાદિ અનેક રોગ હતા તેમ ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે જીવમાં મિથ્યાત્વરૂપી ઉન્માદ વર્તે છે તેથી જ આત્માની સ્વસ્થતા માટે શું કરવું ઉચિત છે તેનો લેશ વિચાર કર્યા વગર મૂઢની જેમ વર્તે છે. વળી તે ભિખારીના શરીરમાં જ્વર આદિ અનેક રોગો હતા તેમ સંસારી જીવોના આત્મામાં રાગ, દ્વેષ, આદિ અનેક રોગો વર્તે છે જેથી સંસારી જીવો સદા દુઃખી દુઃખી છે. ઉપનય :
ततश्चायं जीवो मिथ्यात्वादिभिरेतैर्भावरोगैविह्वलीकृतो न किञ्चिच्चेतयते ततश्च यदेतत् साम्प्रतमेव न जानीते कार्याकार्यविचारं, न लक्षयति भक्ष्याभक्ष्यविशेषमित्याद्यनध्यवसायरूपं महातमः प्रतिपादितं, ये च नास्ति परलोक इत्यादयो विपर्यासविकल्पाः प्रतिपादितास्तेऽस्य द्वयस्याप्युत्पत्तौ बाह्याः कुतर्कग्रन्थादयः सहकारिकारणभावनोत्पादकाः, एते तु रागद्वेषमोहादय आन्तरा उपादानकारणभावेन जनकाः, तस्मात्पूर्वोक्ता सर्वानर्थपरम्परा परमार्थतो गाढतरमेतज्जन्याऽपि विज्ञेया। किञ्च कुशास्त्रसंस्कारादयः कादाचित्काः, एते तु रागादयस्तदुत्पादने सकलकालभाविनः। अन्यच्च-कुदर्शनश्रवणादयो भवन्तोऽपि भवेयुर्वाऽनर्थपरम्पराकारणं न वेति व्यभिचारिणः, एते तु रागादयो भवन्तोऽवश्यतया महानर्थगर्तपातं कुर्वन्त्येव, नास्त्यत्र व्यभिचारो, यतस्तैरभिभूतोऽयं जीवः प्रविशति महातमोऽज्ञानरूपं, विधत्ते नानाविधविपर्यासविकल्पान्, अनुतिष्ठति कदनुष्ठानशतानि, सञ्चिनोति गुरुतरकर्मभारं, ततस्तत्परिणत्या क्वचिज्जायते सुरेषु, क्वचिदुत्पद्यते मानुषेषु, क्वचिदासादयति पशुभावं, क्वचित्पतति महानरकेषु। ततश्च-तदेव प्राक्प्रतिपादितस्वरूपं महादुःखसन्तानमनवरतमरघट्टघटीयन्त्रन्यायेनानन्तशोऽनुभवद्वारेण परावर्त्तयतीति।