________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૧૩૧
તેટલા વિષયો ભોગવે તોપણ તૃપ્ત થતો ન હતો તેથી અત્યંત ક્ષીણ શરીરવાળો જાણવો અર્થાત્ સર્વથા રત્નત્રયીરૂપ ભાવધાતુ ક્ષીણ થયેલી છે તેવો જાણવો.
જે પ્રમાણે આ ભિખારી કથામાં કહેલો ભિખારી, અનાથ કહેવાયો તે પ્રમાણે આ પણ જીવ સર્વજ્ઞરૂપ નાથની અપ્રાપ્તિ હોવાથી અનાથ જાણવો.
જેમ કોઈ ભિખારીને તેની ચિંતા કરનાર કોઈ નાથ ન હોય તો પશુની જેમ બધાથી તે કદર્થના પામે છે, તેમ જેઓને સર્વજ્ઞના સ્વરૂપનો લેશ પણ બોધ નથી તેથી ભાવથી સર્વજ્ઞના શરણને સ્વીકાર કરી શકતા નથી તેવા અશરણ જીવોને કર્મો જે જે કદર્થના કરે છે, તેનાથી કોઈ તેનું રક્ષણ કરી શકતું નથી.
જે પ્રમાણે કથામાં તે ભિખારી ભૂમિમાં સૂવાને કારણે ત્રણેય પાસાંએથી અત્યંત ઘસાયેલ કહેવાયો તે પ્રમાણે આ જીવ પણ સદા અતિ કઠોર પાપ ભૂમિ પર આલોટવાને કારણે અત્યંત ક્ષીણ થયેલા સર્વાગવાળો જાણવો.
જેમ ભિખારીઓ પાસે સૂવાનું કોઈ સારું સ્થાન નથી હોતુ ત્યારે ગમે તેવી ભૂમિ ઉપર સૂઈને રાત્રિ પસાર કરે છે, તેથી તેના શરીરનાં અંગો સર્વ બાજુએથી ઘસાયેલાં હોય છે, તેમ જે જીવોને પરમાર્થથી ભગવાનનું શાસન પ્રાપ્ત થયું નથી. તેઓનું ચિત્ત આરંભ-સમારંભ પ્રવૃત્તિવાળું કે મૂચ્છિત જીવો જેવી પ્રવૃત્તિવાળું હોય છે. જે અતિકઠોર પાપભૂમિ છે, તેના ઉપર આલોટવાને કારણે તે જીવો બાહ્યથી સમૃદ્ધિવાળા હોય, ભોગવિલાસ કરતા હોય તો પણ તેમનો આત્મારૂપ દેહ બધાં પાપોથી નષ્ટપ્રાયઃ જેવો થયેલો છે. જેથી અનેક જાતની યાતનાઓ તે જીવોને પ્રાપ્ત થાય છે.
જે પ્રમાણે આ ભિખારી ધૂળથી ખરડાયેલાં સર્વ અંગવાળો બતાવાયો તે પ્રમાણે આ પણ જીવ બધ્યમાનપાપ પરમાણુ રૂપી ધૂળથી ખરડાયેલા સમસ્ત શરીરવાળો જાણવો.
દૃષ્ટાંતમાં બતાવેલ ભિખારી રસ્તામાં સૂતો હોવાને કારણે ધૂળથી ખરડાયેલા શરીરવાળો કથાનકમાં બતાવ્યો તે પ્રમાણે ભાવથી સર્વજ્ઞના શાસનની પ્રાપ્તિ પૂર્વે સંસારી જીવ સતત બાહ્ય પદાર્થોમાં સંશ્લેષ કરીને પાપ પરમાણુઓ બાંધે છે જેનાથી તેનો આત્મારૂપી દેહ અત્યંત મલિન જણાય છે.
જે રીતે આ ભિખારી ચીંથરાઓનાં જાળાંઓથી લપેટાયેલો કહેવાયો તે પ્રમાણે આ પણ જીવ મહામોહની કલારૂપ ચીંથરાની પતાકાઓથી ચારે બાજુથી પરિકરિતમૂર્તિવાળો, અત્યંત બીભત્સદર્શનવાળો વર્તે છે=દષ્ટાંતમાં બતાવેલ ભિખારી શરીરથી જ ચીંથરાથી લપેટાયેલો બીભત્સ દેખાતો હતો. તેમ તત્વની પ્રાપ્તિ પૂર્વે વૈભવ સંપન્ન પણ સંસારી જીવ બાહ્યથી રૂપસંપન્ન હોય તોપણ અત્યંત મોહને કારણે વિપરીત બુદ્ધિવાળો હોવાથી ભાવથી મોહનાં ચીંથરાંઓથી તેનો આત્મા ચારે બાજુ ઘેરાયેલો છે તેથી વિચારકને તે જીવ અત્યંત બીભત્સ દેખાય છે, જે પ્રમાણે આ દ્રમક નિંદાતો=લોકોથી નિંદા કરાતો, અને દીન કહેવાયોકકથાનકમાં કહેવાયો, તે પ્રમાણે આ પણ જીવ પ્રાપ્ત થયેલા વિવેકવાળા સજ્જનો વડે નિંદાય છે અને ભય-શોકાદિ ક્લિષ્ટકર્મથી પરિપૂર્ણ હોવાને કારણે અત્યંત દીન જાણવો.