________________
૧૩૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
विवेकाभावे कुचेष्टाः ततश्च तैर्जर्जरितशरीरोऽयं जीवो न जानीते कार्याकार्यविचारं, न लक्षयति भक्ष्याभक्ष्यविशेषं, नाकलयति पेयापेयस्वरूपं, नावबुध्यते हेयोपादेयविभागं, नावगच्छति स्वपरयोर्गुणदोषनिमित्तमपीति। ततोऽसौ कुतर्कश्रान्तचित्तश्चिन्तयति -नास्ति परलोको, न विद्यते कुशलाकुशलकर्मणां फलं, न संभवति खल्वयमात्मा, नोपपद्यते सर्वज्ञः, न घटते तदुपदिष्टो मोक्षमार्ग इति, ततोऽसावतत्त्वाभिनिविष्टचित्तो हिनस्ति प्राणिनो, भाषतेऽलीकमादत्ते परधनं, रमते मैथुने, परदारेषु वा, गृह्णाति परिग्रह, न करोति चेच्छापरिमाणं, भक्षयति मांसास्वादयति मद्यं, न गृह्णाति सदुपदेशं, प्रकाशयति कुमार्ग, निन्दति वन्दनीयान्, वन्दतेऽवन्दनीयान्, गच्छति स्वपरयोर्गुणदोषनिमित्तं, वदति परावर्णवादमाचरति समस्तपातकानीति। ઉપનયાર્થ :
વળી જે દુર્દાત્ત બાળકોનો સમૂહ લાકડી, મૂઠી, મોટાં ઢેફાંઓના પ્રહારથી ક્ષણે-ક્ષણે તાડન કરતા, તે ભિખારીના શરીરને જર્જરિત કરે છે. એ પ્રમાણે કથાનકમાં બતાવ્યું તે આ જીવતા કુવિકલ્પો અને તે કુવિકલ્પના સંપાદક કુતર્કગ્રંથો અને તે ગ્રંથોના રચનારા કુતીર્થિકો જાણવા.
તે ભિખારી અત્યંત દીન હોવાથી કુતૂહલ પ્રિય એવા નાના છોકરાઓ સતત તેને કોઈક લાકડીથી, કોઈક મૂઠીથી, કોઈક ઢેફાથી પ્રહાર કરીને તે ભિખારીને અતિ દુઃખિત કરતા હતા તેમ ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે નિરર્થક વિચારરૂપ કુવિકલ્પો, તેના સંપાદન કરનારા કુતર્કગ્રંથો અને તે ગ્રંથોને બતાવનારા કુતીર્થિકો તે જીવને સતત કદર્થના કરીને તે રીતે દુઃખી કરતા હતા જેથી તે જીવ તત્ત્વની પ્રાપ્તિને અભિમુખ થઈ શકતો ન હતો અને દુઃખી દુઃખી સંસારમાં પરિભ્રમણ કરતો હતો.
હિં=જે કારણથી, તેઓ=પ્રહાર કરનારા કુવિકલ્પ આદિ એવા તે ત્રણમાંથી કોઈપણ, જ્યારે જ્યારે આ જીવને વરાત=રાંકડો, જુએ છે=તત્વને સ્વપ્રજ્ઞાથી વિચારી શકે તેવી મતિ નથી પરંતુ શુભ ઉપદેશ મળે તો કદાચ તત્વ સમ્મુખ થાય તેવો હોય અને કુઉપદેશ મળે તો અતત્વ તરફ થાય તેવો હોય તેવા વરાકને કે તત્વ સન્મુખ ન થાય તેવા વરાકને જુએ છે, ત્યારે કુહેતુરૂપ સેંકડો મુગરના ઘાતના પાપ વડે આનું=સંસારી જીવનું, તત્ત્વાભિમુખ શરીર જર્જરિત કરે છે.
અથડાતા, કુટાતા કોઈક રીતે જીવ તત્ત્વને અભિમુખ થાય તેવા કંઈક અલ્પકર્મવાળો થયો હોય તેવા પણ જીવોને ક્યારેક સ્વાભાવિક કુવિકલ્પો ઊઠે છે જેથી તત્ત્વાભિમુખતા નાશ પામે છે, ક્યારેક કુવિકલ્પોને પ્રાપ્ત કરાવનારા કુતર્કગ્રંથો તેને પ્રાપ્ત થાય છે, જેનાથી તેનું તત્ત્વભિમુખ શરીર વિનાશ પામે છે, તો વળી ક્યારેક કુતર્કોને કરાવનારા કુતીર્થિકો અન્યદર્શનમાં રહેલા કે સ્વદર્શનમાં પણ રહેલા જીવને અયથાર્થ ઉપદેશ આપીને તેના તત્ત્વાભિમુખ શરીરનો નાશ કરે છે.