________________
૧૩૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ કથાનકમાં કહેવાયેલો ભિખારી અત્યંત બીભત્સ હોવાથી લોકો તેને “આ મૂર્ખ છે' એમ કહીને નિંદા કરતા હતા અને તે ભિખારી દીનની જેમ બધા પાસે યાચના કરતો હતો, તેથી દીન દેખાતો હતો, તેમ ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે ગ્રંથકારશ્રીનો પણ સંસારી જીવ વિવેકી લોકો વડે નિંદાપાત્ર હતો. અર્થાત્ આ જીવ મનુષ્યભવને પામીને લેશ પણ આત્માનું હિત સાધતો નથી, પરંતુ મૂઢની જેમ ભોગવિલાસમાં જ રક્ત છે માટે ભિખારીની જેમ તેનો મનુષ્યભવ નિષ્ફળ છે. વળી, સંસારમાં જેમ તે ભિખારી દીન હતો તેમ ભગવાનના શાસનની પ્રાપ્તિ પહેલાં વૈભવસંપન્ન પણ જીવ બાહ્ય નિમિત્તો પ્રમાણે જ ભાવો કરનાર હોવાથી ભય-શોકાદિ ક્લિષ્ટકર્મોથી પરિપૂર્ણ છે તેથી કોઈક વિષમ સંયોગ પ્રાપ્ત થાય ત્યારે સ્પષ્ટ દીનતા દેખાય છે માટે તત્ત્વદૃષ્ટિથી તેઓ કલ્યાણને નહીં જોનારા હોવાથી અત્યંત દીન છે.
જે પ્રમાણે આ ભિખારી તે નગરમાં સતત ઘરે-ઘરે ભિક્ષા માટે ભટકે છે એ પ્રમાણે કથામાં કહેવાયું તે પ્રમાણે આ પણ જીવ સંસારરૂપી નગરમાં અપર-અપર જન્મરૂપ ઊંચા-નીચાં ઘરોમાં વિષયરૂપી કદત્તની આશારૂપી પાશથી વશ કરાયેલો સતત ભમે છે.
કથાનકમાં કહેલો ભિખારી ભિક્ષા માટે જેમ ઘરે-ઘરે ભટકે છે, તેમ સંસારી જીવ અન્ય-અન્ય ભવોમાં ક્યારેક શ્રીમંત કુળમાં જન્મે છે, ક્યારેક દરિદ્ર કુળમાં જન્મે છે, ક્યારેક નરકમાં જન્મે છે, ક્યારેક દેવગતિમાં જન્મે છે, તે સર્વ ભવોમાં આત્માની પ્રકૃતિને ખરાબ કરનાર એવા કુત્સિત ભોજનરૂપ પુદ્ગલના ભોગો પ્રાપ્ત કરવાની ઇચ્છાને વશ થઈને સતત તે તે ભવોમાં ભમે છે.
જે વળી તે ભિખારીનો ભિક્ષાનો આધાર ઘટનું ઠીકરું કહેવાયું તે આ જીવરૂપી ઢમકનું આયુષ્ય જાણવું. જે કારણથી તે જ=આયુષ્ય જ, તેના ઉપભોગનો=વિષયરૂપી કદન્ન આદિના અને ચારિત્રરૂપી મહાકલ્યાણરૂપ પરમાન્નના ઉપભોગવો, આશ્રય વર્તે છે.
દૃષ્ટાંતમાં બતાવેલ ભિખારી ઘટનું ઠીકરું લઈને ભીખ માંગવા જાય છે. તેમ સંસારી જીવ આયુષ્યરૂપી ઠીકરું લઈને દરેક ભવમાં તેના ભોગની સામગ્રીરૂપ ભોજનને પ્રાપ્ત કરે છે અને તે આયુષ્યરૂપી ઠીકરું વિષયરૂપી ખરાબ ભોજનનો પણ આધાર છે અને ચારિત્રરૂપી મહાપરમાન્નનો પણ આધાર છે, તેથી જેઓ મનુષ્ય આયુષ્યને પામીને માત્ર વિષયમાં લંપટ થાય છે તેઓ તે ઠીકરામાં કુત્સિત ભોજન મેળવે છે અને જેઓ દેહના બળથી જ તત્ત્વનું ભાવન કરીને આત્માને મોહથી અનાકુળ કરવા યત્ન કરે છે તેઓ સ્વસ્થ અવસ્થારૂપ ચારિત્રનું ભાન બને છે.
અને જે રીતે તેને જ ગ્રહણ કરીને=આયુષ્યરૂપી ઠીકરાને ગ્રહણ કરીને, ફરી-ફરી આ સંસારનગરમાં આ જીવ પર્યટન કરે છે એથી આયુષ્ય જ તેનું સુંદર કે અસુંદર ભોજનનું ભાજન છે એમ અવય છે. ભાવાર્થ :
તે સંસારનગરમાં વિપર્યાસ બુદ્ધિવાળો ગ્રંથકારશ્રીનો આત્મા કેવો છે. તે બતાવ્યાં પછી જેમ તે કથાનકમાં તે ભિખારી અતિદરિદ્ર, ધન કમાવાની શક્તિ વગરનો હતો, ભૂખ્યા એવા તે ભિખારીને પૂરતું ભોજન મળતું ન હોવાથી ક્ષીણ શરીરવાળો હતો, તેમ સંસારી જીવ ધર્મની પ્રાપ્તિ પૂર્વે ગુણસંપત્તિરૂપ ધન વગરનો