________________
૧૩૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ रहितो विज्ञेयः। यथाऽसौ द्रमकः क्षुत्क्षामशरीरस्तथाऽयमपि जीवः सकलकालं विषयबुभुक्षाऽनिवृत्तेरत्यन्तकर्षितशरीरो ज्ञातव्यः। यथाऽसौ रोरोऽनाथः कथितस्तथाऽयमपि जीवः सर्वज्ञरूपनाथाप्रतिपत्तेरनाथो द्रष्टव्यः । यथाऽसौ द्रमको भूमिशयनेन गाढं घृष्टपार्श्वत्रिकः प्रतिपादितस्तथाऽयमपि जीवः सदाऽतिपरुषपापभूमिविलोठनेन नितरां दलितसमस्ताङ्गोपाङ्गो द्रष्टव्यः । यथाऽसौ द्रमको धूलिधूसरसर्वाङ्गो दर्शितस्तथाऽयमपि जीवो बध्यमानपापपरमाणुधूलिधूसरसमस्तशरीरो विज्ञेयः। यथाऽसौ रोरश्चीरिकाजालमालितो गदितस्तथाऽयमपि जीवो महामोहकलालक्षणाभिर्लघुचेलपताकाभिः समन्तात्परिकरितमूर्तिरतीवबीभत्सदर्शनो वर्त्तते। यथाऽसौ द्रमको निन्द्यमानो दीनश्चाख्यातस्तथाऽयमपि जीवोऽवाप्तविवेकैनिन्द्यते सदभिः, भयशोकादिक्लिष्टकर्मपरिपूर्णतया चात्यन्तदीनो विज्ञेयः। यथाऽसौ तत्र नगरेऽनवरतं गृहे गृहे भिक्षां पर्यटतीत्युक्तस्तथाऽयमपि जीवः संसारनगरेऽपरापरजन्मलक्षणेषु उच्चावचेषु गेहेषु विषयकदन्नाशापाशवशीकृतोऽनवरतं भ्रमतीति। यत्पुनस्तस्य भिक्षाधारं घटकर्परमाख्यातं तदस्य जीवद्रमकस्यायुष्कं विज्ञेयं, यतस्तदेव तदुपभोग्यस्य विषयकदन्नादेश्चारित्रमहाकल्याणकादेश्चाश्रयो वर्त्तते, यतश्च तदेव गृहीत्वा भूयो भूयोऽस्मिन् संसारनगरेऽयं जीवः पर्यटतीति। ઉપનયાર્થ :
જે પ્રમાણે આ દ્રમક દારિત્ર્યથી ઉપહત છે, તે પ્રમાણે આ પણ જીવ=ગ્રંથકારશ્રીનો આ જીવ, સદ્ધર્મની કોડિમાત્રથી પણ શૂન્યપણું હોવાથી દારિત્ર્યથી આક્રાન્તમૂર્તિ છે.
જેમ કોઈ ભિખારી પાસે લેશ પણ ધન ન હોય તો તે અત્યંત દરિદ્ર કહેવાય છે તેમ જેઓને માત્ર બાહ્યપદાર્થો જ સુખનાં સાધનો છે, તેવી સ્થિર બુદ્ધિ છે, તેના કારણે આત્માના કષાયોની વિહ્વળતાને લેશ પણ જોવાને અભિમુખ થયા નથી, તેવા ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વના જીવો ધનાઢય હોય તોપણ ધર્મરૂપી ધન વગરના હોવાથી દારિદ્રયથી આક્રાન્તમૂર્તિ છે.
જે પ્રમાણે આ ભિખારી=પૂર્વમાં વર્ણન કરાયેલી કથામાં બતાવેલો ભિખારી, પુરુષાર્થવિકલ છે, તે પ્રમાણે આ પણ જીવ=ધર્મની પ્રાપ્તિ પૂર્વનો ગ્રંથકારશ્રીનો જીવ, સ્વકર્મના હેતુના ઉચ્છેદના વીર્યથી વિકલપણું હોવાને કારણે પુરુષકાર રહિત જાણવો. અર્થાત્ જેમ, અતિદરિદ્ર એવા ભિખારીમાં ધન અર્જતની શક્તિ નથી, તેમ પોતાના આત્મા ઉપર લાગેલાં અનર્થકારી એવાં ઘાતકર્મોના હેતુ એવા મિથ્યાત્વાદિભાવોના ઉચ્છેદનું વીર્ય જેઓમાં નથી, તેઓ ધર્મરૂપી ધન કમાવા માટે પુરુષકાર રહિત જાણવા. જે પ્રમાણે આ ભિખારીકકથામાં કહેલો આ ભિખારી, સુધાથી ક્ષીણ થયેલા શરીરવાળો હતો તે પ્રમાણે આ પણ જીવ હંમેશાં વિષયરૂપી ભૂખની અનિવૃત્તિને કારણે અત્યંત ક્ષીણ થયેલા શરીરવાળો જાણવો.
જેમ તે ભિખારીને આહારની પ્રાપ્તિના અભાવને કારણે ક્ષીણ થયેલું શરીર હતું તેમ ધર્મની પ્રાપ્તિ પૂર્વે આ જીવને પણ બાહ્ય વિષયોની ઇચ્છા સહેજ પણ શાંત થતી નહોતી, પરંતુ ભસ્મ રોગવાળાની જેમ ગમે