________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૧૨૯ અનંત દુઃખના હેતુ છે તે વિષયોને પ્રાપ્ત કરીને પરિતોષ પામે છે, જે વિપર્યાસનું કાર્ય છે. વળી, કષાયો જીવને તત્કાલ જ વ્યાકુળ કરનારા હોવા છતાં અને અનર્થની પરંપરાને કરનારા હોવા છતાં બંધુ જેવા લાગે છે. આથી જ રાગ મધ જેવો લાગે છે. વળી, ક્રોધ કાર્યનો સાધક છે, તેમ જણાય છે. માનાદિવૃત્તિ પ્રીતિને કરનાર બને છે, તે સર્વ વિપર્યાસરૂપ છે. વળી, બાહ્યપદાર્થોમાં સુખબુદ્ધિ કરીને કષાયોથી અને કર્મોથી થતી આત્માની વિડંબનાને જોવા માટે અસમર્થ થાય છે તે અંધપણું છે તો પણ હું કુશળતાપૂર્વક ધનાદિ અર્જન કરી શકું છું તેમ માનીને પોતાના મિથ્યાત્વને પટુષ્ટિરૂપે માને છે, જે વિપર્યાસરૂપ છે. વળી, પાપની અવિરતિ નરકપાતનો હેતુ હોવા છતાં ધનાદિની પ્રાપ્તિનું કારણ છે, તેમ માનીને પ્રમોદનું કારણ જાણે છે, જે વિપર્યાય રૂપ છે. વળી, નિદ્રા વિકથા આદિ પ્રમાદનો સમુદાય મનુષ્યભવને નિરર્થક કરીને અનર્થની પરંપરાને કરનાર હોવા છતાં અતિસ્નિગ્ધમિત્ર જેવો માને છે. વળી, દુષ્ટ એવા મન, વચન, કાયાના યોગો સંસારના ભાવોથી સતત આત્માને વાસિત કરનાર હોવાથી, ધર્મરૂપી ધનને હરણ કરનાર ચોરટા જેવા છે. છતાં પોતાના દુષ્ટ મન, વચન, કાયાના યોગોથી વૈભવ મળે છે માટે ઘણું ધન કમાનારા પુત્ર જેવા તે દુષ્ટ મન, વચન, કાયાના યોગો સંસારી જીવને જણાય છે તે વિપર્યાસ છે. વળી, પુત્રાદિ સર્વ પરિવાર આત્માને ગાઢ બંધન કરનાર હોવા છતાં પણ આલ્લાદનાં કારણ જણાય છે, આ સર્વવિપર્યાસને કારણે તે ભિખારી સંસારમાં વિપરીત બુદ્ધિવાળો હતો, તેમ કહેલ છે. ભાવાર્થ :
પૂર્વમાં સંસારરૂપી નગર કેવું છે, તે બતાવ્યું. ત્યારપછી સંસારરૂપી નગરમાં ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે જીવ પુણ્યના ઉદયથી મનુષ્ય પામેલો હોય, રૂપસંપન્ન હોય, ધનાઢ્ય હોય તોપણ તત્ત્વને જોવાની નિર્મળદષ્ટિનું કારણ બને તેવા પુણ્યથી રહિત હોવાને કારણે ભિખારી જેવો છે અને સંસારમાં ભટકતા ભિખારીઓ ભૂખ્યા એકલા અટૂલા દુઃખી દુઃખી ફરતા હોય છે તેના જેવો બાહ્યથી પોતે ન પણ હોય તોપણ પરમાર્થની દૃષ્ટિએ તો ધર્મની પ્રાપ્તિ પૂર્વે સંસારી જીવ તેવો છે. આથી જ મોટા પેટવાળા દ્રમુકની જેમ આ સંસારી જીવ સદ્ગતિનું કારણ બને તેવા પુણ્યાનુબંધી પુણ્ય વગરનો છે અને જેમ તે ભિખારી ખરાબ ભોજન કરીને વિપરીત બુદ્ધિવાળો હોય છે, તેમ આ સંસારી જીવ પણ અસાર એવા બાહ્ય ભાવોમાં આનંદ લેવાની વૃત્તિવાળો હોવાથી વિપરીત બુદ્ધિવાળો છે. તેથી જે જે ભાવો પોતાને અહિત કરનારા છે તે તે ભાવો તેને સુંદર જણાય છે, જેમ ધાતુ વિપર્યય નામના રોગીને કુપથ્ય જ સુખનું કારણ જણાય છે, તેથી તે કુપથ્ય સેવીને જ અધિક અધિક દુઃખી થાય છે, છતાં તેને તે કુપથ્યથી મને સુખ થાય છે, તેમ ભ્રમ થાય છે. તે રીતે ભગવાનના શાસનના પરમાર્થની પ્રાપ્તિ વગરના જીવોને પોતાની અહિતકારી પ્રવૃત્તિ હિતકારી જ જણાય છે. ઉપનય :
यथाऽसौ द्रमको दारिद्र्योपहतस्तथाऽयमपि जीवः सद्धर्मवराटिकामात्रेणापि शून्यत्वाद्दारिद्र्याक्रान्तमूर्तिः। यथाऽसौ रोरः पौरुषविकलस्तथाऽयमपि जीवः स्वकर्महेतूच्छेदवीर्यविकलतया पुरुषकार