________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવના
૧૨૩ તેઓ તત્ત્વને જાણનારા છે. અને તેઓને પોતાનો આત્મા વર્તમાનમાં દુઃખી ન થાય, ભાવિમાં દુઃખની પરંપરાને પ્રાપ્ત ન કરે અને સાધના કરીને પૂર્ણ સુખમય મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરે એ પ્રમાણેની ઉચિત પ્રવૃત્તિ રૂપ પોતાના કલ્યાણમાં અભિનિવેશ હોય છે. અર્થાત્ એ પ્રકારે જ પ્રયત્ન કરવાનો દઢ આગ્રહ હોય છે. આથી જ તત્ત્વને જાણનારાઓ હંમેશાં તત્ત્વથી આત્માને ભાવિત રાખે છે. જેથી તેઓની મન, વચન, કાયાની સર્વ પ્રવૃત્તિ મોક્ષના પ્રયોજનવાળી બને, આથી જ તત્ત્વથી ભાવિત અવિરત સમ્યગ્દષ્ટિ પણ કામની ઇચ્છા થાય ત્યારે “સત્સં ઝામ વિષે વામ” ઇત્યાદિ કામના અનર્થકારી સ્વરૂપનું ભાવન કરે છે. આ રીતે શાસ્ત્રવચનનોથી આત્માને ભાવિત કરીને જો વિકાર શાંત થતા હોય તો વિકારના ક્લેશથી આત્માનું રક્ષણ કરવા યત્ન કરે છે અને તે પ્રકારે ભાવન કરવા છતાં વિકાર શાંત ન થાય તો ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને વિકારમાં ચિત્ત સંશ્લેષ ન પામે, પરંતુ ઇચ્છાની આકુળતા શાંત થાય તે રીતે સંવેગપૂર્વક ભોગાદિની પ્રવૃત્તિ કરે છે. જેથી ગુણસ્થાનકત ધ્રુવબંધી પ્રકૃતિ સિવાય અન્ય કોઈ પાપપ્રકૃતિનો બંધ થાય નહીં, પરંતુ મોક્ષને અનુકૂળ એવા પુણ્યાનુબંધી પુણ્યનો જ બંધ થાય છે. તેથી સમ્યગ્દષ્ટિ આદિ જીવો પ્રાયઃ આત્માને તત્ત્વથી ભાવિત રાખે છે. છતાં ક્યારેક તત્ત્વથી પ્રભાવિતદશા હોય ત્યારે મનમાં કલ્યાણનું કારણ ન હોય તેવા નિરર્થક વિકલ્પો પણ ઊઠે છે, આથી પ્રમાદને વશ હોય ત્યારે ભોગાદિની ઇચ્છા થાય છતાં તેના નિવર્તન માટે “સત્સં મરિ"નું સ્મરણ ન પણ થાય તોપણ બહુલતાએ તે મહાત્માઓ તરત જાગૃત થઈને નિરર્થક વિકલ્પોનું નિવર્તન કરવા યત્ન કરે છે, તો પણ નિરર્થક વિકલ્પોનું નિવર્તન ન થાય તો તે નિરર્થક વિકલ્પોને અનુરૂપ એવા નિરર્થક વચનનો પ્રયોગ કરીને પોતાના વિકારોની વૃદ્ધિ કરતા નથી. વળી
ક્યારેક અતત્ત્વજ્ઞ જીવોની વચ્ચે બેસવાનો પ્રસંગ હોય તો સહસા બોલવાનો પ્રસંગ પ્રાપ્ત થાય તોપણ નિરર્થક ચેષ્ટા કરીને પોતાના મનુષ્યભવને નિષ્ફળ કરતા નથી. માટે તત્ત્વવેદીમાં પોતાનો અંતર્ભાવ કરવાની ઇચ્છાવાળા જીવોએ સદા સર્વ પ્રકારથી પોતાની મન, વચન, કાયાની પ્રવૃત્તિ પોતાના આત્માના હિતને અનુકૂળ છે કે નહીં તેનો નિર્ણય કરવા યત્ન કરવો જોઈએ. અને તત્ત્વને જાણનારા એવા કલ્યાણમિત્રો આદિ પાસે પોતાની મન, વચન, કાયાની પ્રવૃત્તિ જે પ્રકારે દિવસ દરમ્યાન થાય છે. તેને પ્રગટ કરીને તેઓના વચનના બળથી અનુચિત પ્રવૃત્તિથી પોતાનું રક્ષણ કરવા યત્ન કરવો જોઈએ.
વળી પોતાની કઈ પ્રવૃત્તિ નિરર્થક છે, કઈ પ્રવૃત્તિ સાર્થક છે તેનો યોગ્ય જીવને બોધ કરાવવા અર્થે જ ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથ રચેલ છે તેથી જ યોગ્ય જીવને આ ગ્રંથ સાંભળવાનો અનુરોધ ગ્રંથકારશ્રી કરે છે.
ઉપનય :
संसृतेः नगरकल्पना तत्र यत्तावद् अदृष्टमूलपर्यन्तं नाम नगरमनेकजनाकुलं सदास्थायुकमाख्यातं सोऽयमनादिनिधनोऽविच्छिन्नरूपोऽनन्तजन्तुव्रातपूरितः संसारो द्रष्टव्यः, तथाहि-युज्यतेऽस्य नगरस्य नगरता कल्पयितुं, यतोऽत्र धवलगृहायन्ते देवलोकादिस्थानानि, हट्टमार्गायन्ते परापरजन्मपद्धतयः, विविधपण्यायन्ते नानाकारसुखदुःखानि, तदनुरूपमूल्यायन्ते बहुविधपुण्यापुण्यानि, विचित्र