________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
रंकभिक्षादानप्रयत्नः બ્લોક :
अथादरवशात्तूर्णं, तस्य मूलमुपागमत् । एह्येहि दीयते तुभ्यमित्येवं तमवोचत ।।१८४।।
રંકને ભિક્ષાના દાનનો પ્રયત્ન શ્લોકાર્ચ -
હવે આદરના વશથી જલ્દી તેની પાસે દ્રમકની પાસે, (ધર્મબોધકર) આવ્યા (તથા) આવ, આવ, તને અપાય છે એ પ્રમાણે તેને દ્રમુકને, કહ્યું. ૧૮૪ll શ્લોક :
कदर्थनार्थमायाताः पश्चाल्लग्नाः सुदारुणाः ।
दुर्दान्तडिम्भा ये तस्य, दृष्ट्वा तं ते पलायिताः ।।१८५।। શ્લોકાર્ચ -
જે કદર્થના કરવા માટે આવેલા, તેની પાછળ પડેલા, અત્યંત ભયંકર, દુઃખે કરીને દમન કરી શકાય એવા બાળકો હતા તેઓ તેને જોઈને ધર્મબોધકરને જોઈને, નાસી ગયા. ૧૮પી બ્લોક :
भिक्षाचरोचिते देशे, स तं नीत्वा प्रयत्नतः ।
धर्मबोधकरस्तस्मै, दानाय जनमादिशत् ।।१८६।। શ્લોકાર્ચ - ભિક્ષાચરોને ઉચિત દેશમાં પ્રયત્નથી તેને લઈ જઈને તે ધર્મબોધકરે તેને આપવા માટે માણસને આદેશ કર્યો. II૧૮૬ શ્લોક -
अथास्ति तद्दया नाम, दुहिता तस्य सुन्दरा ।
सा तद्वचनमाकर्ण्य, संभ्रमेण समुत्थिता ।।१८७।। શ્લોકાર્થ :
હવે તેની=ધર્મબોધકરની, તદ્દયા નામની સુંદર પુત્રી છે તે તેના વચનને સાંભળીને સંભ્રમથી ઊઠી. II૧૮II