________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ - અને તેથી હે નાથ ! તમે તે રીતે ઉત્તમ યત્નને કરો જે રીતે મારા દેહ વિશે સ્વપ્નમાં પણ પીડા
ઉત્પન્ન ન થાય. II૩૬૫II
શ્લોક :
स प्राह वत्स ! ते पीडा, जायतेऽपथ्यसेवनात् ।
इयं तु तद्दया व्यग्रा, कर्मान्तरनियोगतः ।।३६६।। શ્લોકાર્ચ -
તેણે=ધર્મબોધકરે, કહ્યું - હે વત્સ ! તને પીડા અપથ્યના સેવનથી થાય છે, વળી આ તથા બીજા કાર્યમાં રોકાયેલી હોવાથી વ્યગ્ર છે. ll૩૬૬ll શ્લોક :
या वारणं विधत्ते ते, सदैवापथ्यमश्नतः ।
यदि स्यात्तादृशी काचित्, क्रियते परिचारिका ।।३६७।। શ્લોકાર્ય :
અપથ્યને ખાતા એવા તને જે હંમેશાં જ વારણ કરે જો હોય, તો તેવા પ્રકારની કોઈ પરિચારિકા કરાય છે. ll૩૬૭ી શ્લોક :
केवलं त्वमनात्मज्ञः, पथ्यसेवापराङ्मुखः ।
कदनभक्षणोद्युक्तस्तस्य किं करवाणि ते? ।।३६८।। શ્લોકાર્થ :
કેવલ પથ્ય સેવાથી પરામુખ અનાત્મજ્ઞ એવો તું કદન્ન ખાવામાં ઉઘમવાળો છે, તે તારા, તેના કદન્નના, ભક્ષણને હું શું કરું ? ll૩૬૮II
શ્લોક :
इतरस्त्वाह मा मैवं, नाथा ! वदत साम्प्रतम् । नैवाहं युष्मदादेशं, लङ्घयामि कथञ्चन ।।३६९।।