________________
૯૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
અહીં=લોકમાં, મારો પણ અપવાદ થાય છે, જે કારણથી હંમેશાં તારી પરિચારિકા છું અને તારા સ્વાથ્યને હમણાં કરવાને માટે હું શક્તિમાન નથી. ll૧૫૩ શ્લોક :
इतरः प्राह यद्येवं, वारणीयस्त्वयाऽमुतः ।
अभिलाषातिरेकेण, न त्यक्तुं स्वयमुत्सहे ।।३५४।। શ્લોકાર્થ :
બીજો (દ્રમક) કહે છે – જો આ પ્રમાણે છે તો તારે આનાથી કદન્નથી, વારણ કરવું, અભિલાષના અતિરેકથી સ્વયં ત્યાગ કરવાને માટે હું ઉત્સાહિત થતો નથી. li૩૫૪ll શ્લોક :
कदाचित्त्वत्प्रभावेण, स्तोकस्तोकं विमुञ्चतः ।
सर्वत्यागेऽपि शक्तिमें, कदन्नस्य भविष्यति ।।३५५।। શ્લોકાર્ચ -
તારા પ્રભાવથી થોડું થોડું ત્યાગ કરતા એવા મારી ક્યારેક કદન્નના સર્વ ત્યાગમાં પણ શક્તિ થશે. ll૩૫પIL. શ્લોક :
साधु साधूदितं भद्र ! युक्तमेतद् भवादृशाम् ।
इत्युक्त्वाऽधिकमश्नन्तं, सा कदन्नं न्यवारयत् ।।३५६।। શ્લોકાર્ચ -
હે ભદ્ર ! સારું સુંદર કહેવાયું, તારા જેવાને આ યુક્ત છે, એ પ્રમાણે કહીને તેણી અધિક કદન્નને ખાતા એવા તેને અટકાવતી હતી. IT૩૫૬ll
શ્લોક :
ततस्तत्परिहारेण, रोगा यान्त्यस्य तानवम् । न जायतेऽधिका पीडा, लगत्यङ्गे च भेषजम् ।।३५७।।