________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૯
શ્લોક :
याऽसावञ्जनसंपाद्या, या च सा सलिलोद्भवा ।
सुखासिका क्षणात्तस्य, साऽनन्तगुणतां गता ।।२६८।। શ્લોકાર્ય :
જે આ અંજનથી પ્રાપ્ત થયેલી અને જે તે પાણીથી ઉત્પન્ન થયેલી તેની તે સુખાસિકા ક્ષણમાં અનંતગુણપણાને પામી. ll૧૮. શ્લોક :
अथ प्रादुर्भवद्भक्तिर्नष्टाशङ्कः प्रमोदितः ।
स तं प्रत्याह नान्योऽस्ति, नाथो मे भवतो विना ।।२६९।। શ્લોકાર્ચ -
હવે પ્રગટ થયેલી ભક્તિવાળો, નષ્ટ થયેલી આશંકાવાળો, પ્રમોદ પામેલો તે=દ્રમક, તેના પ્રતિ=ધર્મબોધકર પ્રતિ, કહે છે તમારા વિના મારે બીજો નાથ નથી. ર૬૯II શ્લોક :
यतोऽनुपकृतैरेव, भवद्भिर्भाग्यवर्जितः ।
अहं सर्वाधमोऽप्येवमेतावदनुकम्पितः ।।२७०।। શ્લોકાર્થ :
જે કારણથી અનુપકૃત જ એવા આપના વડે ભાગ્યરહિત, સર્વથી અધમ પણ એવો હું આ પ્રમાણે આટલી અનુકંપા કરાયો. ll૨૭૦ll
| માયોપદેશ શ્લોક :
इतरः प्राह यद्येवमुपविश्य क्षणं त्वया । श्रूयतां यदहं वच्मि, श्रुत्वा तच्च समाचर ।।२७१।।
ધર્મબોધકર દ્વારા દ્રમકને ઉપદેશ શ્લોકાર્ય :
બીજ=ધર્મબોધકર, કહે છે – જો એ પ્રમાણે છે તો ક્ષણવાર બેસીને હું જે કહું છું તે તારા વડે સંભળાય અને તેને સાંભળીને તું આચરણ કર. ll૨૭૧||