________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ હિતુ=પરંતુ – શ્લોક :
तृतीयात्सप्तमं यावदत्र प्रस्तावपञ्चके । तस्य संसारिजीवस्य, यद्वृत्तान्तकदम्बकम् ।।७१।। तत्किञ्चित्तस्य संपन्नं, किञ्चिदन्यैर्निवेदितम् ।
तथाऽपि तत्प्रतीतत्वात्सर्वं तस्येति वर्णितम् ।।७२।। युग्मम् શ્લોકાર્ચ -
અહીં ત્રીજાથી સાતમા સુધી પાંચ પ્રસ્તાવમાં તે સંસારી જીવનો જે વૃત્તાન્તનો સમૂહ છે તે કંઈક તેને પ્રાપ્ત થયેલો છે, કંઈક બીજા વડે નિવેદન કરાયેલો છે તોપણ તેનું તે વૃત્તાંતનું, પ્રતીતપણું હોવાથી=બીજા વડે નિવેદન કરાયેલા પ્રસ્તાવનું પણ તે જીવને તે સ્વરૂપે પ્રતીતપણું હોવાથી, સર્વ તેનું તે જીવનું, એ પ્રમાણે વર્ણન કરાયું છે. ll૭૧-૭ શ્લોક -
अष्टमे मीलितं सर्वं प्रस्तावे पूर्वसूचितम् ।
तेन संसारिजीवेन, विहितं चात्मने हितम् ।।७३।। શ્લોકાર્થ :
તે સંસારી જીવ વડે પૂર્વસૂચિત સર્વ આઠમા પ્રસ્તાવમાં મેળવ્યું અર્થાત્ કહ્યું અને પોતાનું હિત કરાયું. ll૭૩. શ્લોક :
तच्च संसारिजीवस्य, वृत्तं भवविरञ्जनम् ।
आकर्ण्य भव्यपुरुषः, प्रबुद्ध इति कथ्यते ।।७४।। શ્લોકાર્ચ -
અને સંસારી જીવના ભવથી વૈરાગ્ય પમાડનારા તે વૃતને તે વૃતાંતને, સાંભળીને ભવ્યપુરુષ બોધ પામ્યો એ પ્રમાણે કહેવાય છે. II૭૪ll શ્લોક :
तथा संसारिजीवेन, भूयो भूयः प्रचोदिता । बुद्धाऽगृहीतसंकेता, कृच्छ्रेणेति निवेद्यते ।।७५।।