________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૪૩
શ્લોક :
एते धन्यतमा लोकाः, सर्वद्वन्द्वविवर्जिताः ।
प्रहृष्टचित्ता मोदन्ते, सततं येऽत्र मन्दिरे ।।१६४।। શ્લોકાર્ચ -
આ લોકો ધન્યતમ છે, જેઓ સર્વ દ્વન્દ્રથી રહિત થયેલા, હર્ષિત ચિતવાળા આ મંદિરમાં સતત આનંદ કરે છે. ll૧૧૪ll શ્લોક :
यावत्स चिन्तयत्येवं, द्रमको लब्धचेतनः ।
तावद्यत्तत्र संपनं, तदिदानीं निबोधत ।।१६५।। શ્લોકાર્ય :
પ્રાપ્ત થયેલી ચેતનાવાળો દ્રમક જેટલામાં આ પ્રમાણે વિચારે છે તેટલામાં જે ત્યાં પ્રાપ્ત થયું તે સાંભળો. II૧૧૫II
राजेन्द्रदृष्टिपातः બ્લોક :
प्रासादशिखरे रम्ये, सप्तमे भूमिकातले । तत्राऽस्ते लीलयाऽसीनः, स राजा परमेश्वरः ।।१६६।। अधस्ताद्वर्ति तत्सर्वं, नानाव्यापारमञ्जसा । नगरं सततानन्दं, समन्तादवलोकयन् ।।१६७।। युग्मम्
મહારાજાનો દષ્ટિપાત શ્લોકાર્થ :
ત્યાં મનોહર એવા પ્રાસાદના શિખર ઉપર સાતમા માળે પરમેશ્વર એવા તે રાજા નીચે રહેલા, નાના જુદા જુદા વ્યાપારવાળા, સતત આનંદવાળા સર્વ તે નગરને ચારે બાજુથી શીઘ જોતા લીલા વડે બેઠેલા છે. II૧૬-૧૭ના