________________
૧૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્ય :
જે કારણથી અનુભવાતો પણ આ સંસારનો વિસ્તાર પરોક્ષ જેવો દેખાય છે, તેથી વિશેષથી કહેવાને યોગ્ય છે. પી.
થવી=અથવા, શ્લોક :
भ्रान्तिव्यामोहनाशाय, स्मृतिबीजप्रबोधनम् ।
कथार्थसंग्रहं कृत्वा, शरीरमिदमुच्यते ।।५७।। શ્લોકાર્થ :
ભ્રાન્તિ અને વ્યામોહના નાશને માટે સ્મૃતિબીજનું પ્રબોધન છે જેમાં એવા કથાના અર્થના સંગ્રહને કરીને આ શરીર કહેવાય છે. પછી શ્લોક :
द्विविधेयं कथा तावदन्तरङ्गा तथेतरा ।
शरीरमन्तरङ्गायास्तत्रेदमभिधीयते ।।५८ ।। શ્લોકાર્થ :
આ કથા બે પ્રકારે છે અંતરંગ અને બાહ્ય, ત્યાં આ અંતરંગ કથાનું શરીર (ગાથા ૮૩ સુધી) કહેવાય છે. પિ૮II. શ્લોક :
प्रस्तावास्तावदष्टात्र, विधास्यन्ते परिस्फुटाः ।
प्रत्येकं तेषु वक्तव्यो, योऽर्थस्तं मे निबोधत ।।५९।। શ્લોકાર્થ :
અહીં પ્રસ્તુત ગ્રંથમાં, પ્રગટ એવા આઠ પ્રસ્તાવો કરાશે, તેઓમાં પ્રત્યેક પ્રસ્તાવને આશ્રયને જે અર્થ વક્તવ્ય છે મારા તે અર્થને સાંભળો. I૫૯ll શ્લોક :
प्रस्तावे प्रथमे तावनिबद्धा येन हेतुना । इयं कथा मयेदृक्षा, स हेतुः प्रतिपाद्यते ।।६०।।