Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(તા. ૨૩-૧૦-૩૮) શ્રી સિદ્ધયક
૨૯) જયારે મૃત્યુના મુખમાં સપડાઈ ગયેલા આવા પુરૂષોને પણ કંઈ શરણ નથી મળતું, ત્યારે કીટકસમાન બીજા લોકોની શી ગણતરી? (અર્થાત્ બીજાને તો મળે જ ક્યાંથી?) નિરૂપક્રમ એવું મૃત્યુ આવ્ય ઔષધાદિ કંઈ કામ ન આવે.
જો તું ઓસડો પીશ, હાથે સેંકડો તાવીજ વિગેરે બાંધીશ, અગ્નિહોમ, વિદ્યા, મંત્ર અને શાંતિકર્મ કરાવીશ, તેમજ બીજા પણ પ્રાણીઓને ઉપઘાત કરનાર કામણટુમણ કરાવીશ, તો પણ તું શરણ રહિત થયો થકો ચોક્કસ યમરૂપી સાપથી ડસાવાનો જ છે, (યમ તો તને વળગશે જ.) ૪૯,૫૦ (મરણ વખતે જે અનેક રીતે રડતું એવું ઉપર રહેલું તારું કુટુમ્બ, પોતાના આંસુના પ્રવાહોથી તારું ઉરઃસ્થલ સીચી નાંખે છે તો પણ તે પોતાના કાર્યમાં જ તલ્લીન છે (એમ સમજજે.)
જગતની અંદર મરણકાલે કોઈને પણ ધન, ધાન્ય, રત્ન અને સ્વજન વિગેરે શરણ નથી થતાં. બીજા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે અર્થ (ધન)થી નંદરાજા, ગોધનથી કુચિકર્ણ, ધાનથી તિલક શ્રેષ્ઠી અને પુત્રોથી સગરચક્રવર્તી ન બચ્યો (અર્થાત્ આટલું બધું ધનાદિ એ લોકોને હતું છતાં મરવું તો પડ્યું જ.) ૫૩
ઉપસંહાર:
એવી રીતે આત્માને શરણ વગરનો જાણી ગજપુરના રાજાના છોકરાની માફક ઘડપણ, અને મૃત્યરૂપી વિલડીને છેદી નાંખનાર એવા જૈનધર્મમાં ઉદ્યમ કર !! (૫૪)
અ-શ-ર-ણ-ભા-વ-ના
-આ-ન-દ-શિશુ
-
-
-
-
-
-
-
-
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
-
-
-
-
– સુધારો – ૨૪ મા પેજમાં “શ્રી સંસાર સ્વરૂપ છે તે પેજ ૫ મામાં ભૂમિકા'ની પહેલાં મૂકીને વાંચવું.