Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
હવે
શ્રી સિહાયક
(જુલાઈ ૧૯૩૯) ૩૭૦. કુમારપાલ પ્રજાનું પાલન પુત્રવત્ કરતા હતા. પોતાના રાજ્યમાં એક પણ પ્રાણીને દુઃખી નહિ રાખવાનો મનોરથ રાખતા. તેમનું રાજય રામ-રાજય હતું. પ્રજાની અવસ્થા જાણવા માટે ગુપ્ત વેશમાં શહેરમાં ભ્રમણ કરતા. હેમચંદ્રાચાર્ય કહે છે કે “દરિદ્રતા, મૂર્ખતા, મલીનતા ઇત્યાદિથી જે લોક પીડિત થાય છે તે મારા નિમિત્તથી છે કે અન્યના? આ પ્રકારે બીજાનાં દુઃખોને જાણવા માટે રાજા શહેરમાં ફરતા રહેતા હતા. આ રીતે જયારે ગુપ્તભ્રમણમાં મહારાજાને કોઈ દુઃખી દેખાતો તેનું દુઃખ દૂર કરવા તેઓ પ્રયત્ન કરતા હતા.
૩૭૧. દયાશ્રય મહાકાવ્યના છેલ્લા ૨૦મા સર્ગમાં હેમચંદ્રસૂરિ લખે છે કે “મહારાજા કુમારપાલે એક દિને રસ્તામાં એક ગરીબ માણસને દુભાતા અને જમીન પર પડતા પાંચ-સાત બકરાને ખેંચી લઈ જતો જોયો. મહારાજે તે બીચારાં પામર પ્રાણીઓને કયાં લઈ જાય છે એમ પૂછતાં, તે માણસે જવાબ આપ્યો કે કસાઈને ત્યાં વેચવાં, કે જેના કંઈ પૈસા આવશે તેથી મારો ઉદરનિર્વાહ કરીશ'. આ સાંભળી રાજાને લાગ્યું કે “મારા દુર્વિવેકથી જ આ રીતે લોક હિંસામાં પ્રવૃત્ત થાય છે તેથી મારા “પ્રજાપતિ એ નામને ધિક્કાર છે!” પોતાના આત્માને ઠપકો આ રીતે આપી, રાજભવનમાં આવી અધિકારીઓને તેમણે સખત આજ્ઞા કરી કે “જે જૂઠી પ્રતિજ્ઞા કરે તેને શિક્ષા થશે, જે પરસ્ત્રીલંપટ હોય તેને વિશેષ શિક્ષા થશે અને જે જીવહિંસા કરે તેને સર્વથી વધુ કઠોર દંડ મળશે. આ પ્રકારની આજ્ઞાપત્રિકા આખા રાજયમાં મોકલો ને અધિકારીઓએ તે વખતે ઉક્ત ફરમાન સર્વત્ર જાહેર કરી દીધું.૨૯૪ આથી બધા મહા રાજ્યમાં-ત્રિકુટાચલ (લંકા)સુધીમાં “અમારિ ઘોષણા કરવામાં આવી. મદ્યપાનનો પ્રચાર પણ સર્વત્ર બંધ કરાવ્યો. તેમાં જેને નુકશાન પહોંચ્યું તેને ત્રણ-ત્રણ વર્ષ સુધી અન્ન આપ્યું ૯૫ યજ્ઞયાગમાં પણ પશુઓને બદલે અન્નનો હવન કરવાનું શરૂ થયું?
૨૯૪. વિ.સં. ૧૨૦૯ માઘ વદિ ૧૪ શનિવારનો એક શિલાલેખ કિરાડુથી મળ્યો છે, તેમાં લખ્યું છે કે “શાકંભરી (સાંભર)ના વિજેતા કુમારપાલના વિજય રાજ્યમાં સ્વામીની કૃપાથી જેણે કિરાડ (કિરાટકૂપ), રાડધડા (લાટહૃદ)અને શિવ (શિવા)નું રાજય પ્રાપ્ત કરેલ છે એવા રાજા શ્રી આલ્હાણદેવા પોતાના રાજ્યમાં પ્રત્યેક પક્ષની અષ્ટમી, એકાદશી અને ચતુર્દશીના દિને જીવહિંસા ન કરવાની આજ્ઞા કરે છે-જુઓ પંડિત વિશ્વેશ્વરનાથ રે કૃત “ભારત કે પ્રાચીન રાજવંશ' પ્રથમ ભાગ. પૃ. ૨૯૫. આ આખો લેખ મોરપીંગ (ગા. ઓ. સી) ના પરિશિષ્ટ ૩માં આપ્યો છે. આ ઉપરાંત મારવાડના માંડલિક રત્નપુર ચતુરાશિકના રાજા પૂનાપાલદેવનો અમારિદાનનો લેખ પણ ત્યાં આપેલ છે.
૨૯૫. સદ્ગત પ્રો. મણિલાલ નભુભાઈ દ્વિવેદી લખે છે કે કુમારપાલે જયારથી અમારિ ઘોષણા કરાવી ત્યારથી યજ્ઞયાગમાં પણ માંસબલિ અપાતો બંધ થઈ ગયો, ને યવ તથા ડાંગર હોમવાનો ચાલ શરૂ થયો. લોકોને જીવ ઉપર અત્યંત દયા વધી અને માંસભોજન એટલું બધું નિષિધ થઈ ગયું કે આખા હિંદુસ્તાનમાં એક કે બીજે પ્રકારે થોડું-ઘણું માંસ, કહેવાતા હિંદુઓ વાપરે છે છતાં, ગુજરાતીમાં તો તેની ગંધ આવે તો પણ નાહી નાંખે એવી લોકોની વૃત્તિ તે સમયથી બંધાયેલી તે અદ્યાપિ છે -દ્વયાશ્રય ભાષાંતર પ્રસ્તાવના) __ २९५ कृपासुन्दर्याः संवत् १२१६ मार्गशुदिद्वितीयादिने पाणि जग्राह श्री कुमारपालमहीपाल: શ્રીમદ્દેવતાસમક્ષ-(જિનમણ્ડનકૃત કુમારપાલ પ્રબન્ધ.) આ સંબંધમાં મોહરીનાં નામનો રૂપક ગ્રંથ