Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(ટાઇટલ પાના ત્રીજાનું અનુસંધાન) કેટલાક ભદ્રિકજીવો આજ્ઞા અને લાજ શરમથી અમારી પડહો જે વગડાવાય તેને તો ઇષ્ટ છે ગણે છે, પરંતુ જે કંઇ ધન ખર્ચવા આદિ દ્વારા એ અમારી પડતો વગડાવાય તે અમારી પડહાને આ ઉત્તમ ગણતા નથી, પરંતુ તેઓએ શ્રીપંચાશકસૂત્રના પ્રતિષ્ઠાના અધિકારને જોઇને વિચારી છે. લેવો જોઈએ. કેમકે ત્યાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે શ્રી આચાર્યભગવંતની દેશના કે આ શ્રીશ્રાવકસંઘની વિનંતિથી અમારી પડવાનું કાર્ય ન થાય તો રાજામહારાજાને ભેટ વિગેરે આ આપીને પણ અમારી પડહાનું કાર્ય કરવું જોઇએ. એમ કહી દ્રવ્ય ખર્ચવા આદિ દ્વારાએ પણ છે
પર્વ અને તહેવારોમાં અમારી પડતો વગડાવવાની જરૂરીયાત જણાવી છે, વળી કેટલાક ભદ્રિકો છે છેબકરા વિગેરે જાનવરોના માલિકને અપાતી રકમની અપેક્ષાએ હિંસાનો વધારે પ્રચાર થશે
એવી વાતો કરી અમારીના કાર્યને રોકવા જાય છે તેઓએ પણ સમજવાની જરૂર છે કે અમારી આ કરનારો મનુષ્ય થનારા આરંભને માટે ધૃણાવાળો જ હોય છે, છતાં પર્વને દિવસે તેવી હિંસકોએ આ ભવિષ્યમાં કરાતી હિંસાને નામે રોકી દેવી તે કોઇપણ પ્રકારે ઇષ્ટ ગણાય નહિ, જો એમ ન છે હોય તો તિથિને અંગે બ્રહ્મચર્ય આદિવ્રત પાળનારો આગળ પાછળની તિથિમાં આસક્તિવાળો છે થશે એમ ગણી શાસ્ત્રકારોએ કહેલા તિથિસંબંધી બ્રહ્મચર્ય આદિ નિયમો પણ શું ઉઠાડી છે
મૂકવા? અથવા સંવચ્છરી ચોમાસી પફખી આદિ તિથિઓની તપસ્યામાં કરતા અશનાદિક છે . ચારે પ્રકારના આહારના ત્યાગને અંગે તે પર્વના પહેલા અને પછીના દિવસે થતા અંતરવાયણા
અને પારણાના સરસઆહારાદિને નામે શું પર્વતિથિની તપસ્યાને ઉડાડી દેવાય ! અર્થાત્ આ
કહેવું જોઈએ કે જેમ તિથિની આરાધના ઉપર તત્વ રાખી બ્રહ્મચર્યાદિ અને ઉપવાસાદિ કરવામાં આ આ આવે છે અને તે તિથિની પૂર્વોત્તરદિવસોમાં થતી ક્રિયાનું લક્ષ્ય નથી લેવાતું તેવી જ રીતે ? આ પર્યુષણ વિગેરે તહેવારોમાં અમારિપડહો વગડાવતાં સુજ્ઞમનુષ્યોએ અમારીપડાથી થતી આ આ જીવદયા ઉપર જ પૂર્ણપણે લક્ષ્ય આપવાની જરૂર છે, પરંતુ ભયંકર ભીષમપંથીયોના પ્રવાહમાં જ
તણાઈ જઈ અમારી પડવાના આરાધનવાળા ન થવું તે આસ્તિકને કોઇપણ પ્રકારે પાલવે નહિ. આ
ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.