Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(ઓગષ્ટ : ૧૯૩૯
1
2
હે ગાર્ગ્યુ તું ખુશી થા. તારું પણ કલ્યાણ હો. હે વત્સગોત્રવાળા તું પુણ્યવાળો થા અને હે વત્સગોત્રવાળી તું વૃદ્ધિ પામ, આ પ્રમાણે ઋષિઓની જ્યાં અભિવાદની પાછળ વાણી છે ત્યાં શ્રીદેવપત્તનતલમાં શ્રી સિદ્ધરાજ રાજાએ પાચૈત્યને કર્યું. શ્રી સિદ્ધરાજ જયસિંહે દેવકુલપત્તનમાં પણ દહેરૂ કરાવ્યું છે એમ ઉપરનો ગ્રંથ સ્પષ્ટપણે જણાવે છે. છતાં તેમને જૈની તરીકે અહિં ન ગણાવતાં જે મહારાજ કુમારપાલનેજ પરમાઈત અને રાજર્ષિ તરીકે ગણાવેલ છે તે વિદ્વાનોએ વિચારવા જેવું છે. ___सोमेट्पुरी ३ मकलय ३: सुमता ३ इ आप ३: साधा ३ उ गूर्जरपुरे ३ अगम ३: पृथा ३ उ । तत्र ३ अभू ३ वरकु मारविहारचैत्य दृष्टया ३ इ दिक्ष्विति तदाऽजनि पान्थवार्ता ॥१००॥ तदा पार्श्वनाथभवमद्यविधानकाले दिक्षु पान्थवार्ता-पथिकानां मिथो वार्ताजनि । कथमित्याह हे सुमता ३ इ. सुमते त्वं सोमेटपुरी ३ म्. देवपत्तनमकलय ३: अज्ञासीरपश्य इत्यर्थस्तथा हे साधा ३ उ-साधो त्वं सोमेटपुरी ३ माप: ३ अगमः तथा हे सुमता ३ इ त्वं तथा हे साधा ३ उत्वं च पृथा ३ उ-पृथौ विस्तीर्णे गूर्जरपुरे ३-अणहिलपाटके चागम ३: तथा तत्र सोमेटपुरीगूर्जरपुरयोर्वरकुमारविहारचैत्यं दृष्टया ३ इ वरे अद्भुते कुमारविहारौ-कुमारविहाराख्ये ये-चैत्य पाथिप्रासादौ तयोर्या दृष्टिस्तदर्थं त्वमभूः संपन्नो, वरकुमारविहारचैत्ये देवं दृष्टवानित्यर्थ इति । एतेनैतयोः कुमारविहारयोनिरुपमं रामणीयकमुक्तम् । सर्वत्र “प्रश्शे च प्रतिपदम्"
તે વખતે એટલે પાર્શ્વનાથના બે ભવન કરવાના સમયે દિશાઓમાં મુસાફરોની વાર્તા પરસ્પર એમ થઈ. કેવી રીતે? તે એ પ્રમાણે કહેવા લાગ્યા કે હે સુમતિ ! સોમેદપુરીમાં-દેવપત્તનમાં તેં જાણ્યું કે જોયું છે? તેમજ હે સાધુ! તું સોમેટપુરીમાં પામ્યો કે ગયો છે! તેમજ હે સુમતિ! તેમજ હે સાધુ! તું વિસ્તીર્ણ ગુજરાત એવા અણહીલપાટણનગરમાં ગયો છે, તેમજ સોમેટનગરી તેમજ ગુર્જરનગરમાં કુમારવિહારચૈત્યને જોયું છે? શ્રેષ્ઠ અદ્ભુત કુમારવિહાર નામનાં બે પાર્શ્વનાથનાં ચૈત્યો-પ્રાસાદો તેનું દેખવું તેને તું પ્રાપ્ત થયેલો છે. શ્રેષ્ઠ કુમારવિહારચૈત્યમાં દેવને દેખ્યા ? આ શ્લોકથી આ બે કુમારવિહારોનું નિરૂપમ રમણીયપણું કહેવાયું.
મહારાજા કુમારપાળને અંગે દેવકુલમાં અને પાટણમાં થયેલા પાર્શ્વનાથજીના બે ચૈત્યોને અંગે કેટલી અદ્ભુત રમણીયતા હશે તે ઉપરના શ્લોકથી સમજાશે. પરંતુ યાદ રાખવું કે આવા આવા અભુત ચૈત્યો મહારાજા કુમારપાલને અંગે થવાથી તેઓને જૈનપણે કહેવામાં આવ્યા નથી. તેઓના જૈનપણા માટે તો અમારી પડખો સસ્તવ્યસ્તનિષેધ અને અનેક જીનમંદિરોનું વિધાન વિગેરે કાર્યો ગણવામાં આવ્યાં છે.
भक्तोऽसि साधा ३ उ ततो वसामि, गिरा ३ उ किं ते पुरि शंभुनेति । स्वप्ने निदिष्टः क्षितिपः कुमारपालेश्वराख्यायतनं व्यधत्त ॥१०१॥