Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
ઓગષ્ટ : ૧૯૩૯
પીણું પોષણ આપે, પણ મંદ જઠરવાળાને તાવ એ જ લાવે છે ને ? સુકા ખાખરા તાવ નથી લાવતા. તાત્પર્ય કે પદાર્થો તો નિમિત્ત છે. ગમે તો રસ લ્યો, ગંધ લ્યો, શબ્દ લ્યો, રૂપ લ્યો કે સ્પર્શ લ્યો—એ તમામના પુદ્ગલો શાતાવેદ નીયના ઉદયે અનુકૂલપણે પરિણમે છે. પદાર્થ એક જ, પણ આ ભેદ આપણે નહિ જાણવાના કારણે તેના પર રાગદ્વેષ કરીએ છીએ. જે ચીજ સ્વાદ માટેજ મોંમાં નાખીએ છીએ, એજ ચીજનો કોળીયો ચવાતી વખતે સામે ચાટલું રાખીને જોશો તો એ કોળીયો પણ ઉતારી નહિં શકો ! શાથી ? નજરનું જ ઝે૨ ને ! ગટરનું મેલું જોઇને દુર્ગંછા થાય છે, દ્વેષ થાય છે, નાકે કપડું રખાય છે, પણ એ જ મેલાના ખાતરથી ઉત્પન્ન થયેલા શાકભાજી મોંઘા ભાવે છતાં અને ખરીદીને સ્વાદપૂર્વક ખવાય છે ! ત્યારે એ વાત નક્કી છે કે કોઇ એવો પદાર્થ જગતમાં નથી કે જે જીવને સર્વકાળે ઇષ્ટપણે જ કે અનિષ્ટપણેજ રહે, અગર ટકી રહે. એ તો ભિન્ન ભિન્ન પરિણમન થયા જ કરવાનું.
શ્રી સિદ્ધચક્ર
૫૧૯
શરીર છે. જો આ કથન હલકું ન લાગે તો કહી શકાય કે ભંગીયણી (ઢેયડી) તો કરેલી અશુચિને વહે છે, જયારે આ દેહ તો અશુચિને ઉત્પન્ન કરે છે. આવા સ્વરૂપવાળી કાયા પરત્વે રાગ શી રીતે થઇ શકે છે ! કાયમ ઇષ્ટ કે કાયમ અનિષ્ટ તરીકે રહેનાર કોઇ પદાર્થ નથી. વિવાહ વખતે વેવાણો
પરસ્પર ગાલિ પ્રદાન કરે છે. સોપારીની વહેંચણીમાં વાંધા કાઢવા પૂર્વક એક બીજાના કુલની ખાનદાનીને ખોતરવામાં મચે છે. પણ એ જ વેવાઇ વેવાણોનો લગ્ન થયા બાદ વ્યવહાર એવો બદલાઇ જાય છે કે સમય આવે તો મદદ માટે પરસ્પર લાખોની કોથળીઓ છુટી મૂકાય છે અને સામાની આબરૂને પોતાની આબરૂ માનવામાં આવે છે. એ જ રીતે જગતનો કોઇ પણ પદાર્થ લ્યો, જે એક પ્રસંગે સુખ આપનાર હોય છે. તો તે જ પદાર્થ અન્ય પ્રસંગે દુઃખ આપનાર પણ નીવડે છે. એટલે એની પ્રત્યે પ્રીતિ કે દ્વેષ ક૨વા જેવું નથી. આત્માએ પોતે જ શાતાવેદનીય તથા અશાતાવેદનીય કર્મ બાંધેલાં છે અને તે જ ઉદયાનુસાર સુખદ કે દુ:ખદ થાય છે.
જો યોગ્ય અવબોધ હોય તો રાગદ્વેષની પરિણતિની શુદ્ધિ થાય અને તે કા૨ણે તો `દુઃખદ પદાર્થોં કે સંયોગોને તો નિર્જરાનાં કારણો કરાય, સમ્યગ્દષ્ટને તો તે પ્રસંગે એવી ભાવના થાય કે—“ ઓહો ! આ તો વહાલો સખાઇ મળ્યો ? પ્રયત્નથી મુશ્કેલ એવી કર્મનિર્જરાને સહેલી બનાવનાર આવો મદદગાર કોણ મળશે !” સમ્યગ્દષ્ટ આત્મા સારા કે નઠારા-ઉભયસંયોગોમાં પોતાના આત્માને બંનેથી નિરાળો માને છે. એટલે માત્ર દ્રષ્ટા (સાક્ષી)
જગતનાં યંત્રો નઠારા પદાર્થોને શોધવા, સારા બનાવવા માટે યોજાયાં છે. જ્યારે આ તનુ-યંત્ર (શરીરરૂપી સાંચો) સારા પદાર્થોને નઠારા બનાવે છે. સારામાં સારા ખોરાકની પણ આ યંત્ર વિષ્ટા બનાવે છે. નિર્મલ જલ કે સ્વચ્છ દૂધ અગર સુગંધી પીણાઓ હોય તે પણ આ યંત્રમાં જતાં જ પેશાબ થઇ જાય છે. હવા પ્રાણદાયી છે, તે હવાને પણ ઝેરી બનાવનાર, આ કાયા છે એટલે અશુચિકરણયંત્ર આ