Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 674
________________ - શ્રી સિદ્ધચક્ર (તા. ૧૨-૧૦-૩૯) (અનુસંધાન ટાઇટલ પાનાં ચોથાનું ચાલુ) લીધી નથી, તેમ તે સર્વના મૂળરૂપ એવી આવશ્યકચૂર્ણિમાં તે સામાયિકગ્રહણવિધિની પૂર્ણતા જણાવી, પાછળની ઇરિયાવહિયાની પહેલાં,ચૈત્યનું ગમનપૂર્વક વંદન અને ત્યાંથી આવી વસતિનું પ્રમાર્જન કરવા રૂપ ઇરિયાવહિયાની જરૂર માટેની જે ક્રિયાઓ જણાવી છે તેને પણ, ખરતરગચ્છીઓ ધ્યાનમાં લેતા હોય તેમ જણાતું નથી અને શ્રીસમયસુંદર સરખા પ્રખરવિદ્વાન્ તરીકે ગણાતા મહાશયો પણ પોતાના સામાચારીશતક વગેરેમાં પણ એ વિધિની સૂક્ષ્મતા અને ક્રમની બાબતને આશ્ચર્યકારક રીતે અડતા પણ નથી. વળી શ્રીઆવશ્યકસૂત્ર વગેરેમાં વ્રતોના અધિકાળને અંગે જણાવેલા પાઠોને ઉચ્ચારણ કાળને જણાવવામાં લઈ જઈને ખરતરગચ્છવાળાએ તો અવધિ કરેલી છે. તેવા અધિકાળમાં સમસ્ત જગા પર શાસ્ત્રકારોએ પ્રથમ તો મહાવ્રતની માવજજીવન અવધિ બતાવી છે; તેવી જ રીતે શ્રાવકધર્મને અંગે પણ અણુવ્રત અને ગુણવ્રતોને માટે માવજજીવન પ્રાયઃ અવધિ છે, સ્પષ્ટપણે એમ જણાવ્યું છે. અર્થાત્ મહાવ્રત, અણુવ્રત અને ગુણવ્રતો એક વખત માવજજીવન માટે ઉચ્ચરણ કરેલાં હોય તો યાવનજીવન સુધી ફરી ફેર ઉચ્ચરણ કરવાની જરૂર નથી, પરંતુ શિક્ષાવ્રતો કે જે સામાયિક-પૌષધાદિરૂપ છે, તે એક વખત ઉચ્ચરણ કરવાથી માવજજીવન ચાલતાં નથી. પરંતુ તે જ્યારે-જ્યારે ઉચ્ચરણ કરાય ત્યારે ત્યારે થોડો વખત જ માત્ર ચાલે છે. આ પ્રકારે સામાન્ય રીતે અવધિકાળની મર્યાદા જણાવનાર તે પાઠો હોવાથી સામાયિકને દશાવકાશિકની સાથે લઈને શાસ્ત્રકારો પ્રતિદિવસનુખેથી એમ કહે છે, વળી પ્રતિદિવસ શબ્દથી કોઈક, દિવસમાં એક વખત જ થાય એવો અર્થ ન કરી લે, માટે જ સર્વત્ર શાસ્ત્રકારો પુન: પુનરુવાતે તિ ભાવના એમ કહીને પ્રતિદિવસ શબ્દની વીસા કરીને રોજ-રોજ કરવાલાયક એવો અર્થ જણાવતાં હંમેશા વારંવાર ઉચ્ચરણ કરાય અને મુહૂર્તદિક વખત સુધી અવધિ કરી ધારણ કરાય એમ સ્પષ્ટ જણાવે છે અને સાથે જ જણાવે છે કે પૌષધ અને અતિથિસંવિભાગ વ્રત તો પ્રતિદિવસાનુષ્ઠયો નથી, એટલે એક દિવસમાં અનેક વખત પૌષધ કરવાનું કે અતિથિસંવિભાગ વ્રત કરવાનું બનતું નથી. પરંતુ તે પૌષધ અને અતિથિસંવિભાગ વ્રત તો પ્રતિનિયવસાનુય એટલે આખા દિવસની અવધિ કરીને જ કરી શકાય છે. એથી ચોખો અર્થ થાય છે કે એક દિવસમાં ઘણી વખત પૌષધ કે અતિથિસંવિભાગ વ્રત ન થાય, પરંતુ તે પૌષાધાદિ એક દિવસમાં એકજ વખત થાય, એટલે આખો દિવસ પ્રતિનિયત છે જેમાં એવાં પૌષધ અને અતિથિસંવિભાગ વ્રતો છે. આવી રીતે સ્પષ્ટપણે અવધિકાળને માટે શાસ્ત્રકારોએ જણાવેલા પાઠોને શ્રીસમયસુંદરજી સરખા મહાશયો ન સમજતાં તે પૌષધાદિને પર્વાનુષ્ઠાન કહેવા તૈયાર થાય છે તો શું શ્રીસમયસુંદરજી પૂર્વાચાર્યોને પર્વશબ્દ જે એક નાનો છે તેને છોડીને પ્રતિનિયતદિવસ જેવો મોટો શબ્દ લખવા જેવું અજ્ઞાન હતું એમ સૂચવવા માગે છે? એમ હોય તો, તે ખરેખર શોચનીય છે. જો કે શાસ્ત્રકારોએ તો પ્રતિનિયત દિવસ શબ્દનો અર્થ, પર્વ એવો રાખ્યો નથી અને તેથી અતિથિ સંવિભાગ વ્રત પર્વને દહાડે જ કરવું એમ કોઈ કહી શકે તેમ નથી અને ખરતરો પણ અતિથિસંવિભાગ પર્વ દિવસે થાય એમ માનતા નથી. પરંતુ ઘણી જગા પર પૌષધ શબ્દનો અર્થ, પર્વ એમ કરવામાં આવ્યો છે, પરંતુ તેને માટે શ્રી અભયદેવસૂરિજી સમવાયાંગમાં ચોકખા શબ્દથી જણાવે છે કે આ તો વ્યુત્પત્તિમાત્ર (જુઓ અનુસંધાન પાનું પ૬૭)

Loading...

Page Navigation
1 ... 672 673 674 675 676 677 678 679 680