Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
:
કિcછે
(ઓગષ્ટ : ૧૯૩૯) હે સાધુ! તું ભક્તિવાળો છે તેથી હું પર્વતમાં રહું છું તારી નગરીમાં શંભુવડે શું? એ પ્રમાણે સ્વપ્નામાં ફરમાવેલ રાજાએ કુમારપાલ ઈશ્વરનામનું મંદિર કર્યું.
ઉપરના શ્લોકમાં શ્રીસિદ્ધરાજ જયસિંહ પ્રત્યે શ્રી સોમનાથના સ્વપ્ન વાક્યો અને પછી કુમારપાલેશ્વર મંદિર કરાવવાની વાત આવી છે, પરંતુ તેમને જૈનપણામાં નથી લીધું એટલે કુમારપાલનું જૈનપણું જુદુ જ છે.
ઉપર જણાવેલા શિલાલેખ પુધ્ધિકાલેખો અને ગ્રંથ લેખોથી સંપૂર્ણપણે એમ સાબીત કરવામાં આવેલું છે કે મહારાજા કુમારપાલ લગભગ બારસો સોલથી સંપૂર્ણ જૈનપણાને યાવનજીવન ધારણ કરનારા હતા. તેમાં વિશેષ કરીને કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે શ્રી મહાવીર ચરિત્રમાં જે મહારાજા કુમારપાલનું વર્ણન જણાવ્યું છે તથા સંસ્કૃતિદ્વયાશ્રય કરતાં પણ વિશિષ્ટપણે પ્રાકૃતિદ્વયાશ્રય કે જે મહારાજા કુમારપાલની હયાતિમાં જ કરવામાં આવ્યું છે, તેમાં વર્ણવેલું મહારાજા કુમારપાલનું જૈનત્વ વિશેષ ધ્યાન ખેંચનારું છે. મહારાજા હેમચંદ્રના સાક્ષાત્ વચનોની આગળ અન્ય મુન્શી જેવા પામરજીવોના અભિપ્રાયો જે કંઈ પણ કલ્પિત અનુમાનોને આધારે દોડે તેની કિંમત સુજ્ઞ મનુષ્ય તો એક કોડીની પણ આંકે નહિ.
વિશેષ કરીને ૧૨૪૧માં રચેલ મોહપરાજય વિગેરેમાં જણાવેલું મહારાજા કુમારપાલનું પરમજૈનત્વ પરમાઈતત્વ અને રાજઋષિત્વ એ વસ્તુને સ્પષ્ટપણે જણાવી દે તેમ છે કે મહારાજા કુમારપાલ કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજીની હયાતિ સુધી જ જૈનધર્મી હતા એમ નહિ, પરંતુ આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રસૂરિજીના કાળધર્મ પછી પણ તેઓ પરમજૈનત્વપણે જ રહેલા છે, એટલું જ નહિ, પરંતુ મહારાજ કુમારપાલના કાલધર્મ પછી ગાદી ઉપર આવેલા અજયપાળે જૈનધર્મને રાજયધર્મ તરીકે નિષેધીને શૈવધર્મ પ્રવર્તાવ્યો છે એમ પણ સ્પષ્ટ થાય છે. આગળ અમો જણાવી ગયા છીએ કે આ મોહપરાજય નાટક સંવત્ ૧૨૪૧ માં એટલે પરમહંત મહારાજા કુમારપાળના કાળધર્મ પછી એટલે અજયપાળ રાજાના રાજયકાળમાં જ બનેલું છે, જો કે આ વિષયમાં પંદરમી સોલમી સત્તરમી અને અઢારમી સદીના પણ અનેકગ્રંથો સાક્ષી પૂરનારા છે અને તે ગ્રંથો દ્વારાએ પણ પરમાહિત મહારાજા કુમારપાળનું જૈનત્વ માવજજીવન રહેલું જ છે એમ સાબીત થાય તેમ છે. પરંતુ વાચકગણની મતિને વિસ્તારથી ક્ષોભ ન થાય માટે શ્રાદ્ધગુણવિવરણ, મહારાજા કુમારપાળના અનેક ચરિત્રો અને રાસો અહિંયા જણાવવામાં આવ્યાં નથી. મહારાજા કુમારપાળની પરમજૈનત્વપણાને લીધે જૈનધર્મ તરફ કેવી અનહદ ભક્તિ હશે કે જેને લીધે જેસલમેરના ભંડારમાં તેરમી સદીમાં લખાયેલા પુસ્તકની પુષ્પિકામાં “નરપતિ શ્રી કુમારપાળ ભક્તિરસ્તુ' એમ કહી મહારાજા કુમારપાળની ભક્તિની પ્રાર્થના કરવામાં આવેલી છે. તે લેખની સાથે બીજા લેખો આ પ્રમાણે છે.
जेसलमीरभाण्डागारीयग्रन्थानां सूची ३१ पृष्ठे
२४१ चंद्रप्रज्ञप्ति (मूल) श्रीजु (यु) गमधानागमश्रीमज्जिनदत्तसरय: । नरपतिश्रीकु-मारपालमक्तिरस्तु । पंडितब्रहा चंद्र सहगपल अनंगं गुणसमुद्रसूरयः ।