Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
ક
ક
-::
-:
-:-
**
**********
છે
- શ્રી સિદ્ધચક્ર
(ઓગષ્ટ : ૧૯૩૯) પહેરી સાઠહજાર ઘોડા સાથે શત્રુ સામી ધસીને ત્રાસ પમાડતી. તેથી રાજાને શ્રમ લેવાનો વખત જ આવતો નહિ. તેના રાજ્યમાં બહુધા ચાર વર્ણોની અંદર મત્સાહાર હોવાથી ભારે હિંસા થતી હતી. તેનું નિવારણ કરવા કુમારપાળે કરોડ સૌનૈયા, બે હજાર ઘોડા અને પ્રચુર રત્નાદિ સાથે એક ચિત્રપટ આપી પોતાના મંત્રીઓને વાણારસી મોકલ્યા. તે ચિત્રપટમાં પુણ્ય પાપનાં ફળ ભોગવવાનાં સ્થાનક જે સ્વર્ગ અને નરક તેમનો દેખાવ બતાવી તેમાં વાસ કરનારા દેવતા અને નારકોનો આબેહુબ ચિતાર આપવામાં આવ્યો હતો. મધ્યમાં સિંહાસન પર શ્રી હેમચંદ્રની સામે કુમારપાળને બેસાડયા હતા. તેથી તેની શોભા ખરેખર વિશ્વ મનોહર થઈ હતી.
મંત્રીઓએ પ્રથમ દ્રવ્યથી જયચંદ્રના રાજવÍ લોકોને મેળવી લીધા. અને તેમની મારફત રાજાની મુલાકાત લઈ સર્વ ભેટ અર્પણ કરી. તેનો સ્વીકાર કરી રાજાએ ચિત્રપટના સંબંધમાં ખુલાસો માંગ્યો. એટલે મંત્રીઓ બોલ્યા- “મહારાજ ! આ રાજગુરૂ શ્રીહેમસૂરિ અને એની સામે બેઠેલા અમારા સ્વામી ચૌલુક્યપતિને હિંસા અને અહિંસાની વિપાકભૂમિયો નરક અને સ્વર્ગ બતાવી પ્રતિબોધ્યા છે. તેથી તેમણે દયાધર્મનો સ્વીકાર કરી સર્વત્ર અમારી પડહ દેવડાવી હિંસાની પ્રવૃતિ અટકાવી છે. અમારા દેશમાંથી કાઢી મૂકેલી તે જગદ્વૈરિણી હિંસા હાલ આપના રાજ્યમાં ભરાઈ રહી છે, તેને કઢાવવા સારું અમને અહિ મોકલ્યા છે.
મંત્રીઓનું આ પ્રકારે બોલવું સાંભળી જયચંદ્ર રાજા સભા સમક્ષ બોલ્યો કે “ગુર્જરદેશ બૃહસ્પતિ કહેવાય છે તે યુક્ત છે, આવા કૃપાવંત રાજા હોવાથી તે દેશ સર્વ પ્રકારે શોભે છે. જીવદયાની પ્રવૃતિ કરવા કેવા ઉદાર ઉપાયો યોજી કાઢે છે? ધન્ય છે તે પુણ્યપૂરિત આત્માને તે પોતાના મેળે દયા પાળે છે અને જો હું તેમની પ્રેરણા છતાંએ દયા ન પાળું તો પછી મારી બુદ્ધિની કેવી કિંમત થાય.”?
એમ કહી તેણે પોતાના દેશમાંથી એક લાખ એંશી હજાર જાળો અને હજાર બીજા હિંસાનાં ઉપકરણો મંગાવી બાળી નાંખી ઢંઢેરો પીટાવ્યો કે-“આજથી હિંસાને બાળી નાખવામાં આવી છે'. પછી સામી ભેટો આપી મંત્રીઓને વિદાય કર્યા, અને તેમણે પાટણ આવી સર્વ હકીકત રાજા વિગેરે આગળ નિવેદન કરી. તે સાંભળી શ્રીહેમસૂરિએ કુમારપાલની આ પ્રમાણે સ્તુતિ કરી.
પ્રસિદ્ધ ભરતાદિ ઘણા રાજાઓ ધાર્મિક થઈ ગયા; પણ હે ચૌલુક્ય ! તમારા જેવો પૂર્વે કોઇ થયો નથી, ભવિષ્યમાં થવાનો નથી અને સાંપ્રતમાં છે પણ નહિં. કારણ કે તમો કોઈ ઠેકાણે ભક્તિથી, તો કોઈ ઠેકાણે બુદ્ધિથી, તો કોઈ ઠેકાણે પ્રચુરધન અને સુવર્ણ વિગેરેના દાનથી એ રીતે પોતાના તેમજ પરના મુલકમાં જીવોનું રક્ષણ કરાવ્યું છે ” એટલામાં કોઇક કવિ બોલ્યો.–
બનારસ (કાશી) જેવો હિંસામય યજ્ઞ કરવામાં પ્રધાન અને મત્સ્યના ખોરાકથી જ નભતો એવો જે દેશ તેમાં જે કુમારપાલરાજાએ અમારી પડતો બજડાવ્યો તે તથા તે અમારી પડહાને અંગે કરેલી હેમચંદ્રાચાર્ય મહારાજની સ્તુતિ મહારાજા કુમારપાલનું પરમાતપણું જણાવે તેમાં આશ્ચર્ય નથી?