Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
છે
શ્રી સિદ્ધરાક (જુલાઈ ૧૯૩૯) जो जन्नेसु पसुवहो, विहिओ सग्गाइसाहणनिमित्तं । दियपुंगव ? सेयंचिय (० वेहिं वंचिया), विवेइणो तं ન વતિ | बालोवि मुणइ एवं, जं जीववहेण लब्भइ न सग्गो। किं पन्नगमुहकुहराओ, होइ पीउसरसवुट्ठी ? ॥ तो गुस्णा वागरियं, नरिंद ! तुह धम्मबंधुरा बुद्धि । सव्वुत्तमो विवेगो, अणुत्तरं तत्तदंसित्तं ॥ ता जीवदयारम्मे, घम्मे कल्लाणजणणकयकम्मे । सग्गापवग्गपुरमग्गदंसणे तुह मणं लीणं ॥ तओ रन्ना रायाएसपेसणेण सव्वगामनयरेसु अमारिघोसणापडहवायणपुव्वं पवत्तिया जीवदया। गुरुणा भणिओ राया-महाराय ! दुष्परिच्चया पाएण मंसगिद्धि । धन्नो तुमं भायणं सकलकल्लाणाणं जेण कया मंसनिवित्ती॥
એ પ્રમાણે જીવદયારૂપ ધર્મ સાંભળતાં અત્યંત સંતુષ્ટ થઈને કુમારપાલરાજાએ કહ્યું કે-“હે મુનિનાથ ! તમે મને અત્યંત ઉત્તમ ધર્મ કહી બતાવ્યો. એ ધર્મ મને બહુજ ગમ્યો છે અને મારા અંતરમાં તે બરાબર સ્થાપિત થયો છે. પરમાર્થથી એ જ ધર્મ ઘટી શકે છે. યુક્તિઓ લગાડતાં પણ અન્ય કોઈ ધર્મ ઘટી શકતો નથી. વળી બધા એમજ માને છે કે-આ લોકમાં ઉત્તમ અશન વસ્ત્ર પ્રમુખ આપતાં પરલોકમાં તેવાં જ ઉત્તમ અશનાદિ પામી શકાય છે. એ જ પ્રમાણે આ લોકમાં બીજાને સુખ કે દુઃખ ઉપજાવતાં પરલોકમાં તે અનંતગણ સુખ-દુઃખ પ્રાપ્ત થાય છે. જે માણસ હિંસા કરે છે અને બીજાના જીવિતનો વિનાશ કરે છે, તે પોતાના સુખનો અભાવ અને સંપત્તિનો નાશ કરે છે. વળી એમ કરતો પરલોકમાં બીજા પ્રાણીઓથી પોતાના જીવિતનો અનેકવાર નાશ, સુખનો અભાવ અને સંપત્તિનો ઉચ્છેદ પામે છે. જે વાવવામાં, આવે તે કરતાં અત્યંત વધારે પ્રાપ્ત કરે છે, એ વાત તો અહીં નિઃસંદેહછે. કારણ કે કોદ્રવને વાવતાં તો કોદ્રવ જ મળી શકે. વળી જે પુરુષ જીવોને મારતો નથી તેમજ તેમના જીવિત, સુખ કે વૈભવનો નાશ કરતો નથી, તે પરલોકમાં કોઈ પણ તેને કાંઈ દુઃખ ઉપજાવતા નથી. તેથી ભદ્રપણે મેં પણ અવશ્ય જીવદયા આરાધી છે કે જેથી સંકટોને ઓળંગીને હું આવી રાજ્ય-લક્ષ્મીને પામ્યો. માટે હવે મારે માવજીવ જીવદયા પાળવી, માંસ ન ખાવું અને શિકારનો પણ ત્યાગ કરવો. વળી આરોગ્ય તથા શાંતિને માટે દેવતાની સમક્ષ બકરા, પાડા વગેરેનો જે વધ કરવામાં આવે છે, તેનો પણ મારે અટકાવ કરવો. જીવવધથી ઉપજતા દુષ્કતથી પણ જો આરોગ્યાદિક થાય તો દાવાનળથી વૃક્ષોમાં પુષ્પોત્પત્તિ થવી જોઈએ. યજ્ઞોમાં થતો પશુવધ એ સ્વર્ગાદિકના કારણરૂપ છે એમ બ્રાહ્મણોએ વિવેકીઓને ઠગીને પ્રવર્તાવેલ છે. એક બાળક પણ એમ સમજી શકે છે કે જીવવધથી સ્વર્ગ ન મળે. સર્પના મુખથી શું અમૃતરસની ધારા સંભવે?
એ પ્રમાણે રાજાની ઉચ્ચભાવના જોતાં અત્યંત સંતુષ્ટ થતાં ગુરુમહારાજ શ્રી હેમચંદ્રસૂરિ બોલ્યા કે “હે નરેન્દ્ર ! તારી ધર્મબુદ્ધિ સુંદર છે, વિવેક સર્વોત્તમ છે અને તત્ત્વદૃષ્ટિ પણ અસાધારણ છે કે જેથી જીવદયાથી રમણીય, કલ્યાણ કરનાર તથા સ્વર્ગ અને મોક્ષનો માર્ગ બતાવનાર એવા ધર્મમાં તારું મન લીન છે' પછી રાજાએ