Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શી મિજાજ
( જુલાઈ : ૧૯૩૯)
तो पत्थिवेण, भणियं किमत्थमेत्थागओ इमो लोओ ? । एक्केण सावएणं, भणियमिणं सुण महाराय ! ॥१८॥ पूर्वं वीरजिनेश्वरेऽपि भगवत्याख्याति धर्म स्वयंप्रज्ञावत्यभयेऽपि मन्त्रिणि न यां, कर्तुं क्षम: श्रेणिकः । अक्लेशेन कुमारपालनृपतिस्तां जीवरक्षा व्यधाल्लब्ध्वा यस्य वचः सुधां परमः, श्री हेमचन्द्रो गुरुः ॥१९॥ तत्पादाम्बुजस पांशुभिः प्रथयितुं, शुद्धि परामात्मनस्तद्वक्त्रेन्दुविलोकनेन सफलीकर्तुं निजे लोचने । तद्वाक्यामृतपानतः श्रवणयोराधातुमत्युत्सवं, भक्त्यु,न्युत्कर्षकुतूहलाकुलमना, लोकोऽयमत्रागतः ॥२०॥ ता नरनाह ! कयत्था अम्हे अम्हाण जीवियं सहलं । जेहिं नमिओ मुणिंदो, पच्चक्नो गोयमोब्ब इमो ॥२१॥ जिणधम्मे पडिवत्ती, दूसमसमए असंभवा तुज्झ । देसंतरट्ठिएहिं, सोउं दिट्ठा य पच्चक्खं ॥२२॥
એ પ્રમાણે શ્રી હેમચંદ્રમહારાજ પાસે સંપ્રતિરાજાનું ચરિત્ર સાંભળીને કુમારપાલે તે જ પ્રમાણે જિનરથયાત્રા કરાવીતે આવી રીતે એ અવસરે કુમારપાલરાજાએ કુમારવિહારમાં રમણીઓના નૃત્ય પૂર્વક તથા વિશાલનૈવેદ્યના થાળ યુક્ત એવો શાશ્વતીઅઠ્ઠાઈનો મહોત્સવ શરૂ કરાવ્યો. પોતે જ આઠે દિવસ અષ્ટકર્મનો નાશ કરનાર એવા જિનેશ્વરની સ્નાત્રપૂજા કરીને શ્રી હેમચંદ્ર ગુરુની સમક્ષ તે અંજલી જોડીને બેસતા હતા. એમ કરતાં આઠમે દિવસે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના ચોથા પહોરે રવિના રથની જેમ દિશાઓને પ્રકાશતો જિનનો રથ નીકળ્યો. તેમાં મહારાજને કુમારવિહારના દ્વાર આગળ સ્નાત્ર કરીને વિલેપન કરેલ એવી તથા વિવિધપુષ્પોથી પૂજેલ એવી શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા ઋદ્ધિપૂર્વક સ્થાપન કરી. એટલે વાજિંત્રોના નાદથી ભુવનને ભરતો તથા સામત અને મંત્રીઓ સહિત એવો તે રથ, રમણીય રમણીઓના ત્વરિત નૃત્યપૂર્વક રાજભવન પાસે આવ્યો ત્યારે રાજાએ પટ્ટાંશુક (રેશમી વસ્ત્ર)તેમજ કનકના ભૂષણોથી પોતાના હાથે રથમાં રહેલ પ્રતિમાની પૂજા કરી અને વિવિધ પ્રકારનાં નાટક કરાવ્યાં. ત્યાં રાત્રીભર રહીને રથ, રાજભવનના દ્વાર થી બહાર નીકળ્યો અને ધ્વજસમૂહથી શણગારેલા પટમંડપમાં ઊભો રહ્યો, ત્યાં પ્રભાતે રાજાએ રથમાં રહેલ જિનપ્રતિમાની પૂજા કરીને ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ પોતે આરતી ઉતારી. પછી હાથીઓથી જોડેલ રથ સ્થાને સ્થાને વિશાલપટમંડપોમાં ઊભો રહેતો રહેતો નગરમાં ફરવા લાગ્યો. તે વખતે ઊંચા શોભતા મંડપ, ઊછળતા ધ્વજ-પટો-નૃત્ય કરતી રમણીઓ, ઊચે બાંધેલ માંચડા, ઉન્નત કદલીતંભો તથા લટકતા તોરણથી બિરાજમાન એવા જિનરથોત્સવમાં એ નગરને કૌતુકથી ચોતરફ જોવા માટે લોકો પોતે સહસ્ત્રનેત્ર (ઇંદ્ર અથવા એક હજાર નેત્રવાળા) થવાને વિધાતાને પ્રાર્થના કરવા લાગ્યા. એ પ્રમાણે આઠ દિવસ સુધી કુમારપાલરાજાએ લોકોને ચમત્કાર ઉપજાવનાર રથયાત્રા જેમ ચૈત્રમાં પ્રવર્તાવી, તેમ આસો મહિનામાં પણ રથયાત્રા કરાવી. વળી તેણે પોતાના માંડલિકરાજાઓને કહ્યું કે‘તમે પણ એ પ્રમાણે જિનધર્મનો પ્રભાવ વધારો. એટલે તેઓ પણ પોતપોતાના નગરમાં કુમારવિહારો અને વિસ્તારથી જિનરથયાત્રા કરાવવા અને મુનિભક્તિ કરવા લાગ્યા. આથી સમસ્ત જગત જિનધર્મમય બની ગયું. એક દિવસે ગુરુમહારાજ કુમારપાલના કુમારવિહારમાં ચતુર્વિધ શ્રીસંઘસમક્ષ ધર્મ પ્રકાશતા બેઠા હતા એવામાં અનેક દેશોમાંથી આવેલ લોકોએ ત્યાં પટ્ટાંશુક અને સુવર્ણાભૂષણોથી જિનપૂજા કરી અને કનક કમળોથી શ્રીગુરુના ચરણકમલ પૂજીને તેમને ભક્તિપૂર્વક વંદન કર્યું. તેમજ અંજલી જોડીને તેમણે કુમારપાળરાજાને