Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
હ૪છે
શ્રી સિદ્ધચક્ર
જુલાઈ : ૧૯૩૯
तित्थयर-मंदिराई, सव्वत्थ वि कारविस्साभि ॥१२॥ तत्तो इहेव नयरे, कारविओ कुमरवालदेवेण । गरुओ 'तिहुणविहारो', गयणतलुत्तंभणक्रखंभो ॥१३॥ कंचणमयआमलसारकलसकंद उप्पहाहिं पिंजरिओ । जो भन्नइ सच्चं चिय, जणेण मेरुत्ति पासाओ ॥१४॥ जस्सि महप्पमाणा, सबुत्तमनीलरयणनिम्माया । मूलपडिमा निवेणं, निवेसिया नेमिनाहस्स ॥१५॥ कु सुमोहअच्चिया जा, जणाण काउं पवित्तयं पत्ता । गंगातरंगरंगंतचंगिमा सोहइ जउणव्य ॥१६।। वटुंताण जिणाणं, रिसहप्पमुहाण जत्थ चउवीसा । पित्तलमयपडिमाओ, करावि देवउलियासु ॥१७॥ एवमइक्वंताणं, तह भावीणं जिणाण पडिमाओ । चउवीसा चउवीसा निवेसिया देवउलियासु ॥१८॥ इय पयडियधयजसडंबराहिं बावत्तरीइ जो तुंगो । सप्पुरिसो ब्व कलाहिं, अलंकिओ देवकुलियाहिं ॥१९॥ अन्नेऽवि चउव्वीसा, चउवीसाए जिणाण पासाया । कारविया तिविहारप्पमुहा अवरेवि इह बहवे ॥२०॥ जे उण अन्नेअन्नेसु, नगरगामाइएसु कारविया । तेसिं कुमरविहाराण, को वि जाणइ न संखंपि ॥२१॥ - કુમારપાલ રાજાએ કહ્યું કે-“હે ભગવન્ ! તમારી દેશનારૂપ અમૃતરસથી સર્વાગ સંસિક્ત થતાં મારી મોહજન્ય વિષની મૂચ્છ બધી નષ્ટ થઈ, જેથી રાગ, દ્વેષ, મદ, મોહ, ક્રોધ અને લોભથી રહિત એવા ચોવીશે જિનેશ્વરદેવો હવે મારા જાણવામાં આવ્યા. વળી પૂર્વે પણ મેં ભદ્રકભાવની પ્રધાનતાથી પાપના પ્રવેશને હણનાર એવા આપના ઉપદેશને પામીને, શ્રીમાળીવંશના અલંકારરૂપ, ઉદયન(મંત્રી)રૂપ સાગરને વિકાસ પમાડવામાં ચંદ્રમા સમાન, પોતાની મતિથી બૃહસ્પતિને જીતનાર, ધર્મરૂપ વૃક્ષને પોષવામાં આલવાલ (ક્યારા) સમાન, નયવંત એવા જનોમાં શિરોમણિ, વિવેકરૂપ માણિક્યને ઉત્પન્ન કરવામાં રોહણાચલ સમાન તથા સચ્ચરિત્રરૂપ પુષ્પને પેદા કરવાને વૃક્ષરૂપ એવા બાહડદેવમંત્રીને તથા જગતમાં પ્રકટ એવા વાયડ(વાગડ)ના કુળરૂપ ગગનમાં અલંકારરૂપ એવા ચંદ્ર અને સૂર્ય જેવા ગગ્ય (ગર્ગ)ના પુત્રો જે સર્વદેવ અને સંબાણ શેઠ તેમને આદેશ આપીને અહીં કુમારવિહાર નામે ચૈત્ય કરાવેલ છે કે જે અષ્ટાપદ સમાન ઉન્નત અને ચોવીશ જિનાલયથી રમણીય છે. વળી કનકાચળ સમાન પીતપ્રભાથી વ્યાપ્ત એવા જે ચૈત્યપર રહેલા સુવર્ણમય ધ્વજદંડો કલ્પવૃક્ષ સમાન શોભે છે, તેમજ જ્યાં કાંચનમય સ્તંભોથી જાણે કંદ(મૂળ) યુક્ત હોય, અત્યંત કીંમતી રેશમી ચંદરવાથી જાણે પલ્લવિત થયેલ હોય, ચંદરવામાં રહેલ મુક્તાફળોથી જાણે કુસુમિત બનેલ હોય તથા સુવર્ણના કળશોથી જાણે ફલિત થયેલ હોય એવી લક્ષ્મીલતા (રમણીયતારૂપ) તે શ્રી પાર્શ્વનાથની દેહકાંતિની લાખો લહરીઓથી સિચન પામતી શોભે છે. ત્યાં ચંદ્રકાંતમય પાર્શ્વપ્રભુની મૂલ પ્રતિમા એવી સ્થાપન કરેલ છે કે જે ચંદ્રમૂર્તિની જેમ લોકોના લોચનરૂપ કુવલયોને ઉલ્લાસ પમાડે છે, વળી જયાં સુવર્ણની, રૂપાની અને પિત્તલની બનાવેલ અન્ય અનેક પ્રતિમાઓ કયા જનને આશ્ચર્ય પમાડતી નથી? તેમજ હવે આપની પાસે દેવનું સ્વરૂપ બરાબર સમજીને વિકાસ પામતા શુભભાવથી સર્વત્ર તીર્થકરોનાં મંદિરો કરાવીશ.”
તે પછી કુમારપાળરાજાએ એ જ નગરમાં ગગન-તલને અવલંબન માટે એક મોટા સ્તંભ સમાન તથા કનકના પીતકળશોની તેમજ ધ્વજાઓની કાંતિથી વિચિત્ર એવો ત્રિભુવનવિહાર