Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧)
શ્રી સિદ્ધચક (તા. ળ૨-૩૮) આવા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનની તેત્રીસમી ગાથા દેખીને તે સમય વર્ષાકાલનો હતો એમ વહેમ પડે તેમજ શ્રીદશવૈકાલિક સૂત્રના બીજા અધ્યયનની
पच्छा अन्नया कयाइ सो रहनेमी वारवईए भिक्खं हिंडिऊणं सामिसगासमागच्छंतो वासवद्दलएण अभाहओ एक्कं गुहं अणुप्पविठ्ठो । राईमईवि सामिणो वंदणाए गया, वंदित्ता पडिस्सयमागच्छइ, अंतरे य बरिसिउमाढत्तो, तिताय (तिन्ना) तमेव गुहमणुप्पविठ्ठा-जत्थ सो रहनेमी,
આ પંક્તિઓ દેખીને પણ વહેમ પડે, પરંતુ ઉપર જણાવેલા પાકોમાં વરસાદની હકીકત છતાં વર્ષાકાળ એટલે ચોમાસાનું તો નામ નિશાન પણ નથી. કોઈ પણ મનુષ્ય એવું કહેવાને તો જીભ ચલાવી શકે જ નહિ કે ચોમાસા સિવાય વરસાદ હોય તો પછી વરસાદની વાત જ નહિ માત્રથી ચોમાસુ ગોઠવી દેનાર મનુષ્યો સ્વચ્છંદી દેખવા પ્રરૂપણા કરનારા ગણાય તેમાં આશ્ચર્ય શું? છતાં આ પ્રસંગ ચોમાસામાં નથી બનેલો તે જણાવવા માટે ભવભાવનામાં જણાવેલ શ્રીનેમનાથજીના ચરિત્રમાં આવેલ નીચેનો અધિકાર બસ છે.
विहरंतो देसेसुं भयवं रेवयगिरिं पत्तो ॥ देवेहिं समोसरणे विहिए सडसंजईहिं राइमई । वंदेउं भगवंतं विणियत्ता पच्छिमदिणम्मि ॥ भग्गे य मेहवुट्ठी कहवि पवत्ता तओ य समणीओ । कावि कहंपि हू लयणाइयम्मि लीणा सुसंभंता । रायमईवि गुहाए एक्कात्र पविसए अग्याणंती । तीमियवत्थाइं उबलेइ तत्तो विगयवसणं । तं ददुं रहनेमी पुब्बपविट्ठो गुहंधयारेण । अन्नाओ संखुद्धो विद्धो मयरद्धयसरेहिं । ઈત્યાદિ
ઉપરની ગાથાઓમાં ભગવાન નેમનાથજી મહારાજનું સમવસરણ થયેલું અને વિહાર કરતાં ત્યાં આવેલાની હકીકત ધ્યાનમાં રાખનારો મનુષ્ય કોઈપણ પ્રકારે આ પ્રસંગ ચોમાસામાં થયેલો ગણી શકે જ નહિ.
(યાદ રાખવું કે ચોમાસું બેઠા પછી પણ સાધુઓને પણ ભિક્ષાવૃત્તિ અને ગુરૂવન્દન તો પાંચ કોશના અવગ્રહથી ભગવાન વિરમહારાજના શાસનમાં પણ શાસ્ત્રકારોએ જણાવેલાં છે, વળી ભગવાન અજીતનાથજી, શ્રી શાન્તિનાથજી અને ભગવાન નેમનાથજીના શાસનમાં પર્યુષણાનો કલ્પ અવસ્થિત હતો જ નહિ, અને તે અનવસ્થિત કલ્પને જાણ્યા સમજ્યા સિવાય વર્તમાન શાસનના અવસ્થિત કલ્પવાળાઓ માટે અનવસ્થિત કલ્પના દાખલાઓ ખોટી રીતે રજુ કરવા એ અજ્ઞાનતાની ઓછી સીમા નથી.)