Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
( માર્ચ : ૧૯૩૯ ) ૩૫. આચાર્ય ભગવાન અભયદેવસૂરિજીની પછીના વખતમાં થયેલી શ્રી દાનશેખરસૂરિજીવાળી શ્રી ભગવતીજીની ટીકા-લઘુવૃત્તિમાં ઉપર પ્રમાણે જ અર્થ હોવાથી ત્યાં નજર કરી હોત તો પણ ગોપાલજીભાઈને ગોથું ખાવાનો વખત આવત નહિ.
૩૬. આચાર્ય શ્રી અભયદેવસૂરિજી કરતાં પહેલાંની એક ટીકા અને ચૂર્ણિ છે, અને વર્તમાનમાં ઉપલબ્ધ પણ છે. તેમાં પણ ગોપાળભાઈજીએ અનુવાદકર્તાની યથાર્થતા માટે નજર કરી હોત તો પણ તેમાં આવો અનર્થકારક અર્થ ન દેખવાથી પણ સંકોચ કરીને પણ જૈનજનતાને જુલમના જંગલે હડસેલત નહિ.
૩૭. ગોપાળજીભાઈએ એટલું જ જો શુળદષ્ટિથી સૂત્રને વિચાર્યું હોત તો કે જે ભગવાન મહાવીર પોતાના માટે કરેલો ખોરાક એટલે સાધુ મહાત્માની રીતિથી અશુધ્ધ ખોરાક લેવાનો નિષેધ કરે છે, અને સ્પષ્ટ જણાવે છે. પણ મHો અઅર્થાત તે આધાકર્મી છે માટે મને ખપે એવું નથી તે મહાવીર ભગવાન જે માંસનું ભક્ષણ નરકનું કારણ છે અને પોતે તેને લેવું જાહેર પણ કર્યું છે તેવો ખોરાક મંગાવે અને ખાવા તૈયાર થાય એવું કદિપણ શું બનવા યોગ્ય છે ખરું?તરત જ માલુમ પડત કે આધાકર્મીના પરિહાર કરનાર માટે માંસની કલ્પના એ કેવલ કપોલ પુરાણમાં જ શોભે તેવી છે.
૩૮. જાનવર અને પંખીના માંસમાં જુદા જુદા અવયવના જુદા જુદા ગુણો હોય છે તો અહિં જો ચિકિત્સા માટે માંસ જ લેવું હોત તો તેના અવયવો જણાવત.
૩૯. જાનવર અને પંખીના માસમાં, નરના માંસનાં માદાના માંસના જુદા જુદા ભાગના જુદા જુદા ગુણો હોવાથી જે અહિં ગોપાળજીભાઈના કથન મુજબ માંસ લેવાનું હોત તો ચિકિત્સાનો પ્રસંગ હોવાથી તેનો વિશેષપણે નિર્દેશ કરવો પડત.
૪૦. ગોપાળભાઈજીએ વાત પણ હૃદયમાં નથી ઉતારી શક્યા કે શ્રી રેવતીજી એટલી બધી દયાળુબાઈ છે કે જેણીએ તે પાક તૈયાર કર્યા પછી જેમ તેમ નહિ મેલતાં શીકે મુકેલ છે, અર્થાત્ આગંતુકજીવની હિંસાના ડરથી પાકને શીકે રાખનારી સચ્છીલાબાઈ ઘરમાં માંસ રાંધતી હતી એ માનવા જનારાની અક્કલ ઉપર જગત ફીદા જ થઈ જાય.
૪૧. જૈનાગમમાં કોઈપણ પ્રકારે માંસ ભક્ષણ કરાયું નથી એ ચોક્કસ સમજવું અને તેને માટે પરિહાર્ય મીમાંસા વિગેરે જાણવાની પણ ભલામણ કરવી અસ્થાને નથી.
૪૨. અંતે એ જ અભિલાષા સાથે આ લેખની સમાપ્તિ કરવામાં આવે છે કે આ લખાણ વાંચી શ્રી ગોપાળજીભાઈ આસક્તિ આદિના ખોટાં બહાનાં નહિ કાઢતાં જૈનસમાજમાં અસલથી માંસનો સખત રીતે નિષેધ રહેલાં છે એમ જાણી લેશે અને પોતાની ભૂલ વહેલી તકે સુધારી લેશે. શ્રી સિદ્ધક્ષેત્ર વીરસંવત્ ૨૪૬૫.
નોંધઃ આ લેખ “શ્રી જૈન સત્ય પ્રકાશ” અને “મુંબઈ સમાચારમાં મોકલવામાં આવ્યો છે છતાં, શ્રી સિદ્ધચક્રના રસિક વાચકોને માટે અહિં પણ લેવામાં આવ્યો છે.