Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
છે.
૪૧૫
( જુન ૧૯૩૯ )
ની ફિરાક આવી દુસાધ્યકાર્ય સાધવાની અસાધારણ શક્તિ છે તેથી હું જ ખરેખર ! અત્યંત ભાગ્યશાળી છું.” - હવે એ કવખતે શ્રીસંઘની સાક્ષીએ ઉપદેશ પામતાં રાજાએ સમ્યક્ત્ન અંગીકાર કર્યું. ત્યારે તે આ પ્રમાણે ગુરૂસમક્ષ ગાથા બોલ્યો.-તમારો હું કિંકર-દાસ છું અને આ ભવસાગરમાં એક તમે જ મારા નાથ છો. સમસ્ત ધનાદિકે સહિત એવો મેં મારો આત્મા તમને જ અર્પણ કર્યો છે.એ ગાથા અર્થને સત્ય કરી બતાવતા રાજાએ ગુરૂને રાજય અર્પણ કરી દીધું, ત્યારે ગુરૂમહારાજ બોલ્યા કે- “હે રાજનું ! અમારે નિઃસંગી અને નિઃસ્પૃહીને રાજયનું શું પ્રયોજન છે ? વમેલા ભોગને કેમ સ્વીકારીએ? એ તો અનુચિત જ છે.” એ પ્રમાણે દાન ન લેવા સંબંધી રાજા અને ગુરૂનો સંવાદ થતાં મંત્રીએ તેમાં આ પ્રમાણે વિશિષ્ટ પ્રકારે સમાધાન કર્યું કે હવે પછી રાજાને કરવા લાયક તમામ કાર્યો. હે સ્વામિનું !તમને પૂછ્યા વિના અમે નહિં કરીશું.' એટલે શ્રાવકવ્રત તથા સધ્યાનને માટે રાજાએ એ વચન માન્ય રાખ્યું. પછી રાજાને તત્ત્વાર્થનો બોધ કરવા માટે આચાર્ય મહારાજે બધા શાસ્ત્રોમાં મુગટ સમાન એવું યોગશાસ્ત્ર બનાવ્યું. ગુરૂએ પોતે રાજાને તેનો અભ્યાસ કરાવતાં તેણે ગુરૂ સમક્ષ તે ગ્રંથ વિચારી લીધો.
जग्राह नियमं राजा, दर्शनी जिनदर्शने । यादृशस्तादृशो वा मे, वंद्यो मुद्रेव भूपरो ॥(मुदाधरो गुरु)॥७७३॥ चतुरंगचमूमध्ये, राजा राजाध्वना व्रजन् । गजारूडोऽन्यदाऽद्राक्षीज्जैनर्षि वेश्यया समम् ।।७७४॥ क्षुरलूनशिर:केशं, सितवैकक्षकावृतम् । काश्मीरास्तीर्णमध्वानपन्नद्धारूढपादकम् ॥७७५॥ अतुल्यफणभृद्वल्लीदलवीटकहस्तकम् । आलंबितभुजादंडमंसेऽस्थान्मंदिराद्वहिः ॥७७६॥ कुंभयोय॑स्य मूर्धानं, तं ननाम महीपतिः । पृष्ठासनस्थितश्चक्रे, नदूलनृपतिः स्मितम् ॥७७७॥
પછી સમ્યકત્વવાસિત રાજાએ એવો નિયમ લીધો કે– જિનદર્શનમાં ગમે તેવો સાધુ હોય, તે રાજમુદ્રાની જેમ મારે વંદનીય છે. એવામાં એકદા ચતુરંગસૈન્ય સાથે ગજા રૂઢ થઈને રાજા રાજમાર્ગે જતો હતો, તેવામાં માથે દેશનું મુંડન કરાવેલ, કાશ્મીરી સાલના ઉત્તરીયવસ્ત્રથી આવૃત્ત, પગે કથીરની પાદુકા પહેરેલ, હાથમાં નગવલ્લીના પાનનું બીડું ધારણ કરેલ તથા વેશ્યાના ખભા પર પોતાની ભુજાને લગાડેલ છે જેણે એવા એક જૈનર્ષિને રાજાએ વેશ્યાની સાથે એક મકાનમાંથી બહાર નીકળતો જોયો એટલે હાથીના કુંભસ્થળ પર મસ્તક નમાવતાં રાજાએ તે મુનિને પ્રણામ કર્યા, ત્યારે પાછળના આસન પર બેઠેલ નટુલરાજાને હસવું આવ્યું. ઉપર જણાવેલ પ્રભાવકચારિત્રનો અધિકાર અને આ સિવાય બીજા પણ તેમાં જણાવેલ