Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(અનુસંધાન ટાઇટલ પાનાં ચોથાનું ચાલુ) હત કવિ સાહુ સૂત્રથી કરવામાં આવે છે, આવી રીતે જિનેશ્વરનાં ચૈત્યો અને જૈનશાસનમાં વર્ણનારા છે હા મુનિમહારાજાઓને વન્દન કરવારૂપ પ્રણિધાન કર્યા પછી, પોતાના આત્માને તે બન્ને પ્રણિધાનોના ઉછે
કે ફલને લાયક ક્ષેત્ર બનાવવા માટે, ત્રીજું પ્રણિધાન ભગવાન જગગુરુ વીતરાગ પરમાત્માની સાક્ષીએ આ તક ભવનિર્વેદ વગેરેનું કરવામાં આવ્યું છે, આવી રીતે સામાન્ય રીતે જૈનધર્મની જયોતિને જ અનુસરનારાઓ પ્રણિધાનત્રિકને હંમેશાં વારંવાર આચરે છે; પરંતુ આ પ્રણિધાનનું ત્રિક ક્રિયા છે પ્રતિબદ્ધ હોઈને દેવવંદન અગર ચૈત્યવંદનની ક્રિયામાં નિવિષ્ટ થયેલું છે. પરંતુ જૈનધર્મથી , આ અસ્થિમજ્જાના રાગે રંગાયેલા અને આત્માના કલ્યાણમાં જ અહર્નિશ મગ્ન રહી મોક્ષમાર્ગના
મુસાફરો બનનારા મહાનુભાવો તે પ્રણિધાનની ક્રિયાની અસર પોતાના આત્મામાં ચોવીસે કલાક * જમાવી રાખે છે અને તેથીજ પરમાત મહારાજા કુમારપાલ ઉપર જણાવેલા કાવ્યથી પોતાના
આત્માને પ્રણિધાનમાં મગ્ન થયેલો જણાવે છે. મહારાજા કુમારપાલ પ્રણિધાન એટલે આ ભવ
અને પરભવ વિષય ઇષ્ટફલની સિદ્ધિની પ્રાર્થના કરતાં પાંચ પ્રકારનાં પ્રણિધાને કરે છે, તે પાંચ પર પ્રકારનાં પ્રણિધાનો નીચે પ્રમાણે
૧શ્વેતામ્બરાચાર્ય શ્રી હેમચંદ્રમહારાજનાં વચનોના પાત્રરૂપ મારા કાનો બને(એટલે હું હંમેશ કરવા કલિકાલના સર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રાચાર્ય મહારાજનાં વચનોને સાંભળવાવાળો થાઉં.) જ ૨ લોકાલોક વગેરેને કરામલકવત્ પ્રત્યક્ષપણે જાણનાર સર્વજ્ઞ જિનેશ્વર ભગવાનના છે
ચરણકમલના યુગલમાં મારું ચિત્ત હંમેશા ભ્રમરની માફક લીન રહો. હત ૩ જિનેશ્વર મહારાજની પુત્રી જે દયા નામની છે, તેની સાથે જ હંમેશા મારો પરિચય રહો ! હોય (જગતમાં જેમ માબાપ પુત્રીને જન્મ આપે છે, ઉછેરે છે, અને તેનો યોગ્ય સ્થાને નિવેશ કરે છે. હો તેવી રીતે છકાય જીવોની પ્રરૂપણા કરનાર ભગવાન તીર્થકર હોવાથી તેઓ જ છકાયની દયારૂપી હું પુત્રીને જન્મ આપનારા છે, તેમજ ઈર્યાસમિતિ વગેરે અનુષ્ઠાનોને કહેનાર ભગવાન તીર્થકર હું હોવાથી તેઓ જ દયારૂપી પુત્રીના પાલક અને પોષક છે અને તે દયાના રક્ષણ માટે સત્યાદિક
વ્રતરૂપી વૃત્તિઓ (વાડ)કરીને તેમાં તે દયાને રાખવાથી યોગ્ય સ્થાને નિવેશ કરનારા છે. તેથી દયા હું ભગવાનની પુત્રી ગણાય તેમાં આશ્ચર્ય નથી.)
૪ વિવેક કે જે જ્ઞાનની સાથે ગાઢ સંબંધ રહે છે. તેનો સંબંધ હંમેશાં મને રહો.
૫ જગતમાં ચંદ્ર જેવો નિર્મળ યશ થાઓ. એટલે જે કેવળ યશ, વિવેક, દયા, સર્વજ્ઞચરણ, કે કમળસેવા અને ગુરુવચનના શ્રવણથી જ થયેલો હોય અને જેમાં આશ્રવાદિનું લેશ પણ કલંક ન જ હોય એવો યશ થાઓ યશની વ્યાખ્યા આવી રીતે કરવાનું કારણ એ જ છે કે આ પાંચે પ્રાર્થનાઓનો છે તે ઉદ્દેશ મોહઅન્ધકારનો નાશ રાખેલા છે, અર્થાત્ યશ, વિવેક, દયા, દેવસેવા અને ગુરુશુશ્રુષા એ પાંચે મને મોહઅન્ધકારનો નાશ કરે તેવાં મળો. એવી પ્રાર્થનારૂપી પ્રણિધાન પરમહંત મહારાજા છે, કુમારપાળ કરે છે. આ એક જ કાવ્ય ઉપરથી મહારાજા કુમારપાળનું કેવું ઉત્કૃષ્ટ પરમાઈતપણું જ હશે તે વાચકો સ્ટેજે સમજી શકશે.