Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધસંક્ર
જુન : ૧૯૩૯ કરીને, તે રાજા આ પૃથ્વી ઉપર પોતાનો સંવત્સર ચલાવશે. આવા મહાન પ્રતાપી કુમારપાળ રાજા એક વખતે કથાપ્રસંગમાં ગુરુમુખથી કપિલમુનિએ પ્રતિષ્ઠિત કરેલી અને રજમાં ગુપ્ત થયેલી તે પ્રતિમાની વાત સાંભળશે; જેથી તત્કાળ તે ધૂલિનું સ્થાન ખોદાવી એ વિશ્વપાવની પ્રતિમાને બહાર કાઢી લઈ આવવાનો મનોરથ કરશે. તે વખતે મનનો ઉત્સાહ અને બીજા શુભનિમિત્તો વડે એ રાજા પ્રતિમાને હસ્તગામી થવાનો સંભવ માનશે. પછી ગુરુની આજ્ઞા લઈ યોગ્ય પુરુષોની યોજના કરીને વીતભયનગરના તે સ્થળને ખોદાવવાનો આરંભ કરશે. તે વખતે પરમાર્યત એવા તે રાજાના સત્ત્વથી શાસનદેવતા ત્યાં આવીને સાંનિધ્ય કરશે. કુમારપાળ રાજાના ઘણા પુણ્યથી ખોદાવવા માંડેલા સ્થળમાં જ તત્કાળ તે પ્રતિમા પ્રગટ થશે. તે સાથે તે પ્રતિમાની પૂજાને માટે ઉદાયનરાજાએ આપેલાં ગામોનો આજ્ઞાલેખ પણ પ્રગટ થશે. રાજાએ નીમેલા પુરુષો પ્રાપ્ત થયેલી તે પ્રતિમાને નવીન, હોય તેમ યથાવિધિ પૂજા કરીને રથમાં બેસાડશે. માર્ગમાં તેની અનેક પૂજાઓ થશે. તેની પાસે અહોરાત્ર સંગીત થયા કરશે. તેની સમીપે ગામડાની સ્ત્રીઓ તાળીઓ દઈને રાસડા લેશે. પંચશબ્દવાજિંત્રો હર્ષપૂર્વક વાગશે અને તેની બન્ને બાજુ ચામરો વીંઝતા જશે. એવી રીતે મોટી ધામધૂમ સાથે એ પ્રતિમાને રક્ષકજનો પાટણના સીમાડામાં લાવશે. તે હકીકત સાંભળીને અંતઃપુર પરિવાર સહિત ચતુરંગસેનાથી પરવરેલા કુમારપાળ રાજા સર્વસંઘની સાથે તે પ્રતિમાની સામે જશે. ત્યાં જઈ તે પ્રતિમાને પોતાના હાથે રથમાંથી ઉતારી, હાથી ઉપર બેસાડીને મોટા ઉત્સવ સાથે પોતાના નગરમાં પ્રવેશ કરાવશે અને પોતાના રાજય ભવનની પાસેના ક્રીડાભવનમાં રાખીને, તેની વિધિપૂર્વક ત્રિકાળ પૂજા કરશે. પછી તે પ્રતિમાને અર્થે ઉદાયનરાજાએ જે આજ્ઞાલેખ લખી આપ્યો હતો તે વાંચીને કુમારપાળ તેને અમલમાં મુકી નિષ્કપટી કુમારપાળ રાજા તે પ્રતિમાને સ્થાપન કરવા માટે એક સ્ફટિકમય પ્રાસાદ કરાવશે. જાણે અષ્ટાપદ પર રહેલા પ્રાસાદનો યુવરાજ હોય તેવો તે પ્રાસાદ જોવાથી પણ જગતને વિસ્મય પમાડશે. પછી તે પ્રાસાદમાં તે પ્રતિમાનું સ્થાપન કરશે. એ પ્રમાણે સ્થાપિત કરેલી તે પ્રતિમાના પ્રભાવથી કુમારપાળ રાજા પ્રતિદિન પ્રતાપ, સમૃદ્ધિ અને આત્મકલ્યાણમાં વૃદ્ધિ પામ્યા કરશે. હે અભયકુમાર ! દેવ અને ગુરુની ભક્તિ વડે એ કુમારપાળરાજા આ ભારતવર્ષમાં તારા પિતા જેવા થશે.
__ श्रीत्रिषष्टिशलाकाचरित्रे पत्र १८४ आचार्यों हेमचन्द्रोऽभूत्, तत्पादांबुजषट्पदः । तत्प्रसादादधिगतज्ञानसंपन्महोदयः ॥१५॥ जिष्णुश्चेदिदशार्णमालवमहाराष्ट्रापरान्तं कुरून्, सिन्धूनन्यतमांश्च दुर्गविषयान् दोर्वीर्यशक्त्या हरिः । चौलुक्यः परमार्हतो विनयवान् श्रीमूलराजान्वयी, तं नत्वेति कुमारपालपृथिवीपालोऽब्रवीदेकदा । ॥१६॥ पापर्द्धिद्यूतमद्यप्रभृति किमपि यन्नारकायुनिमित्तं, तत्सर्वं निनिमित्तोपकृतिकृतधियां प्राप्य