Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
::
થી
કે
જુન : ૧૯૩૯
*
****
woછે લાગ્યો કે - “બળદ ચલાવનાર એવા મારે આ કનક કેવું ? આ મારા કનકનો કોણ જાણે કોણ માલિક થશે ? માટે વૃથા ક્લેશ કોણ અંગીકાર કરે ? તમે તમારી પ્રભુતાને લઈને ગમે તે રીતે એનો વ્યય કરી શકો છો, માટે મહેરબાની કરીને એ ગ્રહણ કરી લો. મને મારા બળદથી સંતોષ છે. ત્યારે મંત્રીએ જણાવ્યું કે હું નિરર્થક દ્રવ્ય લેવાનો નથી. એક મજુરની જેમ એ દુર્વહ ભારને વહન કરવાને હું સમર્થ નથી.” એ પ્રમાણે મંત્રી અને વણિકના વિવાદમાં દિવસ પૂરો થયો. પછી રાત્રે કપર્દી યક્ષે સાક્ષાતુ આવીને વણિકને કહ્યું કે –“તે યુગાદીશપ્રભુની કરેલ એક રૂપિયાની પૂજાથી હું સંતુષ્ટ થયો અને તેથી મેં તને એ ધન બતાવ્યું. માટે તું તેની ઇચ્છાનુસાર વ્યય કરજે. બહુ દાન આપતાં કે ભોગ ભોગવતાં પણ એ કદાપિ ક્ષીણ થનાર નથી, તેમજ બીજા કોઈને આધીન પણ એ થવાનું નથી, માટે બીજો વિચાર કરીશ નહીં. આ સંબંધમાં એ નિશાની છે કે તારી પત્ની બહુ જ કટુવચન બોલનારી હતી તે અકસ્માત મીઠાબોલી બની ગઈ, તેમજ ભક્તિથી નમ્ર થઈ ગઈ, એ જ નિશાની સમજી લે.” એ પ્રમાણે સાક્ષાત્ જો ઈને પ્રભાતે તે વણિકે ભારે ભાવનાપૂર્વક સુવર્ણ, રત્ન અને પુષ્પાદિકથી શ્રી આદિનાથ ભગવંતની પૂજા કરી, તેમજ શ્રીકપર્દીયક્ષનું પૂજન કરીને તે પોતાના ઘરે આવ્યો અને પુણ્યકાર્યોથી પોતાના જન્મને પવિત્ર કરવા લાગ્યો. એવામાં શ્રીમાનું વાત્મટમંત્રીએ પણ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તેમજ અત્યંત ભક્તિથી દેવકુલિકા સહિત એ પ્રાસાદમાં ધનનો વ્યય કરતાં તેણે લેશ પણ દરકાર ન કરી. પછી વિક્રમ સંવત ૧૨૧૩ માં આનંદપૂર્વક ઉપર જઈને તેણે ધ્વજારોપણ કરાવ્યું અને હેમચંદ્રસૂરિના હાથે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. इतश्च स्वर्विमानश्रीस्ततःप्रभृति विश्रुतः । श्रीकुमारविहारोऽयं, भव्यदृक्पुण्यलक्षणम् ॥६७३॥ पटुवैकटिकश्रेणिघटनाकोटिटंकितम् । बिंबं श्रीपार्श्वनाथस्य, निष्पन्नं रम्यतावधिः ॥६७४॥ प्रातिष्ठिपत् शुभे लग्ने, मंत्री, श्रीहेमसूरिभिः । अतिचिंतामणि वांछावांछितातीतवस्तुदम् ॥६७५॥ प्रासादशुकनासेव, भूपतिर्मोक्षकामिधम् । छिदं विमोचयामास, विश्वोपकृतितत्परः ॥६७६॥ पूर्णमासीनिशीथे च, रोगिप्रार्थनया ततः । प्रकटीकृततच्छिद्रेऽमृतमस्रावि बिंबतः ॥६७७॥ तच्चक्षुरादिरोगाणामपहारं जनेऽतनोत् । उपचक्रेक एवं हि नृपति सर्वतोमुखम् ? ॥६७८॥ प्रासादैः सप्तहस्तैश्च, यथावणैर्महीपतिः । द्वात्रिंशतं विहाराणां, साराणां निरमापयत् ॥६७९॥ द्वौ शुभ्रौ श्यामलौ द्वौ च, द्वौ रक्तोत्पलवाकौ । द्वौ नीलौ षोडशाथ स्युः, प्रासादाः कनकप्रभाः ॥६८०॥ चतुर्विंशतिचैत्येषु, श्रीमंतो ऋषभादयः । सीमंधराद्याश्चत्वारश्चतुषु निलयेषु च ॥६८१॥