Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી વર્ધમાન જૈન આગમ મંદિરને અંગે
૧. •
શ્રી હરિપ્રશ્નમાં આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન અને ઓઘનિર્યુક્તિને મૂલસૂત્ર તરીકે અને નિશીથ, મહાનિશીથ, દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ, વયહાર અને પંચલ્પને છ છેદ તરીકે જણાવે છે.
નિરયાવલિકા વર્ગ ૧. કલ્પિકા (કલ્પાવતસિકો) વર્ગ ૨. પુષ્પિકા વર્ગ ૩. પુષ્પાવતંસિકા વર્ગ-૪ ને
વલિંદશા વર્ગ પ. લેવાનાં છે. શ્રાદ્ધદિન કૃત્યમાં નિરયાવલિકા મુખ્ય રાખી કલ્પિકા આદિ પાંચ પેટા ભેદ | રાખ્યા છે.
૩. વિચારસારમાં વિરેસેળ એ શબ્દ જોનાર મુખ્ય વિચારસારની રચના કરતાં પીસ્તાલીશ આગમની
રૂઢિ ઘણી જુની અને ભિન્નતાવાળી છે. એમ સ્વીકાર્યા સિવાય રહેશે નહિ.
આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિજી વિગેરેએ શ્રી મહાનિશીથ સૂત્રને પ્રવચનના સાર રૂપે જણાવેલ છે. અને શ્રીમાન દેવસૂરિ વિગેરેએ પ્રકરણો તેના આધારે જ કરેલાં છે. (ઉપાધાનને ઓળવનારને શ્રી મહાનિશીથસૂત્ર ખટકે છે, પરંતુ તે ઉપાધન ઓળવનારાને શ્રીમલયગિરિજી મહારાજાએ નિન્યવ તરીકે ગણ્યા છે.)
૫. આચાર્ય ભગવાન ભદ્રબાહુ સ્વામીજીએ પિòષણા નિર્યુક્તિમાં તથા શ્રી હરિભદ્રસૂરિજીએ તેની વૃત્તિમાં
અનુક્રમે . વત્તના ઉપનિનુત્તી એ વાક્યથી તથા સા પૃથક થાપનનો મયા વ્યાધ્યારૈવેતિ નેદ વ્યાધ્યાય એ વચનથી સ્પષ્ટપણે પિંડનિર્યુક્તિનું ભિન્નપણું જણાવેલ છે. પંડિત રૂપવિજયજી મહારાજે પીસ્તાલીસઆગમની પૂજામાં તે પિંડનિયુક્તિ લીધેલી જ છે.
૬. જો કે પર્યુષણાકલ્પસૂત્ર શ્રી દશાશ્રુતસ્કંધ આઠમું અધ્યયન હોવાથી તેને જુદા સૂત્ર તરીકે લેવાની જરૂર ન
ગણાય, પરંતુ પુસ્તકારોહણમાં તેનું ભિન્નપણું સ્પષ્ટ હોવાથી તેનો અંક જુદો ગણવો તે અનુચિત નથી, છતાં મૂલ ભેદે તો પીસ્તાલીસનો આગમ તરીકે વ્યવહાર છે અને તે સુરક્ષિત છે.
૭. ત્રિજગતગુરૂનો સંદેશ ગણાવવો અને વર્ણ કુલ અને ધર્મ વિગેરેના આચારોને ગુંડાગિરિથી દાબી દેનાર
સંસ્થાના સંદેશહારક બની હોળી સરખા મિથ્યાત્વિના ધર્મને પર્વને નામે ઓત્પાતિક ઉપાધિઓની લ્હાણી કરનારને શું કહેવું?
(વીર સંદેશ)