Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(અનુસંધાન ટાઇટલ પાના ચોથાનું ચાલુ).. આવે છે. તે પરમાર્થથી નાસ્તિકવાદનો જ મહિમા જાહેર કરે છે. ભગવાન જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલ એવો શ્રીજૈનધર્મ અર્થાત્ જૈનદર્શન એ જ ઇંદ્રિયસુખો સિવાય કે બીજો ધર્મ નથી, એમ માનતો નથી.
પરંતુ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર એવાં અહિંસા, સંયમ, અને તપને જ ધર્મ માને છે અને તેવા ધર્મના જે જે કાળે, જે જે આદ્ય પ્રવર્તકો અને આદ્ય ઉપદેશકો થનારા - સ્વયંભૂ આત્માઓ થયા છે, થાય છે અને થશે તે સર્વે સ્વયંભૂ આત્માઓને જૈનદર્શન
પરમેશ્વર તરીકે માને છે. આ કારણથી જ જેમ મુસલમાન વગેરે પાશ્ચાત્ય મતવાળાઓ કે છે એક ભવથી બીજે ભવ, બીજે ભવથી ત્રીજે ભવ, ત્રીજે ભવથી ચોથે ભવ એમ અનેક જ આ ભવોમાં હિડનાર એટલે હિંડ એવા આત્માને માનનાર બૌદ્ધ, સાંખ્ય, વૈદિક, શૈવ કે જૈન ક. ક વગેરે મતોને માનનાર એવા સર્વહિંદુઓને કાફર કહીને બોલાવે છે અગર કાફર ગણે છે.
છે પરંતુ પદાર્થના સાચા સ્વરૂપ તરફ લક્ષ જેમ આપતા નથી અને સાચા પદાર્થ માનનારાઓ દ માટે ધૃણા ઉત્પન્ન કરે તેવા અધમ શબ્દનો પ્રયોગ કરે છે, તેવી રીતે પરમાર્થથી નાસ્તિકતા છે આ તરફ જ ઘસડી જાય, અગર દુનિયાદારીના પદાર્થોની સિદ્ધિમાં જ પરમેશ્વરનું પરમેશ્વરપણું જ સમાઈ જાય તેવા પરમેશ્વરને માનવાવાળા લોકો તપ અને સંયમના આદ્ય પ્રવર્તક અને આ આઘ ઉપદેષ્ટા એવા પરમેશ્વરને માનનારા જૈનો તરફ અણસમજથી ધૃણા દર્શાવનાર એવા તે નાસ્તિક બને તેમાં કાંઈપણ આશ્ચર્ય જેવું નથી. વાંચકે ધ્યાન રાખવાની જરૂર છે કે જૈનદર્શન
પ્રમાણે જગત, જીવો, સ્વર્ગ, નરક, વગેરે પદાર્થોની હયાતી અનાદિ સિદ્ધ જ છે, પરમેશ્વરને આ અન્યથા માનનારાઓ જેમ પરમેશ્વરને અનાદિસિદ્ધ માને છે, તેવી રીતે જૈનો જગત, સ્વર્ગ,
વગેરે પદાર્થોને અનાદિસિદ્ધ જ માને છે, તેથી જૈનોને જગતની ઉત્પત્તિ માટે કે તે સ્વર્ગ અને નરકને બનાવવા માટે પરમેશ્વરને માનવાની જરૂર રહેતી નથી. પરંતુ જગતના જ સર્વ જીવો અનાદિકાળથી અજ્ઞાનમાં ડૂબી રહેલા છે, અને તે અજ્ઞાનના પ્રતાપે પોતાના જ હિતને, પારલૌકિક પદાર્થને, આત્માના શુદ્ધ સ્વરૂપને કે શુદ્ધસ્વરૂપને
(ાઓ અનુસંધાન પાનું ૩૭૫)