Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક
( જુન : ૧૯૩૯
હે ભગવાન! હું મારા નેત્રો બંધ કરીને તથા મારા મનને સ્થિર કરીને જયારે ચિંતવન કરું છું ત્યારે મને એવુંજ માલમ પડે છે કે ) આ જગતમાં સંપૂર્ણ કર્મક્ષયના કારણભૂત તમેજ દેવ છો, પરંતુ બીજો કોઈ દેવ નથી. ૩૦
भक्त्या स्तुता अपि परे परया परेभ्यो, मुक्ति जिनेन्द्र ! ददते न कथञ्जनापि । सिक्ताः सुधारसघटैरपि निम्बवृक्षा, विश्राणयन्ति न हि चूतफलं कदाचित् ॥३१॥
હે જિનેન્દ્ર ! ઉત્કૃષ્ટ ભક્તિથી સ્તુતિ કરાયેલા પણ બીજા દેવો બીજાઓને (પોતાની સ્તુતિ કરવાવાળાને) કોઇપણ પ્રકારે મુક્તિ આપતા નથી. (તે યુક્ત જ છે, કારણ કે) અમૃતના ઘડાઓથી સીંચાયેલા પણ લીંબડાના વૃક્ષો કોઈપણ કાળે આંબાના ફળને આપતા નથી. ૩૧
भवजलनिधिमध्या न्नाथ निस्तार्य कार्यः, शिवनगरकुटुम्बी, निर्गुणोऽपि त्वयाऽहम् । न हि गुणमगुणं वा, संश्रितानां महान्तो, निरुपमकरुणार्दाः, सर्वथा चिन्तयन्ति ॥३२॥
હે નાથ ! ગુણરહિત એવા પણ મને તમારે સંસારસમુદ્રના મધ્યભાગથી નિસ્તાર કરીને મોક્ષનગરનો કુટુંબી કરવો જ જોઈએ.(કારણ કે) ખરેખર અદ્વિતીય દયાથી આર્દ થયેલા મહાન પુરુષો આશ્રયે આવેલાઓના ગુણ અગર તો અવગુણને સર્વથા ચિંતવતા નથી. ૩૨
प्राप्तस्त्वं बहुभिः शुभस्त्रिजगतश्चूडामणिर्देवता, निर्वाणप्रतिभूरसावपि गुरुः श्रीहेमचन्द्रप्रभुः ।
तन्नातः परमस्ति वस्तु किमपि, स्वामिन् ! यदभ्यर्थये, किन्तु त्वद्वचनादरः प्रतिभवं,स्याद्वर्धमानो મમ રૂ રૂા.
ઘણા પુણ્યોએ કરીને ત્રણ જગતના ચિંતામણિ સરખા અને મોક્ષના સાક્ષી એવા તમે દેવ અને આ હેમચંદ્ર પ્રભુ ગુરુ પણ પ્રાપ્ત થયેલા છે, તેથી કરીને તે સ્વામિન્ ! આનાથી બીજી કોઈ પણ ઉત્કૃષ્ટ ચીજ નથી કે જેની હું તમારા પાસે) યાચના કરું. પરંતુ ભવભવ તમારા વચનોને વિષે વધતો એવો આદર (બહુમાન) મને હો. ૩૩
ઉપર જણાવેલી પરમાઈત કુમારપાલની બનાવેલી સ્તુતિને વાંચનારો સુજ્ઞ મનુષ્ય કોઇપણ દિવસ પરમહંત કુમારપાલ મહારાજાના જૈનત્વમાં સ્વપ્ન પણ શંકા કરી શકે તેમ નથી.
"संवत् १२२१ श्रीजावालिपुरीयकाञ्जनगिरिगढस्योपरिप्रभुश्रीहेमसूरिप्रबोधितगूर्जरधराधीश्वरपरमार्हतचौ लु क्यमहाराजाधिराजश्रीकुमारपालकारिते श्रीपार्श्वनाथसक्त - प्रभुबिम्बसहिते श्रीकुमारविहाराभिधाने जैनचैत्ये सद्विधिप्रवर्त्तनाय बृहद्गच्छीयवादीन्द्र श्रीदेवाचार्याणां पक्षे आचन्द्राकँसमर्पिते संवत् १२४२ वर्षे एतद्देशाधिपचाहमानकुलतिलकमहाराजश्रीसमरसिंहदेवादेशेन भां० पासुपुत्र भां० यशोवीरेण समुद्धृते श्रीमद्राजकुलादेशेन श्रीदेवाचार्यशिष्यैः