Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
ఉపుడు ఎదురుపడడములు పడుతుందనుకుంటాడు తుడుచుకు
જે ધર્મનું સ્વરૂપ અને તેની ઉપમાઓ
ముడుతలు పడడబడబడబడబడబడబడబడబడా ప్రతా బడా బడా
જગતમાં કોઈપણ આસ્તિકવર્ગ ધર્મની ઉત્તમતાને માન્યા સિવાય રહી શક્તો નથી. જગતમાં જેમ સત્યવાદીપણાની, શાહુકારીની, સરલતાની, અને નિર્લોભીપણાની સ્થિતિ સર્વ મનુષ્યો મેળવી ન શકે તો પણ પોતાના ઉપર છાપ તો તેવી મરાવવા માટે જરૂર પ્રયત્ન કરે છે, તે ઉપરથી સ્પષ્ટપણે સુજ્ઞમનુષ્યો સમજી શકે કે દરેક મનુષ્ય ભલે સત્યવાદી વિગેરેની અવસ્થાને ધારણ કરીન શકે તો પણ તે સત્યવાદીપણા વિગેરેની દશાને જરૂર ઈષ્ટ તો ગણે જ છે, તેવી જ રીતે પરમાર્થ દષ્ટિમાં મુસાફરી કરનારને જરૂર જણાશે કે જગતના જીવો ધર્મને ઈષ્ટ તરીકે તો ગણે જ છે કેમકે તેમ નહોત તો કોઈપણ મનુષ્ય ધર્મને કરતો હોય અગર ન કરતો હોય તો પણ તે ધર્મીપણાના શબ્દથી ખુશ થાય છે. અંશે પણ ધર્મીપણાના શબ્દથી નાખુશ તો થતો જ નથી, પરંતુ પોતે અધર્મના કાર્યોને છોડનાર હોય અગર ન હોય તો પણ પોતાને માટે અધર્મી એવો શબ્દ વપરાય ત્યારે તે જરૂર નાખુશ થાય છે, પરંતુ તે એક અંશે પણ ખુશી થતો નથી. એટલે કહેવું જોઈએ કે જગતના જીવોને સામાન્ય રીતે ધર્મ એ ઈષ્ટવસ્તુ છે, અને અધર્મ એ અનિષ્ટ વસ્તુ છે, સામાન્ય રીતે જગતમાં એ વ્યવહાર સર્વત્ર દેખવામાં આવે છે કે જે વસ્તુ જે મનુષ્યને ઈષ્ટ હોય છે તે મનુષ્યને તે વસ્તુના લાભને બતાવનારા જુઠ્ઠા શબ્દો પણ આનંદ ઉપજાવનારા થાય છે, તથા જે વસ્તુ જેને અનિષ્ટ હો તે વસ્તુના સંબંધને જણાવનારા જુઠ્ઠા શબ્દો પણ અફસોસ કરાવનારા કે દુઃખ કરાવનારા થાય છે. જગતમાં ધનવૃદ્ધિ, આયુષ્યવૃદ્ધિ, પુત્રલાભ, અર્થલાભ વિગેરેનાં વાક્યો આશીર્વાદ દેનારાના કહ્યા પ્રમાણે ફળીભૂતજ થાય છે એવો નિયમ નથી, છતાં તે આશીર્વાદના વાક્યો સાંભળતાં સર્વ સુજ્ઞમનુષ્યો ખુશ થાય છે, કોઈ પણ નાખુશ થતું નથી અને નિઃસંતાનપણું, દરિદ્રપણું, કોઢીયાપણું, યાવતું મરણ પામવાપણું કહેનારા દુર્જનોના વાક્યથી કોઈપણ પ્રકારે તે તે નિ:સંતાનપણું, વિગેરે થઈ જતાં નથી, છતાં તેવા અધમ શબ્દો બોલનારા અધમ મનુષ્યો તરફ કોઈપણ પ્રકારે મનુષ્યને રૂચિ થતી હોય તેમ દેખાતું નથી એટલું જ નહિ, પરંતુ મધ્યસ્થ મનુષ્યો તરફથી પણ તેવા અધમ વાક્યો બોલનાર અધમોને પીટકાર મળે છે, અગર દુષ્ટતાવાળા ગણવામાં વે છે, એ વાત વિચારતાં સ્પષ્ટ માલમ પડશે કે ઈષ્ટપણે ગણાવયેલી વસ્તુના સંયોગને જણાવનારો અસત્ય શબ્દ પણ પ્રીતિ ઉપજાવનારો થાય છે. અને અનિષ્ટ તરીકે ગણાવેલી વસ્તુના સંયોગને જણાવનારો જુઠો શબ્દ પણ અપ્રીતિ કરાવનારો થાય છે. એ સ્થિતિએ વિચારતાં આખા જગતને ધર્મ એ ઈષ્ટ વસ્તુ હોવી જ જોઈએ અને તેવી જ રીતે અધર્મ એ પણ અનિષ્ટ વસ્તુ હોવી જોઈએ, આવી રીતે ધર્મની ઈષ્ટતા જાણ્યા છતાં જેઓને ધર્મના સ્વરૂપનું જ્ઞાન ન હોય તેઓ ધર્મના નામે અધર્મના સંયોગમાં રાજી થાય, અને અધર્મના નામે ધર્મના સંયોગમાં પણ બેરાજી થાય તેમાં કોઈપણ પ્રકારે આશ્ચર્ય નથી. તેથી દરેક મનુષ્ય ધર્મના સ્વરૂપને જાણવાની જરૂરીયાત સ્વીકારવી જ જોઈએ. ધર્મનું સ્વરૂપ જાણવા પહેલાં નીચેની વાતો સમજવી જરૂરી છે.
(જુઓ પાનું ૨૧૬).
మైలును లోలోపురములోని ప్రముఖులు ముడుపులు ప్రజల ముందుకు
တလတလတလတလတလ တလတလ တတတတတတတတတတတတတတတတတ