Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
| (તા. ૧૯-૨-૩૯) ... શ્રી સિદ્ધચક્ર - ભગવાન્ શ્રી મહાવીરસ્વામિજી ઉપર “માંસાહારી' નો આરોપ
મૂકનાર પટેલ ગોપાળદાસ ક્યારે સાચા રાહે આવશે? મહાશય! તમોએ શ્રી જૈન સંઘના વ્યવહારથી દૂર રહેલા એવા રાયચંદને અનુસરનાર પૂંજાલાલની આર્થિક મદદથી બહાર પાડેલ શ્રી ભગવતીજીના અનુવાદણમાં ભગવાન્ મહાવીર મહારાજાની બાબણમાં અણસમજ ભરેલો અર્થ કર્યો છે એ ચોક્કસ સમજી શકાય તેમ છે, છતાં તમો તમારી તે અણસમજને ભગવાન અભયદેવસૂરિજીએ કરેલી ટીકાને જોઈને સુધારી નથી, એટલું જ નહિં, પરંતુ તમો કબુલ કરીને તમારા તે પ્રસ્થાનના લેખમાં જણાવો છો કે મારા ઘણા મિત્રોએ મને તે શ્રી ભગવતીજીના અનુવાદમાં થયેલી ગેરસમજને સુધારવા અનેક પત્રોથી હિતની દષ્ટિએ સૂચના કરી છે. આટલું છતાં તમોએ તમારી ભૂલ નહિ સુધારતાં તે સૂત્રને ઉલટો અર્થ પકડી રાખવા સાથે મિત્રોની હિતદષ્ટિને પણ ધકક્કો માર્યો છે; છતાં પ્રથમ તમોને આ ટુંકા લખાણથી સુધરવાનો માર્ગ દેખાડું છું. છતાં જો તમારો સુધારો નહિ જ થાય તો પછી વિસ્તારથી લખવાની આવેલી મારી ફરજ મારે બજાવવી જ યોગ્ય ગણાશે.
ચર્ચાનો વિષયભૂત પાઠ આ પ્રમાણે છે:
"रेवतीए गाहावइणीए ममं अट्ठाए दुवे कवोयसरीरा उवक्खडिया, तेहिं नो अट्ठो, अत्थि से अन्ते पारियासिए मज्जारकडए कुक्कुडमंसए, तमाहाराहि एएणं अट्ठो" • ૧.આ જણાવેલ પાઠમાં કોઈપણ પ્રકારે તમો પાઠ ભેદ માનતા નથી.
૨. ભગવાન મહાવીર મહારાજને થયેલા પિત્તજવર અને દાહની બાબતમાં તમારો મતભેદ નથી.
૩. તમો ‘તુવે વોયસરીરા' એ પદોથી બે પારેવાનાં શરીર એમ લેવા માગો છો તો તમારે નીચેની હકીકત વિચારવાની જરૂર છે. અ. જો કબુતરનું માંસ લેવું હોય તો “વોયા' એટલું જ લખવું યોગ્ય છે, શરીર શબ્દ લગાડવાની જરૂર ન હોય
(તેથી અહિં પારેવો અર્થ ન લેવાય.) આ. માંસાહારના જે પ્રસંગો વિપાકસૂત્રાદિમાં અધર્મ માટે વર્ણવવામાં આવ્યા છે તેમાં કોઈપણ સ્થાનકે
જાતિવાચક શબ્દની સાથે શરીર શબ્દ હોતો જ નથી (તથી અહિં વનસ્પતિ અર્થ લેવો પડે.) ઈ. જો માંસ લેવાનું હોય તો જુવે એટલે બે (કપોતશરીર) એમ કહેવાનું હોય જ નહિ. ઈ. માંસને અંગે “મન્ના તત્તિ' વગેરે શબ્દો વપરાય છે. જુઓ ઉપાસકદશાંગનું મહાશતક અધ્યયન અને
વિપાકસૂક્ષનો ભીમકૂટગ્રાહિનો અધિકાર વગેરે. ઉ. શ્રી ભગવતીજી આદિના શંખપુષ્કલી આદિના અધિકારને જોવાથી સ્પષ્ટ માલમ પડશે કે “વડિયા'
નો પ્રયોગ માંસ વિગેરેમાં નથી થતો, પરંતુ પ્રશસ્ત એવા અશનાદિમાંજ થાય છે. સારાંશ : શરીર, તુવે અને વડિયા એ પદોનો વિચાર કરશો તો તમોને સવળો અર્થ તરત સૂઝશે.