Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
| (તા. ૧૯-૨-૩૯) શ્રી સિદ્ધચક્ર
9 ૭. અને એ પુલિંગ પદ રાખવાથી જ આગળના ‘વ’ નો ‘વ’ થઈ શક્યો, નહિતર અને ર એમ ચકારવાળું જ
પદ રહેત. ૮. આ વાક્યમાં પૂર્વના વાક્યની માફક અવસ્થા એમ પણ નથી, તેમ મન્ના આદિ પણ નથી. પરંતુ
અસ્થિ એવું સામાન્ય સત્તા દેખાડનાર જ ક્રિયાપદ છે, એટલે સમજી શકાય છે કે જેમ કહોળાપાક તૈયાર કર્યો છે તેમ આ બીજોરા પાક પોતે તૈયાર કરેલો નથી. અર્થાત્ વૈદ્યક વ્યાપારીને ત્યાંથી તૈયાર લેવાયેલો
પાક છે. ૯. આ વાક્યમાં પારિવાસિ એવું જે પદ છે તે ઉપર ગોપાલજીભાઈ એ બરોબર ધ્યાન આપવાની જરૂર હતી.
પ્રથમ તો જો ગોપાલજીભાઈના કહેવા પ્રમાણે માંસ અર્થ કરીયે તો માંસને શ્રી નિશીથસૂત્ર અને શ્રી કલ્પસૂત્રમાં સંયિક વિગય જણાવી બીજે દિવસે નહિં કામ લાગી શકે એવા સ્વરૂપવાળી જણાવી છે. એટલે જેમ માંસનું અનર્થકારકપણું અને નરકગમનના હેતુપણું છે તેમજ વળી વાસી માંસ લેવામાં તો અનર્થનો પાર રહેજ નહિ, માટે માંસ અર્થ કરવામાં પરિસિણ એ શબ્દ કોઈપણ પ્રકારે લાગુ પડે તેમ નથી. એટલે સ્પષ્ટપણે માનવું જ જોઈએ કે ઘણા દિવસનો બીજોરાનો પાક એને ત્યાં છે. સામાન્ય મનુષ્ય પણ હેજે સમજી શકે તેમ છે કે બીજોરા આદિના પાકો જુના જો હોય છે તો વધારે સારું કાર્ય કરે છે, માટે
અહિં પાયા સે એ પદ વનસ્પતિવિશેષના મોરંબાને જ જણાવે છે. એમ સ્પષ્ટ સમજાય તેમ છે. ૧૦. એક દિવસને અંતરે લેવાનું હોય છે. ત્યારે જૈન શાસ્ત્રમાં હિન્ઝો એમ જણાવાય છે અગર પબ્લસિ એમ
જણાવાય છે, પરંતુ પરિસિએ પદ ઘણા જુનાને માટે વપરાય એ જ યોગ્ય છે. શ્રી બૃહત્કલ્પના પાંચમા - ઉદેશા વગેરેના સ્થાનો જોનારને સ્પષ્ટ માલમ પડશે પરિયાસિ એ પદ તેલ અને ઘી જેવા લાંબાકાલ સુધી
રહેવાવાળા પદાર્થને લાગુ થાય છે, માટે આ સ્થાને પરિયલિશબ્દથી માંસનું પ્રકરણ કોઈપણ પ્રકારે ઉભું
રહી શકે તેમ નથી. ૧૧. ગોપાલજીભાઈ ! આ વાક્યમાં મMારણ એવું પદ સ્પષ્ટપણે છે અને તેવા પદની તમારે કબુલતા કર્યા
સિવાય છૂટકો પણ નથી, તો હવે આમાં વિચારવાની જરૂર રહે છે કે તમો બિલાડીયે મારેલું એવો અર્થ શાથી કરો છો? પ્રથમ તો અહિં હિંસા અર્થને કહેવાવાળો –
વહી. હિંસા. દઈ ધારૂપ ૩૬પ નીવિગ વવશેવિણ વગેરેમાંથી કોઈ શબ્દ છે? ૧૨. જૈનશાસ્ત્ર અગર અન્ય કોઈપણ તેવા શાસ્ત્રમાં મારેલો એવો અર્થ જણાવવા માટે રૂડા એવો કે એના
જેવો શબ્દ વપરાયો નથી, તો પછી અહિં શા માટે ગોપાલજીભાઈ ! ૧૩ નો અર્થ મારેલો કે હણેલો એમ કરવા જાય છે? માંસનો અર્થ ઠોકી બેસાડવાની વૃત્તિ ન હોય તો ડણ શબ્દનો અર્થ હણેલ કે મારે એવો
કરવા જવાત જ નહિ. ૧૩. મન્નારમાં આવેલ “મજ્જાર' શબ્દ પણ બિલાડાને કહેનાર લીધો તે પણ વિચારશ્રેણિ વિના જ લીધો. કંલિકાલ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી ગુદાં તાપસતનાર' એમ કહી નિઘંટુસંગ્રહમાં માર્જર શબ્દથી ઇગંદીનું વૃક્ષ લે છે અને તેનું તેલ બીજોરાને રોકવામાં, અને હીમજ આદિને રોકવામાં લેવાય છે, એટલે એમાં તળાય છે તેમ તળાય એ સંભવિત હકીકત કેમ લઈ શક્યા નહિ?