Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
&
&
&
હAAAAAA1As
જ
(અનુસંધાન ટાઈટલ પાનું ૪ થું) ૧. કેટલાક મનુષ્યો પુણ્ય કે નિર્જરારૂપ ધર્મને નહિ સમજતા હોવાથી અથવા તો તે ધર્મ કરવામાં અશ્રદ્ધાવાળા કે આળસુ હોવાથી વસ્તુના સ્વભાવને જ ધર્મ ગણવા તૈયાર થઈ આશ્રવને છોડવા કે સંવરાદિને આદરવા બેદરકાર થાય છે, પરંતુ તેઓએ વિચારવું જોઈએ કે જ્યાં ધર્મ એટલે સ્વભાવ અને ધર્મી એટલે સ્વભાવવાળો એવા વિભાગ કરીને ધર્મધર્મી તરીકે પદાર્થો સમજાવવા હોય ત્યાંજ માત્ર તે વસ્તુ સ્વભાવને ધર્મ કહેવો તે વ્યાજબી ઠરે."
૨. કેટલાકો તરફથી પોતાની ફરજને ધર્મ તરીકે ગણવામાં આવે છે, અને પુણ્ય કે નિર્જરા ધર્મથી વિમુખ થવાય છે. પરંતુ કૌટુંબિક વ્યવહારને અંગે જે કાર્ય કુટુંબની અપેક્ષાએ કરવું જોઈએ તે કાર્ય જણાવવું હોય ત્યારે જ તે ફરજ ને ધર્મ તરીકે ઓળખાવી શકાય, પરંતુ જેમ વસ્તુ સ્વભાવને ધર્મ કહેતાં પાપનો સ્વભાવ દુઃખી કરવાનો છે અને ઝેરનો સ્વભાવ મારવાનો છે એમ ગણી કોઈ પણ વ્યવહારિકક મનુષ્ય પાપ કે દુઃખથી ઝેરની માફક બેદરકાર રહી શકે નહિ, તેમજ રીતે કૌટુંબિક વ્યવહારની ફરજને ધર્મ માનનારો મનુષ્ય જો સુજ્ઞ હોય તોજ કુલપરંપરાથી આવતી ચોરી, જુગાર, વ્યભિચાર, હિંસક પણું વિગેરે ફરજોને ખરાબ સમજી સર્વથા દૂર કરી શકે. અજ્ઞાનીઓ તો એવી ફરજોને પોતાની ફરજ જ છે એમ ગણીને કરનારો તે મનુષ્ય આ ભવ અને પરભવમાં તો શું પરંતુ ભવો ભવમાં પણ તે પોતાના આત્માના હિતથી દૂર જ રહેનારો થાય છે.
૩. કેટલાકો પોતાનું મન શુદ્ધપણે જે વર્તન કબુલ કરે તેને ધર્મ કહેવા દોરાય છે, પરંતુ તેઓએ પણ સમજવું જોઈએ કે બિલાડીનું બચ્ચું ઉંદરને મારવા જતાં કે કૂતરું બિલાડીને મારવા માં જતાં કે કોળી વાઘરીનાં બચ્ચાંઓ જનાવરોને મારવા જતાં શુદ્ધ હૃદય ધરાવતાં ગણાય, એટલું જ નહિ. પરંતુ શુધ્ધ હૃદયપણાની વ્યાખ્યા જો શાસ્ત્રોને અનુકૂલ એમ થતી હોય તો સ્પષ્ટ શબ્દોમાં કહેવું જોઈએ કે શાસ્ત્રના વચનોને અનુકૂલ પ્રવૃત્તિ કરવી તેનું નામ જ ધર્મ છે, અને શાસ્ત્રથી નિરપેક્ષપણે શુદ્ધતાની વાતો કરવી તે તો કેવળ અધમઆચારોના સંસ્કારો ધરાવનાર બાળકોના અધમકૃત્યોને પણ શુદ્ધ માનવા જેવું જ થાય. અને એથી જ ગાંધી જેવા વાછડાને મારનાર અને વાંદરાને મરાવવા તૈયાર થાય.
જો કે શાસ્ત્રોની ઉત્તમતાના વિષયમાં આસ્તિકોને પરસ્પર મતભેદ હોવાથી શુદ્ધ અંતઃકરણના વિષયમાં પણ વિવાદનું ખસવું તો થતું જ નથી, છતાં અહિંસાદિક પદાર્થો એટલા જ બધા શુધ્ધ અને પવિત્ર છે કે તેઓનું સ્વરૂપ અને ભેદ વિગેરે સંબંધી ભિન્નતા છતાં પણ અહિંસા વિગેરેની ઉત્તમતામાં કોઈ પણ જાતનો મત ભેદ રહેતો નથી, એટલે અહિંસા વિગેરેવાળું અંતઃકરણ વ્યવહારથી શુધ્ધ અંતઃકરણ છે એમ કહી શકાય, પરંતુ શુધ્ધ દ્રષ્ટિએ વિચારતાં વાસ્તવિક શુધ્ધ અંતઃકરણ ત્યારે જ કહેવાય કે જયારે સાચી માન્યતા ધરાવવા સાથે શુધ્ધદેવ ધર્મ અને ગુરૂની ઉત્તમતા અંતઃકરણમાં વસાવી અહિંસાદિના માર્ગે પ્રવર્તવાનું થાય.
(જુઓ અનુસંધાન પાનું ૨૧૫)