Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(અનુસંધાન ટાઈટલ પાનું ૪થે) વાચકવૃંદને યાદ હશે કે ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજની વખતે એક એવો પણ પૂર્વપક્ષનો વર્ગ હતો કે જે વર્ગ કે પક્ષ માત્ર બાળપણાની દીક્ષાનેજ માનનારો હતો તે વર્ગનું કહેવું
એવું હતું કે જેઓ બાળપણથી દીક્ષીત થાય તેઓજ અશુભ સંસ્કાર વગરના હોઈને શુભ સંસ્કારને S પામવાને માટે સંપૂર્ણ લાયક ગણાય, પરન્તુ જેઓ અશુભ સંસ્કારના કચરામાં રગદોળાયેલા હોય છે
તેવા ભક્તભોગીઓ કે સંસારીઓ જેવા ત્યાગી બને તો પણ પૂર્વના અશુચિ ભરેલા સંસ્કારોને 6 લીધે કોઈ દિવસ તેવી પવિત્રતાને પામી શકે જ નહિ, જો કે ભગવાન હરિભદ્રસૂરિજીએ આ પક્ષનું (હું સમાધાન આપ્યું છે અને તેમાં અવિવેકરૂપી બાલ્યતા છોડવાનું મુખ્ય કેન્દ્ર રાખ્યું છે, પરન્તુ વયની
અપેક્ષાએ બાલની દીક્ષાને અંશે પણ આંચ આવવા દીધી નથી, આવી રીતે બાલ્યપણામાં દીક્ષા લેનારા હોય તેને શાસનને અનુસરનારો શ્રાવક અત્યંત ધન્યતાને પાત્ર ગણે તો પછી જેઓ બાળકની દીક્ષાને અયોગ્ય કે નાલાયક ઠરાવે તેવા ભાવનગરના લોકોને શાસનની સીડીએ ચઢેલા પણ કોણ હું સમ્યગ્દષ્ટિ માની શકે?
યાદ રાખવું કે આ શાસન જૈનનું હોવાથી એના પગથીયાથી શિખર સુધી ત્યાગ ત્યાગ ને ત્યાગ જ ઓતપ્રોત થયેલો છે, અને તેથી જ કોઈપણ પોતાને જૈની કહેવડાવે કે શ્રાવક કહેવડાવે કે સંઘ કહેવડાવે અને પોતે બાલદીક્ષાથી વિરૂદ્ધ માન્યતા ધરાવે બોલે કે તેનું વર્તન કરે તો તે કેવલ
શાસન અનુસારીપણા શ્રાવકપણાનો કે સંઘપણાનો પોતાને માટે મૃત્યુઘંટ વગાડે છે. શાસનને આ (RS અનુસરનાર શ્રાવકપણું ધરાવનાર કે શ્રી સંઘની મહત્તાને ઉપાડનાર જો કોઈ પણ હોય તો તે માત્ર
તેઓજ હોઈ શકે કે જેઓ સ્ત્રી કુટુંબઆદિ ગૃહવાસને છોડીને બાળપણમાં દીક્ષા લેનારાઓની સતત પ્રશંસા કરે, ભક્તિ કરે અને તેને અનુમોદનારા પક્ષનું જ અનુમોદન કરે.
ઉપર જણાવ્યા પ્રમાણે બાળપણામાં દીક્ષીત થનારાની ભવિષ્ય દશાની માત્ર પ્રશંસા કરનારો શ્રાવકવર્ગ હોય એમ નહિ, પરંતુ તે બાલપણે દીક્ષીત થનારાના સમગ્ર જન્મને અત્યંત કૃતાર્થ તરીકે માનનાર શ્રાવકવર્ગ હોય અને તેટલા માટે જ આચાર્ય ભગવંત શ્રીદેવેન્દ્રસૂરિજી શ્રાવકને મુખે બાલ્યપણામાં વ્રત ધારણ કરનારની પ્રશંસા કરાવતાં અને બહુમાન જણાવતાં બોલાવે છે કે તેઓનો જન્મ અત્યંત કૃતાર્થ છે, જો કે મિથ્યાત્વદશામાં હોવા છતાં પણ નિરાગ્રહપણું ધારણ 6 કરનાર કે સુપાત્રમાં દાન દેનાર અગર મોક્ષમાર્ગને અનુસરતાં તેવા તેવાં ધર્મકાર્યોને કરનાર હોય
તોપણ તેનો જન્મ કૃતાર્થ ગણવામાં આવે છે, છતાં આ બાલ્યપણામાં દીક્ષા ધારણ કરનાર મહાપુરૂષનો જન્મ તો અત્યંત કૃતાર્થ થયો છે એમ શુદ્ધ શ્રાવકવર્ગ માને. ઉપર જણાવેલી અત્યંત
કૃતાર્થ જન્મપણાની હકીકતને વાંચનાર અને સમજનાર મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકે કે સામાયિક & પૌષધ પૂજા પ્રભાવના મૂર્તિ મંદિર પ્રતિષ્ઠા ઉદ્યાપન ઉપધાન અને ઓચ્છવ મહોચ્છવ વિગેરે (૯ કરનારાઓના જન્મને શાસ્ત્રકારોએ અને સમ્યગ્દષ્ટિમહાનુભાવોએ કૃતાર્થ તરીકે ગણેલો જ છે, )
પરન્તુ જેઓએ બાલ્યપણામાં ગૃહસંસાર છોડીને સર્વવિરતિરૂપ મહાવ્રતો અંગીકાર કરેલાં છે તેઓનો જન્મ તો અત્યંત કૃતાર્થ છે આ હકીકત શ્રદ્ધાવાન મનુષ્ય જયારે સમજશે. ત્યારે તેના
ખ્યાલમાં આવશે કે હંમેશા દિન પ્રતિદિન સૂર્ય ઉગતાંની સાથે ખાંડી ખાંડી જેટલું એટલે વીસ વીસ મણ જેટલું સોનું ગરીબોને નિરાશ્રિતોને નિરાધરોને યાવત સાધર્મિકોને પણ દાનમાં દેનારો મનુષ્ય જે લાભ મેળવી શકે નહિ. તેમજ સેંકડો સોનાના થાંભલાવાળુ આખું મન્દિર શ્રીજીનેશ્વર ભગવાનનું જે બનાવે તેમાં જે લાભ મળે તેના કરતાં પણ શ્રેયસ્કર અને અત્યંત લાભનું કારણ જો કોઈપણ હોય તો તે માત્ર સર્વવિરતિરૂપ
(જુઓ અનુસંધાન પાન ૧૯૧)