Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર શ્રી નવપદોમય શ્રી સિદ્ધ
श्री सिद्धचक्राय नमः : લ-વા-જ-મ:
-: ઉદેશઃ - 1. સમિતિના લાઈફ મેમ્બરોને છે વિના મૂલ્ય
ચક્રની આરાધના અને પર અન્ય ગ્રાહકો માટે વાર્ષિક
આયંબિલ વર્ધમાનતપની રૂા. ૨-૦-૦. ટપાલ ખર્ચ
તે પ્રવૃત્તિ પોષવા સાથે આ સહિત
આ આગમની મુખ્યતાવાળી ૩ છુટક નકલ કિં. ૦-૧-૬ થી
શિશુ છે શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્ર. સમિતિનું કે દેશના અને શંકાના સમા
તે દેશના -: લખો :
ધાન (આદિ)નો ફેલાવો A શ્રી-સિ-સા-પ્ર-સ ૧ પાક્ષિક મુખપત્ર
કરવો. શાકાહારી ઓફિસઃ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ. પુસ્તક (વર્ષ) ૭, અંક: ૪ |
૨૧ નવેમ્બર ૧૯૩૮ વીર સંવત્ ૨૪૬૫, વિ. ૧૯૯૫ પાનાચંદ રૂપચંદ ઝવેરી | કાર્તિક અમાવાસ્યા
+--+--++++++++++++++++ * ગુન્હાને ધિક્કારો:
ગુન્હેગારને નહિ +--+--+--+++++++++++
तंत्री
અષ્ટ પ્રવચનમાતાના ઉપાદેયપણા વિનાનું જે જ્ઞાન છે, તે જ્ઞાનાવરણીય કર્મો યોગ્ય પણે ન ખપાવવાથી થયેલું જ્ઞાન હોય અને એવું જ્ઞાન તે પણ અજ્ઞાનવાળું છે. અર્થાત્ કે બારમા ગુણસ્થાનકના અંત સુધી ઔદયિકઅજ્ઞાન હોય છે. કુત્સિત અજ્ઞાન તે કહેવાય છે કે જે ક્ષાયોપથમિક હોવા છતાં તે મિથ્યાત્વવાળું હોવાથી અજ્ઞાન છે. કર્મના ઉદયથી જ્ઞાનની જે ન્યૂનતા રહેવા પામે છે
તે પણ અજ્ઞાન છે. આ રીતના જે મિથ્યાત્વ, અજ્ઞાન અને અજ્ઞાનાદિ અવિરતિ સાથે આ દોષો SP તરફ જે અપ્રીતિ છે તેને શાસ્ત્રકારોએ પ્રશસ્ત દ્વેષ કહેલો છે. આ સઘળા દુર્ગુણો છે, અને તે સઘળા
દુર્ગુણો ઉપર દ્વેષ રાખવો જરૂરી છે, પરંતુ દુર્ગુણી ઉપર દ્વેષ રાખવાની જૈનશાસન સાફ ના પાડે છે: જો દુર્ગુણીઓ ઉપર પણ કોઈ માણસ દ્વેષ કરતો ફરે તો જગતમાં તેની જ સ્થિતિ વિચિત્ર થઈ પડે. જગતમાં સમકીતિ તો મુઠીભર થોડા જ છે, અને મિથ્યાત્વીઓ તો સાગરના બુંદો જેટલા અપાર છે. એ સાગરના બુંદો જેટલા વિશાળ મિથ્યાત્વીઓમાં પણ અજ્ઞાનીઓ અપાર, વિરતિધારી તો અત્યંત ઓછા અને અવિરતિધારી તો જોઈએ તેટલા. હવે આવા બધા જ અવિરતિધારી મિથ્યાત્વીઓ અને અજ્ઞાનીઓ ઉપર કોઈ માણસ દ્વેષ કરતો ફરે તો વિચાર કરો કે તે કઈ સ્થિતિએ રા
જઈને ઉભો રહે? અર્થાત્ પ્રશસ્તરાગ તેને કહ્યો છે કે સગુણો અને સગુણી બંને ઉપર રાગ SS રાખવો અને પ્રશસ્ત ષ તેને જ કહ્યો છે કે જેમાં દુર્ગુણ અને દુર્ગુણી બંને ઉપર દ્વેષ ન રાખતાં માત્ર SS દુર્ગુણ ઉપર જ દ્વેષ રાખવો. આ પ્રકારનો રાગદ્વેષ તે પ્રશસ્ત રાગદ્વેષ છે.