Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(સાચુવાણી વાdયો
GિGGGGGG BOSS થિવિથિOિOOOOOOOOOOOOO
આજકાલ કેટલાકના મગજમાં એ પવન પેસી ગયો છે કે અમને વિચાર સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય કેમ નહિ? શા માટે અમે અમારા મનમાં આવે તેવો વિચાર ન કરીએ કે અમને સારું લાગે તેવું ન બોલીએ? આ જમાનામાં આવા પ્રકારની સ્વતંત્રતા મેળવવાની ભાવના દિવસે દિવસે વધારે ઉગ્રરૂપ લેતી જાય છે. અલબત્ત સ્વત્વાભિમાનની દૃષ્ટિએ આ માન્યતામાં પણ કેટલુંક સારૂં તત્ત્વ સમાયેલું છે! પણ તે મર્યાદિત ક્ષેત્રમાં જ ! જો એ ક્ષેત્રની મર્યાદાનો નાશ કરવામાં આવે તો એનું પરિણામ ખરાબ જ આવવાનું. રસ્તે ચાલતી બૈરીને વહુ કહેવાના વાણી સ્વાતંત્ર્યને કયો સભ્ય સમાજ સાંખી લેશે? ખરી વાતતો એ છે કે જેને આપણે વાણી સ્વાતંત્ર્યતાના નામથી ઓળખાવીએ છીએ એવાણી સ્વાતંત્ર્ય કઈ ચીડીયાનું નામ છે એજ આપણને બરાબર ખબર નથી કોઈ પણ માણસ વાણી સ્વાતંત્ર્યનો અર્થ એવો તો ન જ કરે કે મનમાં આવે તેમ બકવું કે મનમાં આવે તેવો અસંબદ્ધ અને અસભ્ય પ્રલાપ કરવો. જો આવા પ્રકારના બકવાદને જ વાણી સ્વાતંત્રતાના નમુનારૂપે લેખવામાં આવે તો તો થાણાની ઇસ્પિતાલના દર્દીઓ જ સૌથી વધારે સુખી ગણાય કે જેઓ મનમાંફાવે તેવુંબકી શકે છે, પણ ખરી વાત એ છે કે જે વસ્તુ ફાયદાકારક હોય, જેનું પરિણામ સારું હોય અને જે બિના સત્ય હોય તે બોલવાની છુટ તેનું નામ વાણી સ્વાતંત્ર્ય કેટલા પાળે છે? મહાનુભાવો યાદ રાખો કેખરૂં વાણી સ્વાતંત્ર્ય એટલે ખુબવિચાર મંથનના અંતે સાચી લાગેલી વસ્તુને નિર્ભયપણે જનતા સમક્ષ મુકવી ! આવા પ્રકારનું વાણી સ્વાતંત્ર્ય
જ્યારે આપણે સમજશું અને પાળશું ત્યારે આપણી દશા અત્યાર કરતાં અનેકગણી ઉંચી હશે!બાકીવિવેકવગરનું વાણી સ્વાતંત્ર્યએ સ્વતંત્રતા નહિ પણ સ્વચ્છંદતા જ છે જેનું પરિણામ પતનમાં જ આવ્યું છે અને આવે જ.
DQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQ