________________
તે નગરમાં રહેનારી પ્રજા દાનવીર, ધૈર્યવાન અને સ્વાવલંબી હતી. ત્યાં હંમેશાં પૂજાથી દેવતા, ભક્તિદાનથી તપસ્વીઓ, ઇચ્છિત દાનથી યાચકો, અનુકંપાદાનથી ગરીબો, રાજસન્માનથી વેપારીઓ, યોગ્ય ઔચિત્યથી કવીશ્વરો અને કૃપાદાનથી સેવકો યોગ્ય સન્માન પામતા હતા. આથી જ સર્વ લોકો સુખી હતા.
એ નગરમાં સમુદ્રવિજય રાજાના વંશમાં થયેલો સૂર્યમલ્લ નામે રાજા રાજ્ય કરતો હતો. તે સૌભાગ્યવંત અને દેવગુરુનો ભક્ત હતો.
શુભ કાર્યમાં તત્પર રહેનારી અને નેમિનાથ ભગવંતના ચરણકમળને સેવનારી શશિલેખા નામે તે રાજાને પ્રિય પટ્ટરાણી હતી. સુખસમુદ્રમાં નિમગ્ન રહેનારા, સુકૃતમાં આદરવાળા, સૌમ્ય સ્વભાવવાળા તેમજ પરસ્પર પ્રીતિવંત એવા તે રાજારાણી આનંદથી સમય પસાર કરતા હતા. • રાણીને પુત્રરત્ન પ્રાપ્તિ
એક વખત રાજા-રાણી બંને નેમિનાથ ભગવંતની યાત્રા કરવા ગિરનાર ઉપર ગયા હતા. ત્યારે શશિલેખા રાણીએ એક મયુરી (ઢેલ)ને પોતાનાં બચ્ચા રમાડતી જોઇ. તે જોતાં પોતાને કોઇપણ સંતાન નથી, એ વિચારથી રાણી શોક કરવા લાગી. રાજાએ રાણીનું શોકનું કારણ જાણી, તેને સમજાવીને આશ્વાસન આપ્યું કે, “હે પ્રિયે ! ફોગટ ખેદ ન કર. આપણા પરમાત્મા વીતરાગ હોવા છતાં સર્વવાંછીત આપનારા છે. એટલે સંતાનપ્રાપ્તિ માટે તું શ્રી જિનેશ્વર દેવોની પૂજા કર. જેથી પ્રભુભક્તિના બલે પુણ્યોદય જાગૃત થતાં ઇચ્છિત પ્રાપ્ત થાય.'
પ્રભુભક્તિ કરતાં કરતાં કેટલાક સમય બાદ, જગતની માતા સમાન શ્રી નેમિનાથ પ્રભુની અધિષ્ઠાયિકા અંબિકા દેવીની કૃપાથી તેમને દેવપાળ અને મહીપાળ નામે બે પુત્રો થયાં. આ બંને પુત્રો અત્યંત રૂપવાન, ગુણવાન, સદાચારી તથા માતાપિતાને આનંદ આપનારા હતા.
બુદ્ધિના ભંડાર એવા તે બંને કુમારોને અનુક્રમે કલાભ્યાસ માટે કલાચાર્ય પાસે મૂક્યા. ગુરુકૃપાથી થોડા જ વર્ષોમાં અલ્પ મહેનતે તેઓ ૭૨ કલામાં પ્રવીણ થયાં. મિત્રો સાથે અનેક પ્રકારની ક્રીડા કરતા, પ્રજાને પ્રસન્ન કરતા તેઓ અનુક્રમે યૌવનવય પામ્યા.પિતાએ મહોત્સવપૂર્વક હર્ષથી ઘણી રાજકન્યાઓની સાથે પરણાવ્યા.
બંને કુમારોમાં મહીપાલકુમાર માન, યશ, તેજ, વિનયથી અધિક તેમજ નીતિની રીતને જાણનારો હોવાથી સર્વ ગુણો વડે દેવપાળકુમારથી શ્રેષ્ઠ થયો. • મહીપાલ કુમારને ખગ સિદ્ધિની પ્રાપ્તિ એક વખત રાત્રે મહીપાલકુમાર અચાનક જાગ્યો. આંખ ખોલીને જુએ છે તો ચારે
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૪