________________
વંદનાપૂર્વક સોના-રૂપા ને મોતીથી જો તેની પૂજા કરવામાં આવે, તો તે સ્વપ્નમાં આવી સર્વ શુભા-શુભ કહી આપે છે.
શાકિની, ભૂત, વેતાળ કે રાક્ષસાદિક કોઇને વળગ્યાં હોય, તેવા વળગાડવાળો મનુષ્ય પણ જો અહીં આવી આ વૃક્ષનું પૂજન કરે તો એ બધા દોષથી મુક્ત થાય છે. એની પૂજા કરનારાને એકાંતરો તાવ, તરીઓ તાવ, કાળજવર કે ઝેર અસર કરી શકતાં નથી.
આ વૃક્ષના પત્ર, પુષ્ય શાખા વગેરે કાંઇપણ અવશેષ તોડાય નહીં અને જાતે નીચે પડી ગયા હોય તો તે લઇ, જીવની જેમ સાચવી રાખવાથી સર્વ અમંગળો દૂર થાય છે. આ રાયણને સાક્ષી રાખી જે બે આત્માઓ પરસ્પર મૈત્રી બાંધે છે, તે બંને સમગ્ર ઐશ્વર્ય મેળવીને અંતે પરમપદ પામે છે.
ઇન્દ્ર ! આ રાયણ વૃક્ષથી પશ્ચિમ તરફ એક દુર્લભ રસકૂપિકા . એ કૂપિકામાં રહેલા રસના લેપથી લોખંડ મટીને સુવર્ણ બની જાય છે. અટ્ટમનો તપ કરી ઋષભદેવની પૂજા, નમસ્કાર કરી ઉત્તમભાવમાં રમનારો કોઈ મહાભાગ્યશાળી આ વૃક્ષના પ્રભાવથી તે રસકૂપિકાનો રસ મેળવી શકે છે.
આ વૃક્ષની નીચે ત્રણે જગતના લોકોથી પૂજાયેલા શ્રી યુગાદિનાથ ઋષભદેવના ચરણ પાદુકા છે, તે મહાસિદ્ધિ આપનારા છે. તે ચરણની ડાબી અને જમણી બાજુ શ્રી ઋષભદેવ પ્રભુના પ્રથમ ગણધર શ્રી પુંડરીકસ્વામીજીની બે મૂર્તિ છે. આ પર્વત ઉપર મરુદેવા નામના શિખર ઉપર કરોડો દેવોથી પૂજાયેલા શ્રી શાંતિનાથ ભગવાન પણ અત્યંત પ્રભાવશાળી છે.
હે ઇન્દ્ર ! શ્રી આદિનાથ પ્રભુ, પુંડરીક ગણધર, રાયણ વૃક્ષ, પાદુકા અને શ્રી શાંતિનાથ પ્રભુ - આ પાંચેનો જેઓ સૂરીમંત્ર વડે મંત્રેલા શુદ્ધ જલથી ભરેલા એકસોને આઠ કુંભો વડે ગંધ-પુષ્પાદિક સહિત, માંગલિકપૂર્વક અભિષેક કરે છે, તેઓ આ લોકમાં રાજય, બુદ્ધિ, લક્ષ્મી, કીર્તિ, સ્વામીત્વ, ધનસંપત્તિ, પરિવાર, સંપત્તિ, સૌભાગ્ય, આરોગ્ય, જયલક્ષ્મી, મનોરથપૂર્તિ અને આનંદની પ્રાપ્તિ કરે છે. તે લોકોમાં કોઈ દોષો હોય તો તેનો નાશ થાય છે અને તે વ્યક્તિ પરલોકમાં સ્વર્ગલોક તથા પરંપરાએ મોક્ષ મેળવે છે.
વળી એકસો ને આઠ વખતના તે સ્નાત્રજલથી શાકિની, ભૂત, વેતાળ અને વ્યંતરોના દોષ દૂર થાય છે. તેમ જ તે સ્નાત્રજલના સિંચનથી યેષ્ઠા, અશ્લેષા, મઘા, મૂળ, ભરણી અને ચિત્રા વગેરે કુનક્ષત્રોમાં જન્મેલા પ્રાણીઓના વિકાર પણ દૂર થાય છે. તે જળનો બીજો પણ અનેક પ્રકારનો પ્રભાવ છે, તેમાંથી થોડોક મહિમા અહીં કહ્યો.
એ માહાભ્ય સાર • ૨ ૨