________________
સૂર્યદેવકૃત સૂર્યોધાનનો પવિત્ર મહિમા આ તીર્થની પૂર્વદિશામાં આભૂષણરૂપ, નિર્દોષ અને દેવોને પ્રિય એવું સૂર્યોદ્યાન આવેલું છે. આ ઉદ્યાન કલ્પવૃક્ષોથી શોભી રહ્યું છે. આમ્રવૃક્ષ વગેરે વિવિધ પ્રકારના વૃક્ષો ઉપર કિલકિલાટ કરતા કોયલ આદિ પક્ષીઓથી ઉદ્યાન જાણે પરમાત્માની સ્તુતિ કરતું લાગે છે, વિવિધ પુષ્પો ઉપર ગુંજારવ કરતા ભમરાઓના મધુર ઝંકાર જાણે કે પક્ષીઓના ગીતમાં સંગીત પૂરે છે. મંદ મંદ વાતા પવનથી ઉદ્યાનવૃક્ષો જાણે આનંદથી સતત ડોલતા હોય તેવા દેખાય છે. પર્વતના શિખરેથી ઝરતું, વૃક્ષોના ક્યારાઓમાં આવતું ઝળહળતું પાણી અત્યંત નિર્મળ દેખાય છે.
જ્યાં વૃક્ષોના સમૂહને હસાવનારી તથા હંમેશાં પોત-પોતાના પુષ્પોથી શોભતી ઋતુઓ, સુખની ઇચ્છાવાળા મનુષ્યોને અનુપમ સુખ આપે છે. શ્રી જિનેશ્વરદેવની દષ્ટિરૂપ અમૃતથી સિંચન થયેલી, વિવિધ વૃક્ષોની રચનાથી દેદીપ્યમાન એવી આ સૂર્યોદ્યાનની શોભા ઘણી સુંદર દેખાય છે.
આ સૂર્યોદ્યાનમાં એક શ્રેષ્ઠ સરોવર (સૂરજકુંડ) છે, તે વિવિધ કમળોથી સુશોભિત છે. તેમાં કેટલાય હંસયુગલો ક્રીડા કરી રહ્યા છે, આ સરોવરના પાણીથી અઢારે પ્રકારનો કોઢ રોગ દૂર થાય છે. આ પૂર્વદિશાના મંડનરૂપ ઉપવન તથા સરોવર સર્વ જીવોને અત્યંત આનંદદાયી છે.
શ્રી વીરપ્રભુની વાણી સાંભળીને હર્ષિત થયેલા સૌધર્મ ઇન્દ્ર પ્રભુની સન્મુખ અંજલી જોડી, પ્રણામ કરી, વિનંતી કરી કે, “હે પ્રભુ ! મનને પ્રીતિ ઉત્પન્ન કરનાર આ તીર્થરાજનો મહિમા આપે કહ્યો, પણ આ સૂર્યોદ્યાન અને તેમાં આવેલું આ સરોવર કોણે બનાવ્યું છે? સૂર્યોદ્યાન તથા આ સરોવરની કથા સાંભળવાની મારી ઇચ્છા છે.”
તે વખતે વીરપ્રભુએ સર્વ સભાજનોની યોગ્યતા જાણીને તીર્થના માહાભ્યની વૃદ્ધિ કરનારી વાણીમાં ઉત્તર આપ્યો કે, “હે ઇન્દ્ર ! સંસારરૂપી ઊંડા કૂવામાં પડતા જીવોને બચાવનાર સૂર્યાવર્ત નામે આ ઉત્તમ કુંડની માહાભ્યભરી કથા તું સાંભળ ! | સૂયવર્ત કુંડના માહારા વિષે મહીપાલ રાજની કથા
શ્રી સૌરાષ્ટ્ર દેશમાં ગિરનાર પર્વતની નીચે ગિરિદુર્ગ નામે નગર છે. તે વિશાળ કિલ્લાથી શોભે છે. ત્યાં ઘણા ધનવાન લોકો વસે છે. વાવ, કૂવા, સરોવર અને મોટા મોટા ઉદ્યાનથી તે ઘણું સુંદર લાગે છે. દાનશાળા અને પરબોથી મહિમાવંત બન્યું છે.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૩